Book Title: Arjava Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ આર્જવ ૧૫ સ્વભાવની સરળતા એ આત્માનો એક મોટામાં મોટો અને મહત્ત્વનો સદ્દગુણ છે, પરંતુ સંસારમાં જીવને ભરમાવનારા માણસો અને તત્ત્વો હોય છે. લુચ્ચો માણસ કાવી ગયાનું નજરે જોવા મળે છે ત્યારે ભોળા જીવો વિમાસણમાં પડી જાય છે. બીજી ફાવી ગયા અને આપણે રહી ગયા એ પ્રકારના અનુભવો અને અવલોકનો જીવને પાકો થવાની પ્રેરણા કરે છે. લુચ્ચાઈ, પક્કાઈ, બેઈમાની, અનીતિ ઇત્યાદિને હોંશિયારીમાં ખપાવાય છે અને મા-બાપ દ્વારા જ બાળકને જ્યારે તેના પાઠ ભણાવાય છે ત્યારે બાળકનો ઉછેર પણ તે રીતે થાય છે. જાતે છેતરાવું નહીં એ એક વાત છે અને બીજાને છેતરવો નહીં એ બીજી વાત છે. બીજાને છેતરીને સફળ થવાની સલાહ કુટિલ માણસો તરફથી અપાય છે. વ્યવહારમાં, સામાજિક કાર્યોમાં, વેપારમાં, રાજકારણમાં સરળતાભોળપણને દોષરૂપ ગણવામાં આવે છે. મૂર્ણત્વ અને સરળતા વચ્ચે ભેદ છે. પરંતુ સરળતા પણ રાજકારણમાં નિષિદ્ધ મનાય છે. જૂના વખતમાં રાજાઓને યુક્તિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવતી. ચાણક્યનીતિ સરળતાની વિરોધી છે. દુશ્મન રાજા સાથે સરળતા ન ચાલે. દુષ્ટ માણસો સાથે સરળતાનો વ્યવહાર ન હોઈ શકે. “ચાણક્યનીતિ'માં કહ્યું છે : नात्यन्तसरलैर्भाव्यं गत्वा पश्च वनस्थलीम् । छिद्यन्ते सरलास्तत्र कुजास्तिष्ठन्ति पादपाः ।। [માણસે અત્યંત સરળ ન થવું જોઈએ. વનમાં જઈને જુઓ. ત્યાં સીધાં સરળ વૃક્ષો છેદાય છે. વાંકાં વૃક્ષો ઊભાં રહે છે. એટલે કે બચી જાય છે. ] માણસ જંગલમાં લાકડાં કાપવા જાય તો સીધાં વૃક્ષો, સીધી ડાળીઓ તરત કાપવા લાગે છે. જેમાં મહેનત પડે એમ હોય એવાં વૃક્ષોને છોડી દેવામાં આવે છે. વાંકા માણસોને કોઈ સતાવતું નથી. સીધી આંગળીએ નહીં, વાંકી આંગળીએ થી નીકળે છે – એવી લોકોક્તિઓ માણસને કુટિલતાના પાઠ શીખવે છે અને ભ્રમિત કરી નાખે છે. પરંતુ આવી નીતિરીતિનું જ્યારે પરિણામ આવે છે અને મોટી કિંમત ચૂકવવી પડે છે ત્યારે માણસની આંખ ખૂલે છે. કુટિલતા થોડો વખત ફાવી શકે છે, કાયમ નહીં. સરળતા હંમેશાં સફળતા અપાવે છે. કુટિલતા કાતરનું અને સરળતા સોયનું કામ કરે છે. તે સત્તા સૂવા, વાદેવા હર્તરી 1 સીધી લાકડીનો ચાલવા માટે અને વાંકી લાકડીનો બળતણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9