Book Title: Aryarakshitsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંત ૧૫૫ , પર્વત પર ગયા અને ત્યાં અનશનપૂર્વક બધા સાધુઓ અને આચાર્ય સ્વામી સ્વર્ગવાસ પામ્યા. આ ઘટના બન્યા પછી સૌધર્મેન્દ્રદેવે અહીં આવી રથ વડે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરી. આથી આ ગિરિરાજ ત્યારથી રાવર્તગિરિ નામે પ્રસિદ્ધ થયે. આચાર્ય વજાસ્વામીના સ્વર્ગવાસ પછી દશમું પર્વ, ચોથું સંસ્થાન અને ચોથું પંહનન વિચ્છેદ પામ્યું હતું. (“પ્રભાવકચરિત્રને આધારે.) [ શ્રી વાસ્વામીના સ્વર્ગવાસ સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં કઈ ઉલ્લેખ નથી. પણ યુગપ્રધાન પટ્ટાવલીઓમાં એ બધી વાતનો ખુલાસો કરેલ છે. શ્રી વાસ્વામી પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા. એમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંનાં ૮ વર્ષ ગૃહપર્યાયમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણપર્યાયમાં અને ૩૬ વર્ષ સુગપ્રધાનપર્યાયમાં વ્યતીત થયાં હતાં. તેમને જન્મ વરનિર્વાણ સં. ૬માં, સં. ૨૦૪માં દીક્ષા, સં. પ૪૮માં યુગપ્રધાનપદ અને સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪)માં આ અંતિમ દશ પૂર્વધર આચાર્યને સ્વર્ગવાસ થયો હતો.–પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. ] જેમના દ્વારા ચાર અનુયોગોમાં વિભાજિત આગમાં અદ્યાપિપર્યત પ્રવર્તી રહ્યાં છે એવા યુગપ્રભાવક આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ અવંતિ (માળવા) દેશમાં દશપુર નામે નગર હતું. તેમાં વિશિષ્ટ બુદ્ધિવાળે સમદેવ નામે પુરેહિત રહેતો હતો. તેને રુદ્રમા નામે પ્રિયા હતી. તેને બે પુત્રો થયા. તેમાં પહેલો આર્ય રક્ષિત અને બીજે ફશુરક્ષિત હતે. પુહિતે બંનેને અંગસહિત વેદ ભણાવ્યા. આર્યરક્ષિત પિતે વિદ્વાન થયા અને વિશેષ અભ્યાસ માટે પાટલિપુત્ર ગયા. ત્યાં દિવ્યબાની ફુરણાથી અલ્પકાળમાં ગુપ્ત વેદપનિષદને પણ અભ્યાસ કર્યો અને ઉપાધ્યાયની અનુજ્ઞા લઈ પિતાને ગર પાછા ફર્યા. રાજ્યના પુરોહિતે આર્ય રક્ષિતની પ્રકાંડ વિદ્વત્તાનું રાજને નિવેદન કરતાં રાજા પોતે હાથી પર ચડી તેની સામે આવ્યો. અને રાજાએ મહેરાવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. અનુક્રમે તે પિતાના આવાસમાં આવ્યું. તેની માતા રુકમા જીવાજીવાદિક નવ તત્ત્વના વિસ્તારને જાણનારી શ્રાવિકા હતી. તે સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતાં પોતાના પુત્રને જોઈને પણ, સામાયિક-ભંગને લીધે, આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામી આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે–અભ્યાસ કરેલ સહુ શા મારે મન તુચ્છ જેવાં છે કે જેથી મારી માતા તે સંતોષ ન પામી ! ” એમ ધારીને એ કહેવા લાગ્યા કે—“હે માતા ! તમે ઉદ્વિગ્ન કેમ દેખાઓ છે? સંતુષ્ટ કેમ નથી ?” ત્યારે માતા બોલી કે “દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં?' ત્યારે આર્યરક્ષિતે કહ્યું “તે હવે વિલંબ 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શાસનપ્રભાવક કર્યા વિના મને આજ્ઞા આપે કે જે અભ્યાસથી તમને સંતોષ થાય તે કરું. બીજા કાર્યનું મારે શું પ્રયજન છે?” એ સાંભળી માતા રુદ્રમાએ કહ્યું-“હે વત્સ! તરફથી પ્રગટ થતા ઉપદ્રવને નષ્ટ કરનારા