________________
શ્રમણભગવંત
૧૫૫ ,
પર્વત પર ગયા અને ત્યાં અનશનપૂર્વક બધા સાધુઓ અને આચાર્ય સ્વામી સ્વર્ગવાસ પામ્યા.
આ ઘટના બન્યા પછી સૌધર્મેન્દ્રદેવે અહીં આવી રથ વડે આ ગિરિરાજની પ્રદક્ષિણા કરી. આથી આ ગિરિરાજ ત્યારથી રાવર્તગિરિ નામે પ્રસિદ્ધ થયે. આચાર્ય વજાસ્વામીના સ્વર્ગવાસ પછી દશમું પર્વ, ચોથું સંસ્થાન અને ચોથું પંહનન વિચ્છેદ પામ્યું હતું. (“પ્રભાવકચરિત્રને આધારે.)
[ શ્રી વાસ્વામીના સ્વર્ગવાસ સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં કઈ ઉલ્લેખ નથી. પણ યુગપ્રધાન પટ્ટાવલીઓમાં એ બધી વાતનો ખુલાસો કરેલ છે. શ્રી વાસ્વામી પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા. એમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંનાં ૮ વર્ષ ગૃહપર્યાયમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણપર્યાયમાં અને ૩૬ વર્ષ સુગપ્રધાનપર્યાયમાં વ્યતીત થયાં હતાં. તેમને જન્મ વરનિર્વાણ સં. ૬માં, સં. ૨૦૪માં દીક્ષા, સં. પ૪૮માં યુગપ્રધાનપદ અને સં. ૧૮૪ (વિ. સં. ૧૧૪)માં આ અંતિમ દશ પૂર્વધર આચાર્યને સ્વર્ગવાસ થયો હતો.–પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. ]
જેમના દ્વારા ચાર અનુયોગોમાં વિભાજિત આગમાં અદ્યાપિપર્યત પ્રવર્તી
રહ્યાં છે એવા યુગપ્રભાવક આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ
અવંતિ (માળવા) દેશમાં દશપુર નામે નગર હતું. તેમાં વિશિષ્ટ બુદ્ધિવાળે સમદેવ નામે પુરેહિત રહેતો હતો. તેને રુદ્રમા નામે પ્રિયા હતી. તેને બે પુત્રો થયા. તેમાં પહેલો આર્ય રક્ષિત અને બીજે ફશુરક્ષિત હતે. પુહિતે બંનેને અંગસહિત વેદ ભણાવ્યા. આર્યરક્ષિત પિતે વિદ્વાન થયા અને વિશેષ અભ્યાસ માટે પાટલિપુત્ર ગયા. ત્યાં દિવ્યબાની ફુરણાથી અલ્પકાળમાં ગુપ્ત વેદપનિષદને પણ અભ્યાસ કર્યો અને ઉપાધ્યાયની અનુજ્ઞા લઈ પિતાને ગર પાછા ફર્યા. રાજ્યના પુરોહિતે આર્ય રક્ષિતની પ્રકાંડ વિદ્વત્તાનું રાજને નિવેદન કરતાં રાજા પોતે હાથી પર ચડી તેની સામે આવ્યો. અને રાજાએ મહેરાવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. અનુક્રમે તે પિતાના આવાસમાં આવ્યું.
તેની માતા રુકમા જીવાજીવાદિક નવ તત્ત્વના વિસ્તારને જાણનારી શ્રાવિકા હતી. તે સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતાં પોતાના પુત્રને જોઈને પણ, સામાયિક-ભંગને લીધે, આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામી આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે–અભ્યાસ કરેલ સહુ શા મારે મન તુચ્છ જેવાં છે કે જેથી મારી માતા તે સંતોષ ન પામી ! ” એમ ધારીને એ કહેવા લાગ્યા કે—“હે માતા ! તમે ઉદ્વિગ્ન કેમ દેખાઓ છે? સંતુષ્ટ કેમ નથી ?” ત્યારે માતા બોલી કે “દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં?' ત્યારે આર્યરક્ષિતે કહ્યું “તે હવે વિલંબ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org