Book Title: Aryarakshitsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 8
________________ શાસનપ્રભાવક અન્ય મુનિઓએ, પિતા-ભાઈ મહારાજ અને સાધવીઓએ મધુર વચને શિખામણ આપી. એ પ્રમાણે ગરછની વ્યવસ્થા કરી આર્યરક્ષિતસૂરિએ પ્રાતઃકાળે અનશન આદર્યું અને જન્મસ્થળ મંદસૌરમાં જ વીરનિર્વાણ સં. ૨૯૭માં તેઓ સ્વર્ગે સિધાવ્યા. પછી શ્રી પુષ્પમિત્રસૂરિ ગચ્છને પ્રવર્તાવવા લાગ્યા. તેમણે ગુરુ કરતાં પણ અધિક ગચ્છને સમાધિ ઉપજાવી. જ્યારે શ્રી શેષ્ટામહિલ વિરોધી થઈને સાતમે નિદ્ભવ થશે. (“પ્રભાવકચરિત્રને આધારે ). [ આચાર્ય આર્યશક્ષિતસૂરિ ૧ભા યુગપ્રધાન હતા. વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલ્લીમાં તેમનું સંપૂર્ણ આયુષ્ય 75 વર્ષનું હતું, જેમાં 22 વર્ષ ગૃહમાં, 44 વર્ષ મુનિપણામાં અને 13 વર્ષ યુગપ્રધાનપદે વ્યતીત થયાં. તેમને જન્મ વીરનિર્વાણ સં. પર૨ (વિ. સં. પ૨)માં, દીક્ષા વીરનિર્વાણ સં. પ૪૪ (વિ. સં. ૭૪)માં, યુગપ્રધાન આચાર્યપદ વીરનિર્વાણ સં. 584 (વિ. સં. ૧૧૪)માં અને સ્વર્ગવાસ વિરનિર્વાણ સં. 197 (વિ. સં. ૧૨૭)માં થયે હત–પં. કલ્યાણવિજયજી મહારાજને આધારે. ] જ્ઞાન-દયાનમાં સતત રત અને વિદ્યાવિનયમાં ઉત્કૃષ્ટ યુગપ્રધાન આચાર્યશ્રી દુર્બલિકા-પુષ્પમિત્રસૂરિજી મહારાજ આચાર્ય દુબલિકા-પુષ્યમિત્ર સ્વાધ્યાયોગ અને ધ્યાનગના વિશિષ્ટ સાધક હતા. નવ પૂર્વના જ્ઞાતા હતા. તેમના ગુરુ આચાર્ય આર્ય રક્ષિતસૂરિ હતા. આચાર્ય દુર્બલિકાપુષ્પમિત્રને જન્મ વીરનિર્વાણ સં. પ૫૦માં મંદસૌરમાં થયો હતો. તેમના પિતા બૌદ્ધધર્મી હતા. પિતે આર્ય રક્ષિતસૂરિના ઉપદેશથી જૈનધમી બની દીક્ષા અંગીકાર કરી હતી. સંયમજીવન સ્વીકાર્યા પછી તેમણે આર્ય રક્ષિતસૂરિ પાસે આગમ તેમ જ પૂર્વોને અભ્યાસ કર્યો. શાના અધ્યયનમાં નિરંતર ઉદ્યમી રહેવાથી અને પ્રબળ ધ્યાનસાધનાના પરિશ્રમથી તેમનું શરીર સંસ્થાન અત્યંત દૂબળું થઈ ગયું હતું. એકવાર તેમના સંસારી કુટુંબીજનોએ મુનિજીને આવા દૂબળા-પાતળા જેઈ આચાર્ય આર્ય રક્ષિતસૂરિને પૂછ્યું કે –“આ બહુ દૂબળા દેખાય છે. આપ તેમને સાત્વિક આહાર લેવાની મનાઈ કરતા હશે કે ખૂબ તપસ્યા કરાવતા હશે, એમ લાગે છે. " તેઓના સમાધાન ખાતર આચાર્યે તેમના ઘરેથી મંગાવી સાત્વિક મુનિ દુર્બલિકા પુષ્પમિત્રને આહાર કરાવ્યું અને પછી બતાવ્યું કે તેમના સતત સ્વાધ્યાયના પરિશ્રમથી આહાર બળી જાય છે. પણ પછી સ્વાધ્યાય બંધ કરાવી સાત્વિક આહાર લેવરાવતાં તેમનું શરીર ઠીક થયું. આમ, સતત સ્વાધ્યાયને કારણે જ શરીર દૂબળું રહે છે તેની પ્રતીતિ થઈ આચાર્ય આર્ય રક્ષિતસૂરિને ધૃલબ્ધિસંપન્ન શ્રી ઘનપુષ્યમિત્ર અને વસૂલબ્ધિસંપન્ન શ્રી વસ્ત્રપુષ્યમિત્ર નામે બે શિષ્ય હતા. તે બે સિવાય બીજા પણ ચાર પ્રમુખ શિવે હતા. દુર્બલિકાપુષ્પમિત્ર, ફલ્યુરક્ષિત, વિધ્યમુનિ અને ગષામાહિલ, દુર્બલિકાપુષ્પમિત્ર વિદ્યાવિનયાદિ ગુણોથી યુક્ત હતા તેથી તેમના ઉપર શ્રી આરક્ષિતસૂરિની વિશેષ કૃપા હતી. બુદ્ધિશાળી ફશુરક્ષિત એ આર્ય. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8