આત્મકલ્યાણકારી અને અન્ય મતાવલંબીઓના જાણવામાં ન આવેલ એવા જિનભાષિત બારમા અંગ દૃષ્ટિવાદને અભ્યાસ કર.” દષ્ટિવાદનું નામ પ્રથમ વાર જ સાંભળી આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે_“સર્વ તીર્થોમાં શિરોમણિ એવી હે માતા! મને તેના અધ્યાપક બતાવ, કે જેથી હું સત્વરે અભ્યાસ શરૂ કરું.” ત્યારે રુકમા કહેવા લાગી કે—“વિનયના સ્થાનભૂત હે વત્સ! તું સાવધાન થઈને સંભળ. અબ્રહ્મ અને પરિગ્રહના ત્યાગી, મહાસત્ત્વવંત, પિતાના અંતરમાં પરમાર્થ બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાનના નિધાન એવા જૈનાચાર્ય તેસલિપુત્ર એ ગ્રંથના જ્ઞાતા છે. તે અત્યારે તારા શેરડીના વાડામાં છે. તે છે નિર્મળમતિ ! તેમની પાસે તું એ ગ્રંથને અભ્યાસ કર, કે જેથી તારા ચરિત્રથી મારી કુક્ષિ શીતળ થાય.” એ પ્રમાણે સાંભળી, “પ્રભાતે જઈશ” એમ કહીને અભ્યાસની ઉત્કંઠામાં તેણે એ રાત પસાર કરી. પ્રભાત થતાં તે બહાર નીકળ્યા. એવામાં અર્ધમાગે તેના પિતાને એક બ્રાહ્મણમિત્ર તેને સન્મુખ થયે. તે આર્ય રક્ષિત માટે શેરડીના સાડા નવ સાંઠા સ્કર્ધ પર લઈને આવતે હતો. તેણે નમસ્કાર કરતાં આર્ય રક્ષિતને નેહથી આલિંગન આપ્યું અને કહ્યું કે—“તું પાછા ઘેર ચાલ.” ત્યારે આર્ય રક્ષિત બોલ્યા કે “માતાના આદેશથી હું જઈને સત્વરે પાછા આવીશ. તમે હમણાં મારા બંધુને સંતુષ્ટ કરવા ઘરે જાઓ.” એમ કહી તે આદરપૂર્વક ઈક્ષવાડા તરફ ચાલ્યો. જતાં જતાં આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે “અહો! આ શ્રેષ્ઠ દઢ નિમિત્તથી એ ગ્રંથના સાડા નવ અધ્યાય અથવા પરિચ્છેદ અવશ્ય પામી શકીશ, પણ તે કરતાં અધિક તે નક્કી ન જ પામું.” પછી પ્રભાત સમયે ત્યાં મુનિઓના સ્વાધ્યાયધ્વનિના શબ્દો સાંભળતાં ઉપાશ્રયનાં દ્વાર પાસે બેસી ગયા. ત્યાં જેનામતના વિધિથી તે તદ્દન અજ્ઞાત હોવાથી “હવે શું કરવું?” તેને ખ્યાલ ન આવવાથી જડ જેવો બની ગયે. એવામાં આચાર્ય તસલિપુત્ર મહારાજને વંદન કરવા આવતા હશ્નર નામે શ્રાવક તેના જેવામાં આવ્યું. તેની પાછળ રહીને તે મહામતિ આર્યરક્ષિત પણ વંદન આદિ કર્યું. તે સમયે લક્ષણાથી આચાર્ય મહારાજે તેને નવીન જાણું સ્નેહથી પૂછ્યું કે –“હે ભદ્ર! તને ધર્મની પ્રાપ્તિ કયાંથી થઈ?” ત્યારે ક્રૂર શ્રાવકને બતાવતાં તે બેલ્યા આ ઉત્તમ શ્રાવકથી જ. એમ બોલ્યા ત્યાં એક મુનિએ તેને ઓળખી લીધા અને જણાવ્યું કે–“ગઈ કાલે રાજાએ મહત્સવપૂર્વક જેને નગરમાં પ્રવેશ કરાવ્યો તે આ સેમદેવ પુરહિત અને રુદ્રમાને પુત્ર છે. એ ચાર વેદોનો જાણકાર છે. એનું આગમન અહીં સંભવતું નથી, છતાં અહીં કેમ આવેલ છે તે સમજાતું નથી.” વ્યાકુળતા રહિત આર્ય રક્ષિતે માતાનું કથન સંભળાવ્યું, જે સાંભળતાં ગુરુ ચિંતવવા લાગ્યા કે—“આ વિપ્ર કુલીન અને આસ્તિક છે. એને માર્દવગુણ કુળને અનુચિત છે, પણ એમાં સુકૃતાચાર સંભવિત હેવાથી એ જૈનધર્મને ઉચિત છે.” પછી શ્રતમાં ઉપયોગ દેતાં, પૂર્વના પાઠને ઉચિત તથા શ્રી વાસ્વામી સૂરિ પછી તેને ભાવિ પ્રભાવક સમજીને આચાર્ય મહારાજ બોલ્યા કે–“હે ભદ્ર! જૈન દીક્ષા વિના દષ્ટિવાદ અપાય નહિ. કારણ કે વિધિ સર્વત્ર સુંદર હોય છે. ” 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત ૧૫૭ ત્યારે આર્ય રક્ષિત કહેવા લાગ્યા કે—“હે ભગવન! પૂર્વે મા નવ સંસ્કાર થઈ ગયા છે. હવે