SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત ૧૫૭ ત્યારે આર્ય રક્ષિત કહેવા લાગ્યા કે—“હે ભગવન! પૂર્વે મા નવ સંસ્કાર થઈ ગયા છે. હવે જેનેન્દ્રસંસ્કારથી આપ મારા શરીરને અલંકૃત કશે. પરંતુ એ સંબંધમાં મારે કંઈક કહેવાનું છે તે આપ લક્ષ્ય પૂર્વક સાંભળે. મિથ્યાહથી બધા લેકે મારા અનુરાગી છે. તેમ જ આ વૃત્તાંત રાજાના જાણવામાં આવતાં તે પણ કદાચ દીક્ષાને મુકાવે. કારણ કે સવજનની મમતા દુત્યજ્ય છે. માટે પિતાના બાળકરૂપ મને પ્રસન્ન થઈને દિક્ષા આપતાં આપને અન્ય દેશમાં વિચરવું પડશે, કારણ કે તેથી શાસનની લઘુતા ન થાય.” આચાર્યશ્રીએ આ વાતને સ્વીકાર કરી, નગર બહાર જઈને આર્યરક્ષિત પંડિતને દીક્ષા આપી અને પછી આ નવદીક્ષિત મુનિને આગળ કરી તરત જ અન્યત્ર વિહાર કર્યો. ત્યાં ગુરુમહારાજે તેમને મૂળસહિત અંગ-ઉપાંગ આદિ ગ્રન્થ અને તેવાં તેવાં તપવિધાનથી કેટલાંક પૂર્વો પણ ભણવ્યાં. તેઓ વિનયપૂર્વક પિતાના આચારને પાળવા લાગ્યા અને વ્રતના સ્વરૂપને પણ બરાબર સમજી શક્યા. પછી શેષ પૂર્વેને અભ્યાસ કરવા ગુરુમહારાજે તેમને આચાર્યશ્રી વજીસ્વામી પાસે જવા આજ્ઞા આપી. આથી તેમણે ઉજ્જયિની તરફ વિહાર કરતાં રસ્તામાં એક ગામમાં ગીતાર્થ મુનિઓ સાથે શ્રી ભદ્રગુપ્તસૂરિના ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. ત્યાં તેમને ઓળખી જઈ શ્રી ભદ્રગુપ્તસૂરિએ ભેટીને કહ્યું કે-“હે પૂર્વાભિલાષી આર્ય રક્ષિત ! તને કુશળતા છે ને? આ મારી અંતિમ અવસ્થામાં તું મારે સહાયક થઈને મને મદદ કર. કારણ કે કુલીન પુરુષની એવી ફરજ હોય છે.” આર્યરક્ષિતમુનિએ તે કબૂલ્યું અને એકાગ્રચિત્તથી તેમની સેવા કરવા લાગ્યા. એક વખત આચાર્ય ભદ્રગુપ્તસૂરિએ આર્ય રક્ષિત મુનિને કહ્યું કે—“હે વત્સ! તારી વૈયાવચથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે મારે તને કંઈક ગુપ્ત કહેવાનું છે, તે સાવધાન થઈને સાંભળ. વાસ્વામી પાસે તારે અભ્યાસ તે કરે, પરંતુ તું હંમેશાં અલગ ઉપાશ્રયમાં આહાર, પાણી અને શયન કરજે. કારણ કે તેમની મંડળીમાં એક વાર પણ જે આહાર કરે અને રાત્રે તેમની પાસે શયન કરે તેને શ્રી વાસ્વામીના સાન્નિધ્યના પ્રભાવે એવે વૈરાગ્ય પ્રગટે કે તે પણ આચાર્ય સ્વામી સાથે અણસણ સ્વીકારવા તૈયાર થઈ જાય અને તેમની સાથે જ કાળધર્મ પામવાનું વિચારે. તું પ્રભાવક અને જિનશાસનરૂપ મહાસાગરને કૌસ્તુભમણિ સમાન છે. વળી તું સંઘને આધાર થવાનો છે. માટે મારું વચન માન્ય કરજે એમ હું ઈચ્છું છું.” ત્યારે સૂરિમહારાજના ચરણે શિર નમાવી તેમણે કહ્યું કે –“હે પ્રભો! આપનું એ વચન મરે શિરોધાર્ય છે.” પછી શ્રી ભદ્રગુપ્તસૂરિ કાળધર્મ પામ્યા. મુનિ આર્યરક્ષિત શ્રી વાસ્વામી સૂરિ પાસે અભ્યાસ કરવા ચાલ્યા. એવામાં શ્રી વાસ્વામીએ સ્વપ્ન જોયું, અને પિતાના શિખેને જણાવ્યું કે_“આજે પાયસથી પૂર્ણ ભરેલ પાત્રથી મેં આવેલ અતિથિને પારણું કરાવ્યું, એટલે તેમાં અલ્પ માત્ર શેષ રહ્યું. તે એ સ્વપ્નને વિચાર કરતાં મને લાગે છે કે, આજે કઈ પ્રા અતિથિ મારી પાસે આવીને મોટા ભાગનું શ્રુત ગ્રહણ કરશે અને અલ્પ માત્ર બાકી રહેશે.” આ પ્રમાણે આચાર્ય વાસ્વામી બેલતા હતા ત્યાં મુનિ આર્ય રક્ષિત આવ્યા. અપૂર્વ અતિથિને જેઈ વજીસ્વામી સૂરિએ આર્ય રક્ષિતને આવકાર આપતાં કહ્યું કે –“હે ભદ્ર! તમે ક્યાંથી આવે છે ?” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249066
Book TitleAryarakshitsuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size231 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy