Book Title: Arjava Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ આર્જવ આર્જવ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે સરળતા. સંસ્કૃત નુ શબ્દ પરથી તે આવ્યો છે. નોર્મા માર્કવન | ઋજુ એટલે સરળ, આર્જવ એટલે સરળતા, નિષ્કપટપણું, અવક્રતા, નિખાલસતા, નિર્મળતા, નિદભતા. આર્જવા med Straightforwardness, honesety, sincerity, uprightness, simplicity, open-heartedness વગેરે. આર્જવ શબ્દના આ વ્યવહારુ અર્થ છે. આર્જવનો પરમાર્થ ધર્મ ને અધ્યાત્મના ક્ષેત્રે વધુ ગહન અને વધુ મહત્ત્વનો છે. જૈન દર્શનમાં ધર્મનાં દસ લક્ષણ અથવા દસ પ્રકારના યતિધર્મ જે બતાવવામાં આવ્યાં છે તેમાં આર્જવનું સ્થાન ત્રીજું છે. દસ લક્ષણી ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય અને (૧૦) બ્રહ્મચર્ય. આ દસે લક્ષણોને આત્મપુરુષાર્થ દ્વારા એની ઉત્તમ કોટિએ પહોંચાડવાનાં છે. સમ્યગુદર્શન માટે એ અનિવાર્ય છે. ગૃહસ્થજીવન કરતાં મુનિપણામાં એની વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટતાને અવકાશ વધુ રહે છે. એટલે જ પર્યુષણ પર્વ દરમ્યાન આ દસલક્ષણી ધર્મની આરાધના ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ દસે લક્ષણ પરસ્પર સંકળાયેલાં છે અને એકબીજાને સહાયક બને છે. શ્રી પૂજ્યપાદસ્વામીએ “સર્વાર્થસિદ્ધિ'માં આર્જવની વ્યાખ્યા આપતાં કહ્યું છે : વાસ્થવિતા »વ | અર્થાત્ યોગની અવક્રતા (સરળતા) એ આર્જવ છે. યોગ ત્રણ પ્રકારના છે : મનના, વચનના અને કાયાના. મન, વચન અને કાયાથી સરળપણું એ આર્જવ છે. મનમાં હોય તે જ પ્રમાણે વચનમાં આવે અને તે જ પ્રમાણે કાયાથી આચરણ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9