Book Title: Arjava
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249441/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આર્જવ આર્જવ સંસ્કૃત શબ્દ છે. એનો અર્થ થાય છે સરળતા. સંસ્કૃત નુ શબ્દ પરથી તે આવ્યો છે. નોર્મા માર્કવન | ઋજુ એટલે સરળ, આર્જવ એટલે સરળતા, નિષ્કપટપણું, અવક્રતા, નિખાલસતા, નિર્મળતા, નિદભતા. આર્જવા med Straightforwardness, honesety, sincerity, uprightness, simplicity, open-heartedness વગેરે. આર્જવ શબ્દના આ વ્યવહારુ અર્થ છે. આર્જવનો પરમાર્થ ધર્મ ને અધ્યાત્મના ક્ષેત્રે વધુ ગહન અને વધુ મહત્ત્વનો છે. જૈન દર્શનમાં ધર્મનાં દસ લક્ષણ અથવા દસ પ્રકારના યતિધર્મ જે બતાવવામાં આવ્યાં છે તેમાં આર્જવનું સ્થાન ત્રીજું છે. દસ લક્ષણી ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય અને (૧૦) બ્રહ્મચર્ય. આ દસે લક્ષણોને આત્મપુરુષાર્થ દ્વારા એની ઉત્તમ કોટિએ પહોંચાડવાનાં છે. સમ્યગુદર્શન માટે એ અનિવાર્ય છે. ગૃહસ્થજીવન કરતાં મુનિપણામાં એની વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટતાને અવકાશ વધુ રહે છે. એટલે જ પર્યુષણ પર્વ દરમ્યાન આ દસલક્ષણી ધર્મની આરાધના ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આ દસે લક્ષણ પરસ્પર સંકળાયેલાં છે અને એકબીજાને સહાયક બને છે. શ્રી પૂજ્યપાદસ્વામીએ “સર્વાર્થસિદ્ધિ'માં આર્જવની વ્યાખ્યા આપતાં કહ્યું છે : વાસ્થવિતા »વ | અર્થાત્ યોગની અવક્રતા (સરળતા) એ આર્જવ છે. યોગ ત્રણ પ્રકારના છે : મનના, વચનના અને કાયાના. મન, વચન અને કાયાથી સરળપણું એ આર્જવ છે. મનમાં હોય તે જ પ્રમાણે વચનમાં આવે અને તે જ પ્રમાણે કાયાથી આચરણ થાય. Page #2 -------------------------------------------------------------------------- ________________ આર્જવ ૧૦૩ આર્જીવની અન્ય વ્યાખ્યાઓ આ પ્રમાણે છે : આર્નવં મોનિપ્રદ: | માયાના ઉદયનો નિગ્રહ કરવો તે આર્જવ. મનોવવનવાયર્મનમોદિત્યમાર્તવન્ – એટલે મન, વચન અને કાયાનાં કાર્યોમાં અકુટિલતા તેનું નામ આર્જવ. કહ્યું છે : મન મેં હોય સો વચન ઉચરિયે, વચન હોય સો તનસે કરિયે. જે મનમાં હોય તે પ્રમાણે વચન ઉચ્ચારવું જોઈએ અને વચન પ્રમાણે વર્તન હોવું જોઈએ. અલબત્ત, એ શુભ હોય તો જ આર્જવ કહેવાય. દુષ્ટ વિચાર પ્રમાણે દુષ્ટ વર્તન હોય તો તે આર્જવ ન કહેવાય. કોઈક લેખકે કહ્યું છે : ‘Sincerity is to speak as we think, to do as we pretend and profess, to perform what we promise, and really to be what we would seem and appear to be.' સરળતા ગૃહસ્થોમાં