Book Title: Arjava
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૦૪ જિનતત્ત્વ કાર્ય સિદ્ધ કરવા માટે માયાચારી માણસ છળકપટનો આશ્રય લે છે. મોટા દગાબાજ દંભી માણસોનો માયાકષાય અત્યંત તીવ્ર હોય છે. કેટલાક સારા ગણાતા સંતમહાત્માઓ પણ લોકહિતને લક્ષમાં રાખી અમુક વાત ગુપ્ત રાખતા હોય છે અને જરૂર પડ્યે ગોળ ગોળ બોલતા હોય છે. એ તેઓનો માયાકષાય છે. અલબત્ત એ એટલો તીવ્ર નથી હોતો. માયાકષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન નામના ચાર પ્રકાર છે. આવી માયાને જે વશ નથી થતા તે પોતાના આર્જવ ગુણને પ્રગટ કરે છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ભગવાનને પૂછવામાં આવ્યું છે : માવિના મતે વે જિંદગળચટ્ટ? [માયા ઉપર વિજય પ્રાપ્ત કરીને હે ભગવાન ! જીવ શું ઉત્પન્ન કરે છે ?]. ભગવાન કહે છે : माया विजएणं अज्जवं जणयइ । [માયા ઉપર વિજય મેળવીને જીવ આર્જવ અર્થાત્ સરળ સ્વભાવને ઉત્પન્ન કરે છે. ] x x x अज्जवयाए णं भंते ! जीवे किं जणयइ ? [ભગવાન ! આર્જવથી જીવ શું ઉત્પન્ન કરે છે ? ] ભગવાન ઉત્તર આપે છે : अज्जक्याएणं काउज्जुययं भावज्जुययं भासुज्जययं भासुज्जुययं अविसंवायणं [ આર્જવથી અર્થાત્ સરળ સ્વભાવથી જીવ કાયા, ભાવ (મન) અને (વચન)ની અવિસંવાદિતા (અવક્રપણું) ઉત્પન્ન કરે છે. ] કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે : जो चिंतेइ ण वंक ण कुणदि वंकं ण जंपदे वंकं । णय गोवदि णियदोसं अज्जव धम्मो हवे तस्स ।। [જે મનથી વક્ર ચિંતન નથી કરતા, કુટિલતાયુક્ત વક્ર કાર્ય નથી કરતા, વક્ર બોલતા નથી તથા પોતાના દોષોને ગોપવતા નથી એ આર્જવ ધર્મને પામે છે. ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9