જેનેન્દ્રસંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કશે. પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળે. મિથ્યાહથી બધા લેકે મારા અનુરાગી છે. તેમ જ આ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મુકાવે. કારણ કે સવજનની મમતા દુત્યજ્ય છે. માટે પિતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દિક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે, કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.” આચાર્યશ્રીએ આ વાતને સ્વીકાર કરી, નગર બહાર જઈને આર્યરક્ષિત પંડિતને દીક્ષા આપી અને પછી આ નવદીક્ષિત મુનિને આગળ કરી તરત જ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરુમહારાજે તેમને મૂળસહિત અંગ-ઉપાંગ આદિ ગ્રન્થ અને તેવાં તેવાં તપવિધાનથી કેટલાંક પૂર્વો પણ ભણવ્યાં. તેઓ વિનયપૂર્વક પિતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ બરાબર સમજી શક્યા. પછી શેષ પૂર્વેને અભ્યાસ કરવા ગુરુમહારાજે તેમને આચાર્યશ્રી વજીસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આથી તેમણે ઉજ્જયિની તરફ વિહાર કરતાં રસ્તામાં એક ગામમાં ગીતાર્થ મુનિઓ સાથે શ્રી ભદ્રગુપ્તસૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ત્યાં તેમને ઓળખી જઈ શ્રી ભદ્રગુપ્તસૂરિએ ભેટીને કહ્યું કે-“હે પૂર્વાભિલાષી આર્ય રક્ષિત ! તને કુશળતા છે ને? આ મારી અંતિમ અવસ્થામાં તું મારે સહાયક થઈને મને મદદ કર. કારણ કે કુલીન પુરુષની એવી ફરજ હોય છે.” આર્યરક્ષિતમુનિએ તે કબૂલ્યું અને એકાગ્રચિત્તથી તેમની સેવા કરવા લાગ્યા. એક વખત આચાર્ય ભદ્રગુપ્તસૂરિએ આર્ય રક્ષિત મુનિને કહ્યું કે—“હે વત્સ! તારી વૈયાવચથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે મારે તને કંઈક ગુપ્ત કહેવાનું છે, તે સાવધાન થઈને સાંભળ. વાસ્વામી પાસે તારે અભ્યાસ તે કરે, પરંતુ તું હંમેશાં અલગ ઉપાશ્રયમાં આહાર, પાણી અને શયન કરજે. કારણ કે તેમની મંડળીમાં એક વાર પણ જે આહાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે તેને શ્રી વાસ્વામીના સાન્નિધ્યના પ્રભાવે એવે વૈરાગ્ય પ્રગટે કે તે પણ આચાર્ય સ્વામી સાથે અણસણ સ્વીકારવા તૈયાર થઈ જાય અને તેમની સાથે જ કાળધર્મ પામવાનું વિચારે. તું પ્રભાવક અને જિનશાસનરૂપ મહાસાગરને કૌસ્તુભમણિ સમાન છે. વળી તું સંઘને આધાર થવાનો છે. માટે મારું વચન માન્ય કરજે એમ હું ઈચ્છું છું.” ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી તેમણે કહ્યું કે –“હે પ્રભો! આપનું એ વચન મરે શિરોધાર્ય છે.” પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા. મુનિ આર્યરક્ષિત શ્રી વાસ્વામી સૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા. એવામાં શ્રી વાસ્વામીએ સ્વપ્ન જોયું, અને પિતાના શિખેને જણાવ્યું કે_“આજે પાયસથી પૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પ માત્ર શેષ રહ્યું. તે એ સ્વપ્નને વિચાર કરતાં મને લાગે છે કે, આજે કઈ પ્રા અતિથિ મારી પાસે આવીને મોટા ભાગનું શ્રુત ગ્રહણ કરશે અને અલ્પ માત્ર બાકી રહેશે.” આ પ્રમાણે આચાર્ય વાસ્વામી બેલતા હતા ત્યાં મુનિ આર્ય રક્ષિત આવ્યા. અપૂર્વ અતિથિને જેઈ વજીસ્વામી સૂરિએ આર્ય રક્ષિતને આવકાર આપતાં કહ્યું કે –“હે ભદ્ર! તમે ક્યાંથી આવે છે ?” 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શાસનપ્રભાવક કરવા આય રક્ષિત ખેલ્યા કે “ હે પ્રભા ! હું તેા આચાર્ય શ્રી તેાસલિપુત્ર પાસેથી આવું છું.” એ સાંભળી વસ્વામીસૂરિ ખેલ્યા— શું તમે આરક્ષિત છે ? શેષ પૂર્વાને અભ્યાસ અહી અમારી પાસે આવ્યા છે ? પણ પાત્ર-સંથારા વગેરે તમારાં ઉપકરણો કયાં ? તે લઈ આવે. આજે તમે અમારા અતિથિ છે તેથી ાચરી હારવા ન જશે. અહીં જ આહાર-પાણી કરીને અધ્યયન શરૂ કરે. ' એટલે મુનિ આરક્ષિત કહેવા લાગ્યા હું બીજા ઉપાશ્રયમાં ઉત છુ. તા આહાર-પાણી અને શયન ત્યાં જ કરીશ. ’ત્યારે વાસ્વામી ખેલ્યા—‹ અલગ રહેવાથી અભ્યાસ કેમ થઈ શકે ? ” એટલે મુનિ આ રક્ષિતે શ્રી ભદ્રગુપ્તસૂરિએ કહેલ વચન કહી સંભળાવ્યું. ત્યારે ‘ અહે, એમ છે!' એમ ખેલતાં વાસ્વામીએ વ્રતમાં ઉપયેગ મૂક્યો. પછી તેમણે જણાવ્યું કે—મારી સાથે આહાર અને શયન કરવાથી ગુરુના કહ્યા પ્રમાણે સાથે અંત થાય, એ વચન સૂરિમહારાજ ઉચિત બેાલ્યા છે; માટે હવે તેમ જ થાઓ. પછી શ્રી વસ્વામીસૂરિ તેમને પૂર્વાના અભ્યાસ કરાવવા લાગ્યા. એમ કરતાં દસમા પૂર્વના અભાગ શરૂ કર્યાં. એમાં મુશ્કેલીથી અભ્યાસ કરી શકાય તેવા ભાંગા, દુ†મ ગમક, દુષ્કર પર્યાય અને સમાન શબ્દેના વિક હતા. તેનાં ચાવીશ જવિકને અભ્યાસ કરી લીધા; પરંતુ અભ્યાસ કરતાં તેમને ભારે શ્રમ પડવા લાગ્યું. આ બાજુ આ રક્ષિતમુનિની માતા રુદ્રસમા વિચારવા લાગી કે અહા ! વિચાર વિના કામ કરવા જતાં મને પોતાને જ તેના પિરણામે પિરતોષ રૂપ ફળ મળ્યું. હૃદયને આનંદ આપનારા આય રક્ષિત સમાન પુત્ર મેં હાથે કરીને માકલી દીધા. માટે તેને ખેલાવવા હવે ફલ્લુરક્ષિતને મેાકલ.... ” એમ ધારીને તેમણે સરળ એવા સામદેવ પુરહિતને પૂછ્યું, ત્યારે તે આલ્યા કે, “ હે ભદ્રે ! તારું કહેલ મને પ્રમાણ છે, માટે તને યાગ્ય લાગે તેમ કર, ’ પછી તેણે પોતાના બીજા પુત્રને મેકલતાં ભલામણ કરી કે, “હે વત્સ ! તું તારા ભાઈ પાસે જા અને મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તને બ‘સમાગમથી રહિત કરી મહ તાન્યે, પરંતુ વાત્સલ્યભાવને તે જિનેશ્વરાએ પણ માન્ય કરેલ છે. કારણ કે ગર્ભમાં રહેલા શ્રી વીરપ્રભુએ પણ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વરે આવીને માતાને તારું મુખ બતાવ, નહિતર મારે પણ તારા માના આશ્રય લેવા પડશે અને તે પછી તારા પિતા અને પુત્ર-પુત્રી વગેરે માટે પણ એ જ રસ્તે છે. વળી તારે કદાચ સ્નેહભાવ ન હોય તે ઉપકારમુદ્ધિથી એક વાર હે પૂર્ણાંક આવીને મને કૃતાર્થ કર. હે વત્સ ! મા` અને દેહમાં યત્નયુક્ત થઈ ને તું જા અને પ્રમાણે કહેજે. તારા ભાગ્ય પર અમે જીવનારા છીએ. ’’ 21 માતાનું વચન સાંભળીને નમ્ર ક્લ્બુરક્ષિતે પોતાના બંધુ મુનિ આરક્ષિત પાસે જઈ ને તેને માતાનું કથન કહી સંભળાવ્યુ કે, “ માતાને વિશે વત્સલ આવા તારા જેવે! બધુ કાણુ હશે ? કારણ કે કુળલાને લીધે તારા પિતાએ તે મને કઈ પણ આક્રેશવચન સંભળાવ્યુ જ નથી. તે હે વત્સ ! તુ' સત્વરે વ અને તારું મુખ મને બતાવ. તારા દશનામૃતથી તૃપ્ત થઇ હું. તૃષ્ણારહિત થાઉં હું બધે ! આપણી માતા રુદ્રસમાએ મારા સુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે, માટે કૃપા કરીને તમે સત્વરે ચાલે, ” આ કથન સાંભળી શ્રી આય રક્ષિતમુનિ 2010_04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે વૈરાગ્યથી કહેવા લાગ્યા કે, “હે ફલ્યુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મોહ કે? અથવા કયે સુજ્ઞ પિતાના અધ્યયનમાં અંતરાય કરે? અસાર વસ્તુને માટે સારી વસ્તુને ત્યાગ કરવાની કેઈ ઇચ્છા ન કરે. તું જે મારા પર સ્નેહ ધરાવતું હોય તે મારી પાસે રહે અને દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તુ દીક્ષા ધારણ કરી લે.” ત્યારે તેણે તે પ્રમાણે કબૂલ કરતાં આર્યરક્ષિતમુનિએ પિતાના બંધુને તરત દીક્ષા આપી. આર્ય રક્ષિત પિતે ભારે બુદ્ધિશાળી હતા, છતાં જવિક અધ્યયનપાથી તે અત્યંત થાકી ગયા એટલે તેમણે આચાર્ય વજસ્વામીને પૂછ્યું કે–“હે ભગવન્! હજી કેટલું અધ્યયન બાકી છે?” ત્યારે ગુરુએ કહ્યું કે તમારે પૂછવાની શી જરૂર છે? અભ્યાસ કર્યા કરે.” આથી તેઓ ફરીથી અભ્યાસ કરવા લાગ્યા. પછી કેટલાક સમય વ્યતીત થયા બાદ તેમણે ગુરુમહારાજને ફરીથી પૂછ્યું, એટલે શ્રી વાસ્વામી સૂરિએ કહ્યું કે –“તમે તે હજી સરસવ જેટલું ભણ્યા છે અને મેરુ જેટલું બાકી છે. માટે મારું વચન સાંભળો. સંબંધીઓના અલ્પ મહેને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારે છે તે કાંજીથી દૂધ, લવણથી કપૂર, ચણેકથી સુવર્ણ, ક્ષારભૂમિથી રત્ન ખાણ અને ધતૂરાને બદલે ચંદનને ત્યાગ કરવા જેવું કરે છે. માટે અભ્યાસ કરે. મૃતસાગરના મધ્યભાગને પામતાં સદ્દજ્ઞાનરૂપને ફળરૂપે પામી શકશે.” આ સાંભળી તેમણે કેટલાક દિવસ સુધી ભારે પશ્ચિમપૂર્વક અભ્યાસ કર્યો. એવામાં તેમના લઘુબંધુએ માતા પાસે આવવાની પુનઃ પ્રેરણા કરી. એટલે આર્ય રક્ષિતમુનિએ શ્રી વાસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે–“હે સ્વામિન્ ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મેકલાની કૃપા કરે. તેઓને મળીને હું અભ્યાસ કરવાને સત્વરે પાછો આવીશ.” શ્રી વાસ્વામીએ આર્ય રક્ષિતમુનિનું વચન સાંભળી શ્રતમાં ઉપગ મૂક્યો. તેથી તેમના જાણવામાં આવ્યું કે એ ફરી પાછા આવતાં મને મળી શકશે નહીં. કારણ કે મારું આયુષ્ય હવે અલ્પ છે. એટલે અભ્યાસ કરવાની જ એની યોગ્યતા છે. તેથી દશમું પૂર્વ મારી પાસે જ રહી જશે.” એમ ધારીને તેમણે કહ્યું કે –“હે વત્સ! તું જા. તારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. અત્યારે તારા જે બુદ્ધિશાળી બીજો કઈ નથી તેથી તેને અભ્યાસ કરાવવાની અમારી ઇચ્છા થઈ નહિ તે આટલી પ્રાપ્તિ ક્યાંથી થાય? હવે તને માર્ગમાં કાંઈ બાધા ન થાઓ.” એમ સાંભળી ગુરુના ચરણે નમી આર્ય રક્ષિત પિતાની જન્મભૂમિ તરફ ચાલ્યા અને વિચરતાં વિચરતાં પિતાના બંધુ સહિત પાટલિપુત્ર નગરે પધાર્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણું આવેલા અને ગુણના નિધાન એવા મુનિ આર્ય રક્ષિત પિતાના ગુરુ તોસલિપુત્ર આચાર્યને મળ્યા. તસલિપુત્ર તેમને આચાર્યપદે સ્થાપી સ્વર્ગે સંચર્યો. ત્યાર પછી આચાર્ય આર્ય રક્ષિતસૂરિ દશપુરનગરમાં પધાર્યા. ફગુરક્ષિતમુનિએ આગળથી માતાને સમાચાર આપ્યા હતા કે –“તમારા પુત્ર આચાર્ય થઈને આવ્યા છે.” આચાર્ય આર્ય રક્ષિતસૂરિ પધારતાં, તેમને મુનિશધારી જેઈ, માતા હર્ષથી રોમાંચિત થયાં. સોમદેવ પુરોહિત પણ ત્યાં આવ્યા. માતા-પિતા વગેરેને અનેક પ્રકારે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, પ્રતિબોધ પમાડી, સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તેમને દીક્ષા આપી. 