હોય કે ન હોય, મુનિઓમાં તો તે અવશ્ય હોવી જોઈએ. જેટલે અંશે મુનિમાં સરળતાની ન્યૂનતા તેટલે અંશે લક્ષ્મણા સાધ્વીની જેમ તેમના મુનિપણામાં ન્યૂનતા, દસવૈકાલિક સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું છે : पंचासव परिण्णाया तिगुत्ता छसु संजया । पंच निग्गहणा धीरा निग्गंथा उज्जुदंसिणो ।। [ પાંચ આશ્રવોને સારી રીતે જાણનાર, ત્રણ ગુપ્તિવાળા, છ જીવકાયના રક્ષક, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, ધીર એવા નિગ્રંથ મુનિ સરળ દૃષ્ટિવાળા હોય છે. શ્રી કુન્દકુન્દાચાર્યે ‘બારસ અણુવેકખામાં કહ્યું છે : मोत्तूण कुडिलभावं णिम्मल हिदयेण चरदि जो समणो । अज्जव धम्मं तड्यो तस्स दु संभवदि नियमेण #1 [ જે શ્રમણ કુટિલ ભાવોને છોડીને નિર્મળ હૃદયથી ચારિત્રનું પાલન કરે છે, એનો નિયમથી અવશ્ય આર્જવ નામનો ત્રીજો ધર્મ થાય છે. ] આર્જવ એટલે અવક્રતા. વક્રતા એટલે કુટિલતા અથવા માયાચાર. મનમાં કંઈક હોવું અને કહેવું કંઈક અથવા કરવું કંઈક તે માયાચા૨. પોતાના આશયોને છુપાવવા એ માયાચાર. પોતાની ઇચ્છા પાર પાડવા માટે, પોતાનું Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જિનતત્ત્વ કાર્ય સિદ્ધ કરવા માટે માયાચારી માણસ છળકપટનો આશ્રય લે છે. મોટા દગાબાજ દંભી માણસોનો માયાકષાય અત્યંત તીવ્ર હોય છે. કેટલાક સારા ગણાતા સંતમહાત્માઓ પણ લોકહિતને લક્ષમાં રાખી અમુક વાત ગુપ્ત રાખતા હોય છે અને જરૂર પડ્યે ગોળ ગોળ બોલતા હોય છે. એ તેઓનો માયાકષાય છે. અલબત્ત એ એટલો તીવ્ર નથી હોતો. માયાકષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન નામના ચાર પ્રકાર છે. આવી માયાને જે વશ નથી થતા તે પોતાના આર્જવ ગુણને પ્રગટ કરે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવ્યું છે : માવિના મતે વે જિંદગળચટ્ટ? [માયા ઉપર વિજય પ્રાપ્ત કરીને હે ભગવાન ! જીવ શું ઉત્પન્ન કરે છે ?]. ભગવાન કહે છે : माया विजएणं अज्जवं जणयइ । [માયા ઉપર વિજય મેળવીને જીવ આર્જવ અર્થાત્ સરળ સ્વભાવને ઉત્પન્ન કરે છે. ] x x x अज्जवयाए णं भंते ! जीवे किं जणयइ ? [ભગવાન ! આર્જવથી જીવ શું ઉત્પન્ન કરે છે ? ] ભગવાન ઉત્તર આપે છે : अज्जक्याएणं काउज्जुययं भावज्जुययं भासुज्जययं भासुज्जुययं अविसंवायणं [ આર્જવથી અર્થાત્ સરળ સ્વભાવથી જીવ કાયા, ભાવ (મન) અને (વચન)ની અવિસંવાદિતા (અવક્રપણું) ઉત્પન્ન કરે છે. ] કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે : जो चिंतेइ ण वंक ण कुणदि वंकं ण जंपदे वंकं । णय गोवदि णियदोसं अज्जव धम्मो हवे तस्स ।। [જે મનથી વક્ર ચિંતન નથી