Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ તેમ જ્ઞાનના પર્યાય બદલાય. છતાંય જ્ઞાન તો શુદ્ધ જ રહે છે, સંપૂર્ણ અને સર્વાગપણે. રૂપાંતર ને પરિવર્તનશીલમાં શું ફેર ? રૂપાંતર તો માત્ર પુદ્ગલને કે જે રૂપી છે તેને લાગુ પડે. બહારના ભાગને રૂપાંતર કહેવાય. એ રૂપાંતર જાડું છે. મૂળ પુદ્ગલ પરમાણુઓ પણ રૂપાંતર નથી થતા. એ પરિવર્તનશીલ જ છે ને મહીં પાછા શુદ્ધ જ છે. આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય એટલે આ ઈલેક્ટ્રિક બલ્બ છે એ વસ્તુ (દ્રવ્ય) કહેવાય. એની પ્રકાશ આપવાની શક્તિ એ ગુણ કહેવાય અને પ્રકાશમાં બધી વસ્તુઓ જુએ-જાણે એ પર્યાય કહેવાય. બલ્બ ત્યાંનો ત્યાં જ રહે. આ બધું અહીં આત્મા સંબંધી કતાય છે. સંસાર સંબંધી, કષાય સંબંધી બધે કંતાય પણ આત્મા સંબંધી તો અહીં જ કંતાય. છએ તત્ત્વો ભ્રમમાણ કરે છે, તેમાં કોઈ કોઈને હરકતકર્તા નથી કે મદદકર્તાય નથી. એકાકારેય થતાં નથી. બધાં શુદ્ધ જ છે. ફક્ત નિરંતર ફર્યા જ કરે છે, પરિવર્તનશીલ છે. આ પરમાણુઓ આ લોકમાં રીવોલ્વીંગ થયા (ફર્યા) કરે છે અને ચેતનનેય રીવોલ્વીંગ કર્યા કરે. બધા ભેગા થવાથી આવરણ આવે છે અને છૂટા પડવાથી મુક્ત થાય છે. છ સનાતન તત્ત્વોનું રીવૉલ્વીંગ એનું નામ જગત. આ છે બ્રહ્માંડના છ સનાતન તત્ત્વો : ૧) આત્મા - મૂળ ચેતન - અરૂપી ૨) જડ - પરમાણુ - એકમાત્ર રૂપી ૩) ધર્માસ્તિકાય (ગતિસહાયક) - જવા-આવવા માટે - અરૂપી ૪) અધર્માસ્તિકાય(સ્થિતિસાયક) - સ્થિર કરે તે - અરૂપી ૫) આકાશ - જગ્યા આપે તે - અરૂપી ૬) કાળ - કાળાણુ છે, પરિવર્તન લાવે - અરૂપી પાંચ તત્ત્વો અસ્તિકાય કહેવાય. કાળ તત્ત્વને અસ્તિકાય ના કહેવાય. આ બધી તીર્થકરોની શોધખોળ છે, કેવળજ્ઞાને કરીને ! છ તત્ત્વ હંમેશાં સત્ હોય. સત્ એટલે અવિનાશી અને અસત્ એટલે વિનાશી. આત્માને રિયલ સ્પેસ નથી. દેહધારીને, જીવાત્માને સ્પેસ હોય. જીવ અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો ત્યારે એને પહેલું કયું તત્ત્વ ચોંટ્યું ? કાળના આધારે આમાં પડ્યો. આમ પ્રવાહ વહેતો હોય તેમાં વારો આવે ને ? આની પાછળ નિયતિ છે. સ્વતંત્ર નથી નિયતિ કે કાળ. કોઈ ઉપરી નથી. છતાં આમાં મુખ્ય ભાગ ગણવો હોય તો તે છે પુદ્ગલ તત્ત્વનો. એટલે મુખ્ય મારામારી જડ અને ચેતનની છે. બાકી બીજાં સાઈલન્ટ (મૌન) છે. પણ આત્મા તો આ પાંચેય તત્ત્વોમાં ફસાયો છે, અનંત શક્તિનો ધણી હોવા છતાંય ! શ્યારે આત્માને પોતાનું ને જડ તત્ત્વનું ભાન થશે ત્યારે બધાયથી આત્મા છૂટો થશે. આત્માની જોડે પાંચ તત્ત્વો ક્યારેય નહોતા એવું બન્યું જ નથી. બધાં જોડે ને જોડે જ છે અનાદિથી. છએ તત્ત્વો મિલ્ચર રૂપે છે, કમ્પાઉન્ડ રૂપે નથી. કમ્પાઉન્ડ થાય તો તો મૂળ ગુણધર્મો જ બદલાઈ જાય. આત્મા શુદ્ધ જ છે, માત્ર બિલીફ જ રોંગ થયેલી છે. વિકલ્પો લિમિટેડ છે ને આત્મગુણ અનલિમિટેડ છે. તો જ મોક્ષ મળે. અને અનંત ગુણ એટલા માટે કહ્યું કે બેભાન છે માટે. ભાનવાળાને તો કંઈ કહેવાની જરૂર જ નથી ને ! આત્મા સનાતન વસ્તુ છે. માટે તેનું અસ્તિત્વ પણ સનાતન છે. સનાતન વસ્તુના અસ્તિત્વનું કોઈ કારણ ના હોઈ શકે. આત્મા પોતે અરૂપી, બીજા ચાર અરૂપી. એક જડ તત્ત્વ જ રૂપી છે. તે રૂપી તત્ત્વ એવું છે કે જેને અડપલું થવાથી ઊંચુંનીચું થાય છે ને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 243