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શાસનપ્રભાવક આચાર્ય આર્ય રક્ષિતસૂરિના શિષ્ય સમુદાયમાં ઘતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર નામના બે લબ્ધિવંત મુનિઓ હતા. વળી તે ગચ્છમાં ચાર પ્રા મુનિવરે હતા તે દુર્બલિકાપુષ્યમિત્ર, વિધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને શુક્રાચાર્યને ધર્મશાસ્ત્રને જીતનાર ગોષ્ટામાહિલ. તેમાંના મહાજ્ઞાની વિધ્યમુનિએ ગુરુને વિજ્ઞપ્તિ કરી કે –“હે ભગવન! અનુયેગની માટી મંડળીમાં પાડના ઘોષથી મારો મૃતપાઠ અલિત થાય છે. માટે મને અલગ પાઠ આપો.” ત્યારે ગુરુ બોલ્યા–“હુ પિતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મોટી મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરું? માટે ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે; તેમની પાસે શીધ્ર અભ્યાસ કરે.” એક વખત દુર્બળ પુષ્પમિત્રે અંજલિ જેડી ગુરુને એકાંતમાં કહ્યું કે –“હું વાચનામાં વ્યગ્ર હેવાથી મારે પિતાનો અભ્યાસ ભૂલી જાઉં છું. જે આપ એને મારી પાસે વાચના અપાવશે તો મારું નવમું પૂર્વ અવશ્ય વિસ્મૃત થઈ જશે.' એ સાંભળી આચાર્ય ચિંતવવા લાગ્યા કે, આવા બુદ્ધિશાળી મુનિ પણ જો આગમને ભૂલી જશે તે બીજાથી તે કેમ ધારણ કરી શકાશે? (શ્રી આર્યરક્ષિતસૂરિ સાડા નવ પૂર્વના જ્ઞાતા હતા. તેથી શરીરવિજ્ઞાન, ગતિવિજ્ઞાન તથા માનસવિન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તે પડતો કાળ છે. બાર બાર વર્ષોના દુષ્કાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મેટે હાસ થયો છે અને હવે કદાચ આવા એક-બે દુષ્કાળ પડશે તો શ્રતજ્ઞાનનો સર્વથા નાશ થશે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. દુર્બળિકાપુષ્પમિત્ર જેવા બુદ્ધિમાન મુનિઓ પૂર્વધર બન્યા છતાં દૂબળા રહે છે. અને વાચના આપવાની અશકિત દર્શાવે છે. મહાજ્ઞાની વિધ્યમુનિને પણ સ્મૃતિદેષ થઈ જાય છે ત્રીજું, જિનાગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગભીર છે, દરેક સૂત્રમાં ઓછામાં ઓછા ૧. દ્રવ્ય, ૨. ચરણકરણ, ૨. ગણિત અને ૪. ધર્મકથા–એ ચાર અનુયોગે તે છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ છેડા છે. એટલે એ ચાર અનુયેની રક્ષા કરવા જતાં સૂત્રની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. એથું, કતધ સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિએ બિલકુલ નવા છે. તેઓને બને તેટલા ઓછા સમયમાં શ્રતજ્ઞાન આપી દેવું જોઈએ. કાળ થડે છે અને કામ ઘણું છે. આ રીતે શ્રી આર્ય રક્ષિતસૂરિએ ગંભીર વિચાર કર્યો. સમકાલીન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. દરેક સૂત્રપાઠને એકેક પ્રધાન અર્થ કાયમ રાખી, ગૌણ અને જતા કર્યા, અને એ રીતે દરેક આગમને ચાર અનુગમાં વહેંચી નાખ્યા, જે આ પ્રમાણે હતા—૧. દ્રવ્યાનુયોગ : દષ્ટિવાદ. ૨. ચરકરણાગ : ૧૧ અંગે, છેદસૂત્ર, મહાકલ્પ, ઉપાંગે, મૂળસૂત્ર; ૩. ગણિતાનુગ : - સૂર્યપ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ અને ૪. ધર્મકથાનુગ : કષિભાસિત, ઉત્તરાધ્યયન. આ અનુગ * યુગપ્રધાનાચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિએ વીરનિર્વાણ સં. પર (લગભગ)માં જુદા પાડ્યા છે અને આગને ચિરંજીવ બનાવ્યા છે. આ અનુગ પ્રમાણે જ વર્તમાનમાં આગમનું પઠન-પાઠન થાય છે. આ સ્તુત્ય કાર્ય દશપુર (મંદસૌર) નગરમાં નાની સરખી ત્રીજી આગમવાચનાના સમયે થયું હતું. તેમાં વાચનાચાર્ય નંદિસૂરિ, ગણાચાર્ય વજાસેનસૂરિ આદિ પ્રભાવક શ્રમણભગવંતો ઉપસ્થિત હતા. ) 2010_04 Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવંતો એક વખત શ્રી આર્ય રક્ષિતસૂરિ મથુરાનગરીમાં તે ભૂમિના અધિષ્ઠાયક વ્યંતરના મંદિરમાં ઊતર્યા. એવામાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામીને વંદન કરવા સૌધર્મેન્દ્ર ગયા. તેમણે ભગવંતની દેશના સાંભળી. તે વખતે પ્રભુએ પ્રસંગે પાત્ત તત્ત્વથી નિગદની વાત કહી સંભળાવી. એટલે ઈન્દ્ર પ્રશ્ન કર્યો કે– “હે ભગવન્! વર્તમાનમાં ભરતક્ષેત્રમાં નિગોદનું સ્વરૂપ જાણનાર કેણ છે?” ત્યારે પ્રભુએ કહ્યું કે–“મથુરાનગરીમાં આર્યરક્ષિતસૂરિ મારી જેમ નિમેદનું સ્વરૂપ સમજાવી શકે છે.” એ સાંભળી ઇન્દ્ર વિસ્મય પામે. ભગવંતના વચન ઉપર જો કે ઈન્દ્રને શ્રદ્ધા હતી, તે પણ આશ્ચર્યને માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ તે ગુરુ પાસે આવ્યા. તે વખતે તેના બંને હાથ ધ્રુજતા હતા. વાળ વેત હતા. શ્વાસને પ્રસાર સ્પષ્ટ જણાતા હતા. આંખમાંથી પાણી ગાળી રહ્યું હતું. એવા રૂપધારી ઇન્દ્ર તેમને નિગેદના જીવોને વિચાર પૂછયો. એટલે સૂરિમહારાજે તેમને યથાસ્થિત સ્વરૂપ કહી બતાવ્યું, જે સાંભળી ઇન્દ્ર આશ્ચર્ય પામ્યું. પછી તેમના જ્ઞાનનું માહાત્મ્ય જાણવાની ઇચ્છાથી તેણે પિતાનું આયુષ્ય પૂછયું. ત્યારે શ્રતના ઉપયોગથી ગુરુ ચિંતવવા લાગ્યા કે–આનું આયુષ્યપક્ષ, માસ, વસ, સેંકડે વરસ, હજારે વરસ, સેંકડે પલ્યોપમ કે સાગરોપમથી પણ સમાપ્ત થતું નથી. છેવટે બે સાગરોપમનું તેનું આયુષ્ય જાણવામાં આવતાં ગુરુ બોલ્યા કે –“તમે સૌધર્મેન્દ્ર મારી પરીક્ષા કરવા ઇચ્છે છે?” એટલે મનુષ્ય જોઈ શકે તેવું રૂપ પ્રકાશતાં ઈ યથાસ્થિત વૃત્તાંત કહી સંભળાવ્યું અને પછી તે પિતાને સ્થાને ચાલે ત્યારે સાધુએ આવે ત્યાં સુધીમાં કંઈક ચમત્કાર બતાવવા ઈન્ડે કહ્યું. એટલે રૂપ, દ્ધિના નિદાન કરવાના ભયને લીધે આચાર્યો તેને નિષેધ કર્યો. તથાપિ કાંઈ ચિહ્ન રૂપે કરી બતાવ, એમ આચાર્યના કહેવાથી તેણે ઉપાશ્રયનું દ્વાર વિપરીત કરી દીધું. પછી સ્વસ્થાને ગયે. એવામાં મુનિએ આવ્યા. તેઓને દ્વાર ન જડ્યું. ગુરુએ તેઓને દ્વાર બતાવ્યું. સાધુએ આશ્ચર્ય પામ્યા. ગુરુએ તેઓને ઇન્દ્રનું યથાસ્થિત નિવેદન કરીને નિશંક કર્યા પછી આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એવામાં એક નાસ્તિકવાદી મથુરામાં આવ્યો. તેને ગેછામાહિલમુનિએ વાદમાં જીતી લીધું. એટલે શ્રીસંઘે તેમને ત્યાં જ ચોમાસું કરાવ્યું. હવે આર્યરક્ષિતસૂરિએ પિતાના પદે કેણ યોગ્ય છે તેને વિચાર કર્યો, ત્યારે દુર્બળિકા પુષ્પમિત્ર ઉપર તેમનું મન ગયું. તે વખતે આચાર્ય મહારાજના જે સંબંધી હતા તેમણે ફલ્યુરક્ષિતને સૂરિપદે લાવવાનો વિચાર કર્યો અને ગચ્છના આધિપત્યમાં ગેછામાહિલને સ્થાપવાનો વિચાર રજૂ કર્યો. આથી ત્યાં ત્રણ કુંભ લાવવામાં આવ્યા. ગુરુમહારાજે તેમાં અડદ, તેલ અને ઘી અલગ અલગ ભર્યા, અને પછી ખાલી કર્યા. તેમાં અડદ બધા બહાર નીકળી આવ્યા, તેલ કંઈક રહી જવા પામ્યું, અને ઘી તે ઘણું ચે ટેલું રહ્યું. પછી ગુરુમહારાજે કહ્યું કે –“આ ઉદાહરણ જુઓ. દુર્બળિકા પુષ્પમિત્રમાં હું અડદના કુંભની જેમ નિર્લેપ છું, બંધુ ફલ્યુરક્ષિતમાં તેલના કુંભની જેમ કંઈક સલેપ છું