Book Title: Arjava Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૧૦૬ જિનતત્ત્વ તરીકે ઉપયોગ થાય છે. એટલે જ કહ્યું છે : In character, in manners, in style, in all things, the supeme excellence in simplicity. શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં આર્જવને મહાન ઔષધિ તરીકે ઓળખાવ્યો છે : तदार्जव महौषध्या जगदानंदहेतुना । સરળતાને મૃદુતા સાથે સંબંધ છે. મૃદુતા હોય તો જ સરળતા આવે. જેમના જીવનમાં મૃદુતા ન હોય તેમના જીવનમાં સરળતા આવે નહીં અને આવે તો ટકે નહીં. જીવનમાંથી વક્રતાને કાઢવા માટે મૃદુતા સહાયરૂપ છે. ઉદાહરણ આપવામાં આવે છે કે લોઢાનો સળિયો વાંકો હોય અને તેને સીધો કરવા માટે ટીપવામાં આવે તો વાર લાગે છે, પણ એને ગરમ કર્યા પછી એટલે કે મૃદુ કર્યા પછી ટીપવામાં આવે તો વાર લાગતી નથી. વળી, સહિષ્ણુતા એ સરળતાની કસોટી છે. માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે, પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થાય છે, પોતાનું ખરાબ બોલાશે એવી ચિંતા થાય છે, પોતાને મોટો ગેરલાભ થવાનો ભય ઉપસ્થિત થાય છે ત્યારે સરળતા મૂકી દે છે અને અસત્ય, દંભ, માયાચારનો આશ્રય લે છે. ગાંધીજીએ કહ્યું છે કે self-suffering is the truest test of sincerity. સરળતાના ગુણવાળી વ્યક્તિ સહન કરવા માટે તૈયાર હોવી જોઈએ. તે સર્વ રીતે નિર્ભય હોય છે, હોવી જોઈએ. મનુષ્યના મનમાં જ્યાં સુધી રાગ, આસક્તિ, લોભ ઇત્યાદિ પડેલાં છે ત્યાં સુધી ઉત્તમ પ્રકારની સરળતા સુધી તે પહોંચી શકતો નથી. સામાન્ય પ્રકારની સરળતા ઘણામાં જોવા મળશે, પણ એવી સરળતાને સાધના દ્વારા વધારે વિશુદ્ધ પરિણામવાળી બનાવવી જોઈએ; બનાવી શકાય છે. આસક્તિ અને તેમાં પણ સૂક્ષ્મ આસક્તિ સહેલાઈથી છૂટતી નથી. સ્થૂલ અને સૂક્ષ્મ આસક્તિના પણ ઘણા પ્રકારો છે. એમાં એકમાંથી છૂટવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી આસક્તિમાં માણસ સપડાય છે. આસક્તિઓને ચોરનાં સૂંબડાં સાથે સરખાવવામાં આવે છે. એક ચોરે કોઈ ખેતરમાંથી ઘણાં તુંબડાં ચોરી લીધાં, પણ એ ભાગતો હતો ત્યાં ખેડૂતને ખબર પડી. તે પાછળ પડ્યો. ચોરે તળાવમાં જઈ તુંબડાં સંતાડવાનો પ્રયત્ન કર્યો, પણ તરવાના સ્વભાવવાળું તુંબડું પાણીમાં નીચે દબાવીને રાખે ત્યાં બીજું તુંબડું ઉપર આવી જાય. આસક્તિઓ પણ એવી છે. એક દબાવો ત્યાં બીજી પ્રગટ થાય, એના ઉપર વિજય મેળવવા માટે ભારે માનસિક પુરુષાર્થ કરવાનો રહે છે. સરળતા એમાં સહાયક બને છે. જે માણસ સરળતા છોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9