કરતા, કુટિલતાયુક્ત વક્ર કાર્ય નથી કરતા, વક્ર બોલતા નથી તથા પોતાના દોષોને ગોપવતા નથી એ આર્જવ ધર્મને પામે છે. ] Page #4 -------------------------------------------------------------------------- ________________ આર્જવ ૧૫ સ્વભાવની સરળતા એ આત્માનો એક મોટામાં મોટો અને મહત્ત્વનો સદ્દગુણ છે, પરંતુ સંસારમાં જીવને ભરમાવનારા માણસો અને તત્ત્વો હોય છે. લુચ્ચો માણસ કાવી ગયાનું નજરે જોવા મળે છે ત્યારે ભોળા જીવો વિમાસણમાં પડી જાય છે. બીજી ફાવી ગયા અને આપણે રહી ગયા એ પ્રકારના અનુભવો અને અવલોકનો જીવને પાકો થવાની પ્રેરણા કરે છે. લુચ્ચાઈ, પક્કાઈ, બેઈમાની, અનીતિ ઇત્યાદિને હોંશિયારીમાં ખપાવાય છે અને મા-બાપ દ્વારા જ બાળકને જ્યારે તેના પાઠ ભણાવાય છે ત્યારે બાળકનો ઉછેર પણ તે રીતે થાય છે. જાતે છેતરાવું નહીં એ એક વાત છે અને બીજાને છેતરવો નહીં એ બીજી વાત છે. બીજાને છેતરીને સફળ થવાની સલાહ કુટિલ માણસો તરફથી અપાય છે. વ્યવહારમાં, સામાજિક કાર્યોમાં, વેપારમાં, રાજકારણમાં સરળતાભોળપણને દોષરૂપ ગણવામાં આવે છે. મૂર્ણત્વ અને સરળતા વચ્ચે ભેદ છે. પરંતુ સરળતા પણ રાજકારણમાં નિષિદ્ધ મનાય છે. જૂના વખતમાં રાજાઓને યુક્તિ-પ્રયુક્તિઓ શીખવવામાં આવતી. ચાણક્યનીતિ સરળતાની વિરોધી છે. દુશ્મન રાજા સાથે સરળતા ન ચાલે. દુષ્ટ માણસો સાથે સરળતાનો વ્યવહાર ન હોઈ શકે. “ચાણક્યનીતિ'માં કહ્યું છે : नात्यन्तसरलैर्भाव्यं गत्वा पश्च वनस्थलीम् । छिद्यन्ते सरलास्तत्र कुजास्तिष्ठन्ति पादपाः ।। [માણસે અત્યંત સરળ ન થવું જોઈએ. વનમાં જઈને જુઓ. ત્યાં સીધાં સરળ વૃક્ષો છેદાય છે. વાંકાં વૃક્ષો ઊભાં રહે છે. એટલે કે બચી જાય છે. ] માણસ જંગલમાં લાકડાં કાપવા જાય તો સીધાં વૃક્ષો, સીધી ડાળીઓ તરત કાપવા લાગે છે. જેમાં મહેનત પડે એમ હોય એવાં વૃક્ષોને છોડી દેવામાં આવે છે. વાંકા માણસોને કોઈ સતાવતું નથી. સીધી આંગળીએ નહીં, વાંકી આંગળીએ થી નીકળે છે – એવી લોકોક્તિઓ માણસને કુટિલતાના પાઠ શીખવે છે અને ભ્રમિત કરી નાખે છે. પરંતુ આવી નીતિરીતિનું જ્યારે પરિણામ આવે છે અને મોટી કિંમત ચૂકવવી પડે છે ત્યારે માણસની આંખ ખૂલે છે. કુટિલતા થોડો વખત ફાવી શકે છે, કાયમ નહીં. સરળતા હંમેશાં સફળતા અપાવે છે. કુટિલતા કાતરનું અને સરળતા સોયનું કામ કરે છે. તે સત્તા સૂવા, વાદેવા હર્તરી 1 સીધી લાકડીનો ચાલવા માટે અને વાંકી લાકડીનો બળતણ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનતત્ત્વ તરીકે ઉપયોગ થાય છે. એટલે જ કહ્યું છે : In character, in manners, in style, in all things, the supeme excellence in simplicity. શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં આર્જવને મહાન ઔષધિ તરીકે ઓળખાવ્યો છે : तदार्जव महौषध्या जगदानंदहेतुना । સરળતાને મૃદુતા સાથે સંબંધ છે. મૃદુતા હોય તો જ સરળતા આવે. જેમના જીવનમાં મૃદુતા ન હોય તેમના જીવનમાં સરળતા આવે નહીં અને આવે તો ટકે નહીં. જીવનમાંથી વક્રતાને કાઢવા માટે મૃદુતા સહાયરૂપ છે. ઉદાહરણ આપવામાં આવે છે કે લોઢાનો સળિયો વાંકો હોય અને તેને સીધો કરવા માટે ટીપવામાં આવે તો વાર લાગે છે, પણ એને ગરમ કર્યા પછી એટલે કે મૃદુ કર્યા પછી ટીપવામાં આવે તો વાર લાગતી નથી. વળી, સહિષ્ણુતા એ સરળતાની કસોટી છે. માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય છે, પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થાય છે, પોતાનું ખરાબ બોલાશે એવી ચિંતા થાય છે, પોતાને મોટો ગેરલાભ થવાનો ભય ઉપસ્થિત થાય છે ત્યારે સરળતા મૂકી દે છે અને અસત્ય, દંભ, માયાચારનો આશ્રય લે છે. ગાંધીજીએ કહ્યું છે કે self-suffering is the truest test of sincerity. સરળતાના ગુણવાળી વ્યક્તિ સહન કરવા માટે તૈયાર હોવી જોઈએ. તે સર્વ રીતે નિર્ભય હોય છે, હોવી જોઈએ. મનુષ્યના મનમાં જ્યાં સુધી રાગ, આસક્તિ, લોભ ઇત્યાદિ પડેલાં છે ત્યાં સુધી ઉત્તમ પ્રકારની સરળતા સુધી તે પહોંચી શકતો નથી. સામાન્ય પ્રકારની સરળતા ઘણામાં જોવા મળશે, પણ એવી સરળતાને સાધના દ્વારા વધારે વિશુદ્ધ પરિણામવાળી બનાવવી જોઈએ; બનાવી શકાય છે. આસક્તિ અને તેમાં પણ સૂક્ષ્મ આસક્તિ સહેલાઈથી છૂટતી નથી. સ્થૂલ અને સૂક્ષ્મ આસક્તિના પણ ઘણા પ્રકારો છે. એમાં એકમાંથી છૂટવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી આસક્તિમાં માણસ સપડાય છે. આસક્તિઓને ચોરનાં સૂંબડાં સાથે સરખાવવામાં આવે છે. એક ચોરે કોઈ ખેતરમાંથી ઘણાં તુંબડાં ચોરી લીધાં, પણ એ ભાગતો હતો ત્યાં ખેડૂતને ખબર પડી. તે પાછળ પડ્યો. ચોરે તળાવમાં જઈ તુંબડાં સંતાડવાનો પ્રયત્ન કર્યો, પણ તરવાના સ્વભાવવાળું તુંબડું પાણીમાં નીચે દબાવીને રાખે ત્યાં બીજું તુંબડું ઉપર આવી જાય. આસક્તિઓ પણ એવી છે. એક દબાવો ત્યાં બીજી પ્રગટ થાય, એના ઉપર વિજય મેળવવા માટે ભારે માનસિક પુરુષાર્થ કરવાનો રહે છે. સરળતા એમાં સહાયક બને છે. જે માણસ સરળતા છોડી Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આર્જવ માયાચાર કરે છે તે પોતાનું હિત સાધી શકતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : નયન, વચન, આકારનું, ગોપન માયાવંત; જેહ કરે અસતી પરે, તે નહીં હિતકર તંત. સરળતા અને વક્રતા બંને ઓછાવત્તા પ્રમાણમાં કેટલાકમાં હોય છે. કોઈકમાં સરળતા વધુ અને વક્રતા ઓછી હોય છે, તો કોઈકમાં વક્તા વધુ અને સરળતા ઓછી હોય છે. એને માટે ચૌભંગી બતાવવામાં આવે છે; સરળ, સરળવદ, વક્રસરળ અને વક્ર. વક્રતા વાંસની શિગ જેવી, ઘેટાના શિગડા જેવી, ગોમૂત્રની ધાર જેવી અને દાતરડા જેવી એમ ચાર પ્રકારની શાસ્ત્રકારો બતાવે છે. એમાં ઉત્તરોત્તર વધુ વક્રતા જોવા મળે છે. વક્રતાને બીજના ચંદ્ર સાથે પણ સરખાવવામાં આવે છે. અને ચંદ્ર જેમ પોતાની વક્રતા રોજ ઓછી કરતો જાય છે તેમ સાધકે વક્રતા દૂર કરી પૂર્ણતા તરફ પહોંચવાનું છે. સાપની ગતિ વક્ર હોય છે, પણ દરમાં દાખલ થવા માટે સીધા થવું જ પડે છે, તેમ ધર્મના ક્ષેત્રે સરળતા અનિવાર્ય છે. પાશ્ચાત્ય ફિલસૂફ કાન્ટે કહ્યું છે : “Sincerity is the indispensable ground of all conscientiousness and by consequence of all heartfelty religion.' મનુષ્ય સ્વાર્થપરાયણ પ્રાણી છે. પોતાનો સ્વાર્થ સંતોષવા માટે એ અસત્ય કે અર્ધસત્યનો આશ્રય લે છે. ક્યારેક તે ઈરાદાપૂર્વક મૌન સેવે છે, ગોળ ગોળ બોલે છે અથવા હોય તેના કરતાં ભિન્ન રજૂઆત કરે છે. તે અતિશયોક્તિ કે અલ્પોક્તિનો ઉપયોગ, પ્રયોગ કરે છે. જ્યાં સ્વાર્થપ્રેરિત કાર્યો કે વાણી હોય ત્યાં સરળતા ન હોય, પોતાના સ્વાર્થ ખાતર માણસ હિંસા, ચોરી કે એવાં મોટાં પાપો કરતાં પણ અચકાતો નથી. તેવા માણસોથી સરળતા યોજનો દૂર હોય છે. જ્યાં મનમાં સ્વાર્થ નથી હોતો અને જગતના સર્વ જીવોના ભલાની ભાવના રમતી હોય છે ત્યાં કશું છુપાવવાનું હોતું નથી. એટલે આંતરબાહ્ય નિખાલસતા, પ્રામાણિકતા, પારદર્શિતા ત્યાં સ્વયમેવ વિકસે છે. ત્યાં સરળતા સ્વાભાવિક સ્વરૂપે પ્રકાશે છે. સામાન્ય વ્યક્તિમાં સરળતા અને વક્રતાના પ્રમાણમાં પ્રસંગ અને પરિસ્થિતિ અનુસાર વધઘટ થતી રહે છે. જ્યાં સુધી સ્વાર્થનો ચિત્તમાં ઉદય નથી થતો ત્યાં સુધી સરળ રહેવું અઘરું નથી. સ્વજનો સાથેના વ્યવહારમાં સરળ રહેનાર માણસ અન્ય સાથેના વ્યવહારમાં પાકો બની શકે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જિનતત્ત્વ ધનસંપત્તિની રેલમછેલ વખતની સરળતા આર્થિક મુશ્કેલીમાં ટકતી નથી. આ બધામાં અપવાદરૂપ મનુષ્યો પણ હોય છે. સાધુસંતો અને ગૃહસ્થ સાધકો પોતાની સરળતાને ટકાવી રાખે છે અને સંવર્ધિત કરે છે. જેમ પહેલાં ચિત્તમાં કુટિલતા હોય અને પછી સરળતા આવે એમ બને છે, તેમ પહેલાં સરળતા હોય અને પછી બીજા વિચારે કુટિલતા આવે એવી ઘટનાઓ પણ બને છે. જૂના વખતની એક ડોસી અને ઘોડેસવારની વાર્તા જાણીતી છે. જાત્રાએ ગયેલી ડોસી પોતાના માથે પોટલાનો ભાર લાગતાં પસાર થતાં ધોડેસવા૨ને કહે છે કે, ‘ભાઈ, મારું પોટલું જરા ગામ સુધી ઘોડા પર મૂકવા દે. હું થાકી ગઈ છું.’ ઘોડેસવારે ના પાડી અને ચાલતો થયો. પણ પછી એના મનમાં કપટ જાગ્યું. એને થાય છે કે, ‘ડોસીના પોટલામાં પૈસા-ઘરેણાં હશે. પોટલું લઈને ઘોડો દોડાવી જઈશ.’ એમ વિચારીને તે પાછો ડોસી પાસે આવ્યો. આ બાજુ ડોસી મનમાં વિચાર કરે છે કે, ‘સારું થયું સારું થયું મારું પોટલું ન આપ્યું. લઈને જો એ ભાગી જાય તો મારાં પૈસા-ઘરેણાં બધું જાય.’ ઘોડેસવારે પાછા આવી ડોસી પાસે પોટલું માગ્યું ત્યારે એના મોઢા પરના ભાવ સમજી લઈને ડોસીએ કહ્યું, ‘ભાઈ, હવે નથી આપવું. જે તને કહી ગયો એ મને પણ કહી ગયો છે.’ લાલચના પ્રસંગે માણસના મનમાં લુચ્ચાઈ પ્રગટતાં વાર નથી લાગતી. માણસનું ફળદ્રુપ ભેજું સ્વાર્થની અવનવી તરકીબો શોધી કાઢે છે. એટલે જ પ્રોભનો સામે પોતાની સરળતાને ટકાવી રાખવા માટે વિશિષ્ટ મનોબળ, આત્મબળ જોઈએ. શ્રમણ સમુદાયમાં પણ એમ મનાય છે કે ભગવાન ઋષભદેવના કાળના શ્રમણો જડ અને સરળ હતા. અજિતનાથથી પાર્શ્વનાથ ભગવાનના કાળના શ્રમણો પ્રાજ્ઞ અને સરળ હતા અને ભગવાન મહાવીર સ્વામીના કાળથી શ્રમણોમાં જડતા અને વક્રતા આવી ગઈ હતી. ઋષભદેવના કાળના શ્રમણોની સરલતાનું ઉદાહરણ આપવામાં આવે છે. એક વખત શૌચ માટે ગયેલા શ્રમણોને પાછા ફરતાં વાર લાગી તો ગુરુ મહારાજે પૂછ્યું, ‘કેમ આટલી બધી વાર લાગી ?' શિષ્યોએ કહ્યું, ‘ગુરુદેવ ! માર્ગમાં એક નટ નૃત્ય કરી રહ્યો હતો તે જોવા અમે ઊભા રહ્યા એટલે વાર લાગી.' ગુરુ મહારાજે કહ્યું, ‘આપણાથી નટનું નૃત્ય જોવા માટે ન ઊભા રહેવાય.' Page #8 -------------------------------------------------------------------------- ________________ આર્જવ ૧૯ કેટલાક દિવસ પછી ફરી એકવાર શિષ્યો મોડા આવ્યા ત્યારે ગુરુદેવે કારણ પૂછયું. શિષ્યોએ કહ્યું, “આપે નટનું નૃત્ય જોવાની ના પાડી હતી, પણ આજે માર્ગમાં એક નટડીનું નૃત્ય ચાલતું હતું એટલે તે જોવા અમે ઊભા રહ્યા હતા.' ગુરુ મહારાજે સમજાવતાં કહ્યું, “ભાઈ, નટનું નૃત્ય જોવાની ના પાડી ત્યારે એમાં નટડીના નૃત્યની વાત આવી જ ગઈ હતી.' શિષ્યોએ તરત પોતાની ભૂલ કબૂલ કરી લીધી. તેઓ પ્રાજ્ઞ નહોતા, પણ સરળ હતા. એવું જ બીજું એક દૃષ્ટાન્ત આપવામાં આવે છે. એક શિષ્ય ભિક્ષામાં ફક્ત એક જ વડું લાવ્યો અને ગુરુ મહારાજને બતાવ્યું. ગુરુ મહારાજે પૂછ્યું : શું આજે ભિક્ષામાં ફક્ત એક જ વડું તને કોઈએ આપ્યું ?” શિષ્ય કહ્યું, “ના મહારાજ ! વડાં તો વધુ આપ્યાં હતાં, પણ મને થયું કે એમાંથી અડધાં તો આપ મને આપશો જ. એટલે મેં મારા ભાગનાં ગરમાગરમ વડાં ખાઈ લીધાં. પછી થયું કે આપના ભાગનાં વડાં પણ આપ એકલા તો નહીં ખાઓ. એમ સમજીને એમાંથી અડધાં વડાં વળી પાછાં મેં ખાઈ લીધાં. રસ્તામાં એમ કરતાં કરતાં છેવટે આપના ભાગનું એક વડું રહ્યું તે લાવ્યો છું.' ગુરુએ કહ્યું, “મને મૂકીને આટલાં બધાં વડાં તારે ગળે ઊતર્યા કેવી રીતે ?' સરળ શિષ્ય કહ્યું, “બતાવું, ગુરુ મહારાજ ? આ રીતે ઊતર્યા.' એમ કહી શિષ્ય છેલ્લું વડું પણ ખાઈ લીધું. આ તો સરળતાના ભાવને સમજવા માટે માત્ર કાલ્પનિક દૃષ્ટાન્તો છે. સમજણ વગરની આ સરળતા છે. બાળકોની, મૂર્ખ માણસોની, ભોળા લોકોની, સામાન્ય સમજણવાળા લોકોની તથા જ્ઞાની પુરુષોની સરળતામાં પણ વિવિધ પ્રકારો હોય છે. આત્મજ્ઞાનમાંથી પરિણમતી અને આત્મજ્ઞાન તરફ લઈ જતી સરળતાનું જ મૂલ્ય મોક્ષમાર્ગમાં સવિશેષ છે. આત્માર્થી, મુમુક્ષુ જીવમાં સરળતા હોવી આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. સરળતાથી અન્ય ગુણો પ્રગટ થાય છે અને દોષોનું નિવારણ થાય છે. રસોડું 3gયમૂક્ષ્મ અર્થાત્ સરળતાથી શુદ્ધિ થાય છે. અસરળ જીવ જલદી આત્મહિત સાધી શકતો નથી. સરળ પરિણામી જીવ તત્ત્વના તાત્પર્યને તરત પામી શકે છે. વ્યાવહારિક બાહ્ય સરળતા કરતાં આંતરમનની દોષરહિત પારમાર્થિક સરળતા Page #9 -------------------------------------------------------------------------- ________________ 110 જિનતત્ત્વ જીવને અંતર્મુખ થવામાં અને આત્મહિત સાધવામાં ઉપકારક બને છે. માટે પારમાર્થિક સરળતા ઉપાદેય છે. આર્જવ જ્યારે તેની ઉત્તમ કોટિએ પહોંચે છે ત્યારે તે સમ્યક્દર્શન સહિત જ હોય છે. સરળતાથી ઉદારતા, મધ્યસ્થતા, વિશાળતા ઇત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે. સરળ જીવ પોતાના દોષોનું અવલોકન કરે છે અને તેનો સ્વીકાર કરી લે છે. તે દોષોને દૂર કરવા માટે તથા પોતાની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સતત જાગ્રત રહે છે. તે બીજાનો પ્રીતિપાત્ર બને છે. અસરળ જીવ પોતાના દોષોનો સ્વીકાર કરવાને બદલે બચાવ કરે છે. બૌદ્ધિક સ્તરે પોતાના દોષો સમજાતા હોવા છતાં તેના અંતરમાં તેને માટે પ્રીતિ રહે છે. એટલે જ તે બીજાની પ્રીતિ ગુમાવે છે. તત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો આર્જવ અર્થાત્ સરળતા એ આત્માનો સ્વભાવ છે, ગુણધર્મ છે. આત્માનો એ ગુણ હોવાથી નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવોમાં એ રહેલો છે. નિગોદમાં એ આવરાયેલો છે અને કેવલી ભગવંતો તથા સિદ્ધગતિના જીવોમાં એ પૂર્ણપણે પ્રકાશિત છે. પોતાનામાં રહેલા આર્જવના ગુણને પૂર્ણપણે પ્રકાશિત કરવાનું લક્ષ્ય આત્માથી જીવોનું હોવું જોઈએ.