Book Title: Aptavani 14 Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ સમય પુરુષાર્થ નથી, પુરુષ પુરુષાર્થ છે. ૨૪ જ તીર્થંકરો કેમ ? ૬૩ શલાકા પુરુષો કેમ ? એ બધું કુદરતી છે. કાયમ આ જ ક્રમ છે. ટુ એચ + ઓ = પાણી. એમાં આ જ માપ કેમ ? આ બધું સાયન્ટિફિક છે. કુદરતી કેવું સુંદર છે ! દાદાશ્રી કહે છે, “નાનપણમાં મને બહુ વિચાર આવતા કે આ વરસની ગોઠવણી કોણે કરી ? મહિનો કેમ ? તે ધીમે ધીમે સમજાયું કે આંબે કેરી બાર મહિને જ પાકે, ઘણાં બધાં ફળ-ફૂલ બાર મહિને જ થાય. એટલે આ જગતનું એસેન્સ બાર મહિનાનું છે. વળી મહિનો એટલે પંદર દહાડે ચંદ્ર હોય ને પંદર દહાડે ના હોય. બધું એક્કેક્ટ છે. આ બધું નેચરલ (કુદરતી) છે. મનુષ્યોના વિકલ્પ નથી. આમાં બુદ્ધિ વપરાય એમ છે જ નહીં, કાળ બધું ગણિત જ છે. ફક્ત ફેરફાર કુદરતી ક્રમમાં ક્યાં થાય છે ? ગૃહિત મિથ્યાત્વ મનુષ્યનો સ્વભાવ છે. ગૃહિત મિથ્યાત્વને કારણે જ મોક્ષ અટક્યો છે આ કાળમાં ! કર્મો કાળને આધીન છે અને કાળ પાછો બીજાને આધીન છે. કોઈ સંપૂર્ણપણે સ્વતંત્ર તો નથી. ભગવાન (આત્મા) પણ જુઓને, ફસાયા છે આ ચક્કરમાં ! એ તો મોક્ષદાતા, તરણતારણહાર જ્ઞાની પુરુષ જ છોડાવે આમાંથી ! આકાશ આત્મા - જ્ઞાન નથી - જ્ઞાન સ્વરૂપ છે. - જગતમાં કોઈ ચીજ હેરાન - જગતમાં કોઈ ચીજ હેરાન ના કરી શકે ના કરી શકે - સૂક્ષ્મ - સૂક્ષ્મ - હરેક જગ્યાએ છે - હરેક જગ્યાએ નથી - બે પરમાણુ જગ્યા રોકે ત્યાંથી - બધામાંથી આરપાર જઈ શકે ત્રીજું પરમાણુ ના જઈ શકે - આકાશમાં પુદ્ગલ જગ્યા રોકે - અન્અવગાહક (આકાશમાં આત્મા જગ્યા રોકતો નથી) આકાશ આવડું મોટું પણ અવિભાશ્ય છે, એક જ છે, અખંડ છે. જગ્યા આપવાનું કામ આકાશનું વિભાવિક આત્માને જગ્યા આપે છે આકાશ. સ્વભાવિક આત્માને જગ્યાની જરૂર જ નથી. આકાશ સ્વતંત્ર છે, આત્મા જેટલું જ સ્વતંત્ર છે. એના ટુકડા નથી થતા, સ્કંધ થાય એના. કોઈ જગ્યાએ વધુ જામી ગયું હોય, તો કોઈ જગ્યાએ ઓછું જામે પણ એકતા ના તૂટે. આકાશ એકલું જ દેખાય એવું છે, તે તેનો સ્થૂળ ભાગ. આકાશ જે રંગ દેખાય છે તે બહુ પોલાણવાળો ભાગ છે તેનો દેખાય છે. અને તેય દરિયાનું પ્રતિબિંબ પડે છે ત્યાં. સૂર્યનો પ્રકાશ દરિયા પર પડે ને તેનું પ્રતિબિંબ ઉપર પડે છે. બાકી આકાશ એટલે અવકાશ. ખાલી જગ્યા. પાણીય કલરલેસ (રંગવિહીન) છે પોતે. દરેકમાં આકાશ તત્વ હોય. હીરામાં સૌથી ઓછું આકાશ હોય. તેથી તે જલદી ના ભાંગે. આકાશ બધે જ છે. સિદ્ધક્ષેત્રમાં આત્મા સ્પેસ રોકતો નથી. તેથી તેને અનઅવગાહક કહ્યો. સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો હોય. નિરાકાર હોવા છતાંય તેમનો આકાર હોય. જે દેહે સિદ્ધ થયા તેના બે તૃતીયાંશ ભાગનો આકાર હોય. [૫] આકાશ તત્વ ! (૧) આકાશ, અવિનાશી તત્વ ! આત્મા આકાશ જેવો કહ્યો, તો એમાં શું ફેર ? આકાશ - નિચેતન - લાગણી નથી - અરૂપી - શાશ્વત તત્ત્વ આત્મા - ચેતન - લાગણીવાળો - અરૂપી - શાશ્વત તત્ત્વ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 243