અને માતુલ પર ધૃતકુંભની જેમ વધારે લિપ્ત છું. માટે મારા પદ પર દુર્બલિકા પુષ્પમિત્ર જ યોગ્ય છે.” તેમનું આ વચન અન્ય મુનિઓએ માન્ય કર્યું. પછી ગુરુએ સૂરિમંત્રપૂર્વક દુર્બલિકા પુષ્પમિત્રને પિતાના પદ પર સ્થાપન કર્યા. નૂતન સૂરિને ગચ્છના શ્ર. ૨૧ 2010_04 Page #8 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક અન્ય મુનિઓએ, પિતા-ભાઈ મહારાજ અને સાધવીઓએ મધુર વચને શિખામણ આપી. એ પ્રમાણે ગરછની વ્યવસ્થા કરી આર્યરક્ષિતસૂરિએ પ્રાતઃકાળે અનશન આદર્યું અને જન્મસ્થળ મંદસૌરમાં જ વીરનિર્વાણ સં. ૨૯૭માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. પછી શ્રી પુષ્પમિત્રસૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા. તેમણે ગુરુ કરતાં પણ અધિક ગચ્છને સમાધિ ઉપજાવી. જ્યારે શ્રી શેષ્ટામહિલ વિરોધી થઈને સાતમે નિદ્ભવ થશે. (“પ્રભાવકચરિત્રને આધારે ). [ આચાર્ય આર્યશક્ષિતસૂરિ ૧ભા યુગપ્રધાન હતા. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલ્લીમાં તેમનું સંપૂર્ણ આયુષ્ય 75 વર્ષનું હતું, જેમાં 22 વર્ષ ગૃહમાં, 44 વર્ષ મુનિપણામાં અને 13 વર્ષ યુગપ્રધાનપદે વ્યતીત થયાં. તેમને જન્મ વીરનિર્વાણ સં. પર૨ (વિ. સં. પ૨)માં, દીક્ષા વીરનિર્વાણ સં. પ૪૪ (વિ. સં. ૭૪)માં, યુગપ્રધાન આચાર્યપદ વીરનિર્વાણ સં. 584 (વિ. સં. ૧૧૪)માં અને સ્વર્ગવાસ વિરનિર્વાણ સં. 197 (વિ. સં. ૧૨૭)માં થયે હત–પં. કલ્યાણવિજયજી મહારાજને આધારે. ] જ્ઞાન-દયાનમાં સતત રત અને વિદ્યાવિનયમાં ઉત્કૃષ્ટ યુગપ્રધાન આચાર્યશ્રી દુર્બલિકા-પુષ્પમિત્રસૂરિજી મહારાજ આચાર્ય દુબલિકા-પુષ્યમિત્ર સ્વાધ્યાયોગ અને ધ્યાનગના વિશિષ્ટ સાધક હતા. નવ પૂર્વના જ્ઞાતા હતા. તેમના ગુરુ આચાર્ય આર્ય રક્ષિતસૂરિ હતા. આચાર્ય દુર્બલિકાપુષ્પમિત્રને જન્મ વીરનિર્વાણ સં. પ૫૦માં મંદસૌરમાં થયો હતો. તેમના પિતા બૌદ્ધધર્મી હતા. પિતે આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી જૈનધમી બની દીક્ષા અંગીકાર કરી હતી. સંયમજીવન સ્વીકાર્યા પછી તેમણે આર્ય રક્ષિતસૂરિ પાસે આગમ તેમ જ પૂર્વોને અભ્યાસ કર્યો. શાના અધ્યયનમાં નિરંતર ઉદ્યમી રહેવાથી અને પ્રબળ ધ્યાનસાધનાના પરિશ્રમથી તેમનું શરીર સંસ્થાન અત્યંત દૂબળું થઈ ગયું હતું. એકવાર તેમના સંસારી કુટુંબીજનોએ મુનિજીને આવા દૂબળા-પાતળા જેઈ આચાર્ય આર્ય રક્ષિતસૂરિને પૂછ્યું કે –“આ બહુ દૂબળા દેખાય છે. આપ તેમને સાત્વિક આહાર લેવાની મનાઈ કરતા હશે કે ખૂબ તપસ્યા કરાવતા હશે, એમ લાગે છે. " તેઓના સમાધાન ખાતર આચાર્યે તેમના ઘરેથી મંગાવી સાત્વિક મુનિ દુર્બલિકા પુષ્પમિત્રને આહાર કરાવ્યું અને પછી બતાવ્યું કે તેમના સતત સ્વાધ્યાયના પરિશ્રમથી આહાર બળી જાય છે. પણ પછી સ્વાધ્યાય બંધ કરાવી સાત્વિક આહાર લેવરાવતાં તેમનું શરીર ઠીક થયું. આમ, સતત સ્વાધ્યાયને કારણે જ શરીર દૂબળું રહે છે તેની પ્રતીતિ થઈ આચાર્ય આર્ય રક્ષિતસૂરિને ધૃલબ્ધિસંપન્ન શ્રી ઘનપુષ્યમિત્ર અને વસૂલબ્ધિસંપન્ન શ્રી વસ્ત્રપુષ્યમિત્ર નામે બે શિષ્ય હતા. તે બે સિવાય બીજા પણ ચાર પ્રમુખ શિવે હતા. દુર્બલિકાપુષ્પમિત્ર, ફલ્યુરક્ષિત, વિધ્યમુનિ અને ગષામાહિલ, દુર્બલિકાપુષ્પમિત્ર વિદ્યાવિનયાદિ ગુણોથી યુક્ત હતા તેથી તેમના ઉપર શ્રી આરક્ષિતસૂરિની વિશેષ કૃપા હતી. બુદ્ધિશાળી ફશુરક્ષિત એ આર્ય. 2010_04