Book Title: Aryarakshitsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 5
________________ શ્રમણભગવતે વૈરાગ્યથી કહેવા લાગ્યા કે, “હે ફલ્યુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મોહ કે? અથવા કયે સુજ્ઞ પિતાના અધ્યયનમાં અંતરાય કરે? અસાર વસ્તુને માટે સારી વસ્તુને ત્યાગ કરવાની કેઈ ઇચ્છા ન કરે. તું જે મારા પર સ્નેહ ધરાવતું હોય તે મારી પાસે રહે અને દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તુ દીક્ષા ધારણ કરી લે.” ત્યારે તેણે તે પ્રમાણે કબૂલ કરતાં આર્યરક્ષિતમુનિએ પિતાના બંધુને તરત દીક્ષા આપી. આર્ય રક્ષિત પિતે ભારે બુદ્ધિશાળી હતા, છતાં જવિક અધ્યયનપાથી તે અત્યંત થાકી ગયા એટલે તેમણે આચાર્ય વજસ્વામીને પૂછ્યું કે–“હે ભગવન્! હજી કેટલું અધ્યયન બાકી છે?” ત્યારે ગુરુએ કહ્યું કે તમારે પૂછવાની શી જરૂર છે? અભ્યાસ કર્યા કરે.” આથી તેઓ ફરીથી અભ્યાસ કરવા લાગ્યા. પછી કેટલાક સમય વ્યતીત થયા બાદ તેમણે ગુરુમહારાજને ફરીથી પૂછ્યું, એટલે શ્રી વાસ્વામી સૂરિએ કહ્યું કે –“તમે તે હજી સરસવ જેટલું ભણ્યા છે અને મેરુ જેટલું બાકી છે. માટે મારું વચન સાંભળો. સંબંધીઓના અલ્પ મહેને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારે છે તે કાંજીથી દૂધ, લવણથી કપૂર, ચણેકથી સુવર્ણ, ક્ષારભૂમિથી રત્ન ખાણ અને ધતૂરાને બદલે ચંદનને ત્યાગ કરવા જેવું કરે છે. માટે અભ્યાસ કરે. મૃતસાગરના મધ્યભાગને પામતાં સદ્દજ્ઞાનરૂપને ફળરૂપે પામી શકશે.” આ સાંભળી તેમણે કેટલાક દિવસ સુધી ભારે પશ્ચિમપૂર્વક અભ્યાસ કર્યો. એવામાં તેમના લઘુબંધુએ માતા પાસે આવવાની પુનઃ પ્રેરણા કરી. એટલે આર્ય રક્ષિતમુનિએ શ્રી વાસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે–“હે સ્વામિન્ ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મેકલાની કૃપા કરે. તેઓને મળીને હું અભ્યાસ કરવાને સત્વરે પાછો આવીશ.” શ્રી વાસ્વામીએ આર્ય રક્ષિતમુનિનું વચન સાંભળી શ્રતમાં ઉપગ મૂક્યો. તેથી તેમના જાણવામાં આવ્યું કે એ ફરી પાછા આવતાં મને મળી શકશે નહીં. કારણ કે મારું આયુષ્ય હવે અલ્પ છે. એટલે અભ્યાસ કરવાની જ એની યોગ્યતા છે. તેથી દશમું પૂર્વ મારી પાસે જ રહી જશે.” એમ ધારીને તેમણે કહ્યું કે –“હે વત્સ! તું જા. તારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. અત્યારે તારા જે બુદ્ધિશાળી બીજો કઈ નથી તેથી તેને અભ્યાસ કરાવવાની અમારી ઇચ્છા થઈ નહિ તે આટલી પ્રાપ્તિ ક્યાંથી થાય? હવે તને માર્ગમાં કાંઈ બાધા ન થાઓ.” એમ સાંભળી ગુરુના ચરણે નમી આર્ય રક્ષિત પિતાની જન્મભૂમિ તરફ ચાલ્યા અને વિચરતાં વિચરતાં પિતાના બંધુ સહિત પાટલિપુત્ર નગરે પધાર્યા. ત્યાં સાડા નવ પૂર્વ ભણું આવેલા અને ગુણના નિધાન એવા મુનિ આર્ય રક્ષિત પિતાના ગુરુ તોસલિપુત્ર આચાર્યને મળ્યા. તસલિપુત્ર તેમને આચાર્યપદે સ્થાપી સ્વર્ગે સંચર્યો. ત્યાર પછી આચાર્ય આર્ય રક્ષિતસૂરિ દશપુરનગરમાં પધાર્યા. ફગુરક્ષિતમુનિએ આગળથી માતાને સમાચાર આપ્યા હતા કે –“તમારા પુત્ર આચાર્ય થઈને આવ્યા છે.” આચાર્ય આર્ય રક્ષિતસૂરિ પધારતાં, તેમને મુનિશધારી જેઈ, માતા હર્ષથી રોમાંચિત થયાં. સોમદેવ પુરોહિત પણ ત્યાં આવ્યા. માતા-પિતા વગેરેને અનેક પ્રકારે મનુષ્યજન્મની દુર્લભતા સમજાવી, પ્રતિબોધ પમાડી, સામાયિક વ્રતના ઉચ્ચારપૂર્વક તેમને દીક્ષા આપી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8