________________
૧૬૦
શાસનપ્રભાવક
આચાર્ય આર્ય રક્ષિતસૂરિના શિષ્ય સમુદાયમાં ઘતપુષ્પમિત્ર અને વસ્ત્રપુષ્પમિત્ર નામના બે લબ્ધિવંત મુનિઓ હતા. વળી તે ગચ્છમાં ચાર પ્રા મુનિવરે હતા તે દુર્બલિકાપુષ્યમિત્ર, વિધ્યમુનિ, ફલ્યુરક્ષિત અને શુક્રાચાર્યને ધર્મશાસ્ત્રને જીતનાર ગોષ્ટામાહિલ. તેમાંના મહાજ્ઞાની વિધ્યમુનિએ ગુરુને વિજ્ઞપ્તિ કરી કે –“હે ભગવન! અનુયેગની માટી મંડળીમાં પાડના ઘોષથી મારો મૃતપાઠ અલિત થાય છે. માટે મને અલગ પાઠ આપો.” ત્યારે ગુરુ બોલ્યા–“હુ પિતે તમારી આગળ વ્યાખ્યાન આપતાં મોટી મંડળીનું શી રીતે ઉલ્લંઘન કરું? માટે ઉપાધ્યાય દુર્બળ પુષ્પમિત્ર તમારા વાચનાચાર્ય થશે; તેમની પાસે શીધ્ર અભ્યાસ કરે.” એક વખત દુર્બળ પુષ્પમિત્રે અંજલિ જેડી ગુરુને એકાંતમાં કહ્યું કે –“હું વાચનામાં વ્યગ્ર હેવાથી મારે પિતાનો અભ્યાસ ભૂલી જાઉં છું. જે આપ એને મારી પાસે વાચના અપાવશે તો મારું નવમું પૂર્વ અવશ્ય વિસ્મૃત થઈ જશે.' એ સાંભળી આચાર્ય ચિંતવવા લાગ્યા કે, આવા બુદ્ધિશાળી મુનિ પણ જો આગમને ભૂલી જશે તે બીજાથી તે કેમ ધારણ કરી શકાશે?
(શ્રી આર્યરક્ષિતસૂરિ સાડા નવ પૂર્વના જ્ઞાતા હતા. તેથી શરીરવિજ્ઞાન, ગતિવિજ્ઞાન તથા માનસવિન વગેરેના ઊંડા જાણકાર હતા. તેમણે વિચાર્યું કે, એક તે પડતો કાળ છે. બાર બાર વર્ષોના દુષ્કાળ પડવાથી શ્રુતજ્ઞાનમાં મેટે હાસ થયો છે અને હવે કદાચ આવા એક-બે દુષ્કાળ પડશે તો શ્રતજ્ઞાનનો સર્વથા નાશ થશે. બીજું, સંહનનબળ પણ ઘટતું જાય છે. દુર્બળિકાપુષ્પમિત્ર જેવા બુદ્ધિમાન મુનિઓ પૂર્વધર બન્યા છતાં દૂબળા રહે છે. અને વાચના આપવાની અશકિત દર્શાવે છે. મહાજ્ઞાની વિધ્યમુનિને પણ સ્મૃતિદેષ થઈ જાય છે ત્રીજું, જિનાગમનું પ્રત્યેક સૂત્ર અનંત અર્થોથી ભરેલું છે, ગભીર છે, દરેક સૂત્રમાં ઓછામાં ઓછા ૧. દ્રવ્ય, ૨. ચરણકરણ, ૨. ગણિત અને ૪. ધર્મકથા–એ ચાર અનુયોગે તે છે જ. એ દરેકને ધારણ કરે એવી બુદ્ધિવાળા મુનિઓ છેડા છે. એટલે એ ચાર અનુયેની રક્ષા કરવા જતાં સૂત્રની રક્ષા કરવી મુશ્કેલ થઈ પડશે. એથું, કતધ સ્થવિર છે, વૃદ્ધ છે અને નાગેન્દ્ર વગેરે મુનિએ બિલકુલ નવા છે. તેઓને બને તેટલા ઓછા સમયમાં શ્રતજ્ઞાન આપી દેવું જોઈએ. કાળ થડે છે અને કામ ઘણું છે.
આ રીતે શ્રી આર્ય રક્ષિતસૂરિએ ગંભીર વિચાર કર્યો. સમકાલીન પ્રભાવક આચાર્યોની સંમતિ લીધી. દરેક સૂત્રપાઠને એકેક પ્રધાન અર્થ કાયમ રાખી, ગૌણ અને જતા કર્યા, અને એ રીતે દરેક આગમને ચાર અનુગમાં વહેંચી નાખ્યા, જે આ પ્રમાણે હતા—૧. દ્રવ્યાનુયોગ : દષ્ટિવાદ. ૨. ચરકરણાગ : ૧૧ અંગે, છેદસૂત્ર, મહાકલ્પ, ઉપાંગે, મૂળસૂત્ર; ૩. ગણિતાનુગ : - સૂર્યપ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ અને ૪. ધર્મકથાનુગ : કષિભાસિત, ઉત્તરાધ્યયન. આ અનુગ * યુગપ્રધાનાચાર્ય શ્રી આર્યરક્ષિતસૂરિએ વીરનિર્વાણ સં. પર (લગભગ)માં જુદા પાડ્યા છે
અને આગને ચિરંજીવ બનાવ્યા છે. આ અનુગ પ્રમાણે જ વર્તમાનમાં આગમનું પઠન-પાઠન થાય છે. આ સ્તુત્ય કાર્ય દશપુર (મંદસૌર) નગરમાં નાની સરખી ત્રીજી આગમવાચનાના સમયે થયું હતું. તેમાં વાચનાચાર્ય નંદિસૂરિ, ગણાચાર્ય વજાસેનસૂરિ આદિ પ્રભાવક શ્રમણભગવંતો ઉપસ્થિત હતા. )
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org