Book Title: Antarlok Me Mahavir Ka Mahajivan
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 79
________________ Second Proot Dt. 31-3-2016 - 79 • મહાવીર દર્શન 11 महावीर कथा • प्रतिभाव : પરિશિષ્ટ-2 પ્રો. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા સંગીતમય મહાવીર કથા મનહરભાઈ કામદાર - નવનીતભાઈ ડગલી (પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. અનેક ભાષાના જ્ઞાતા છે. શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું એમણે સાત ભાષામાં સંપાદન કર્યું છે. ઉપરાંત અનેક ગ્રંથોના સર્જક છે. સંગીતજ્ઞ છે. ધ્યાન સંગીત એમની વિશેષતા છે. ૧૯૭૪માં મહાવીર જન્મના ૨૫૦૦ વર્ષની ભારતે ઉજવણી કરી ત્યારે “મહાવીર દર્શન” શીર્ષકથી જૈન જગતને હિંદી-અંગ્રેજીમાં મહાવીર જીવન અને ચિંતનને પ્રસ્તુત કરતી કથાની સંગીત સભર સી.ડી.નું એમણે સર્જન કર્યું હતું જેને ખૂબ સારો આવકાર પ્રાપ્ત થયો હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે “મહાવીર કથા” યોજી પછી વિલેપાર્લે-મુંબઈમાં, એપ્રિલ ૨૪, ૨૫, ૨૬ના ચિંતન સંસ્થા દ્વારા ત્રિદિવસીય ‘મહાવીર કથા’'નું આયોજન કરાયેલું હતું. પ્રા. પ્રતાપભાઈ ટોલિયા અને એઓશ્રીના શ્રીમતી બહેન શ્રી સુમિત્રાબહેન, કે જેઓ પણ ગાંધી વિચારધારાના વિદૂષી છે, અનેક ગ્રંથોના અનુવાદક અને સંગીતજ્ઞ છે - આ દંપતીએ સંગીત સાજીંદાઓના સથવારે ત્રિદિવસીય મહાવીર કથા પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બેંગલોર સ્થિત શ્રી પ્રતાપભાઈનો ફોન નંબર છે ૦૮૦-૬૫૯૫૩૪૪૦; મોબાઈલ : ૦૯૬૧૧૨૩૧૫૮૦. આ મહાવીર કથાનો પ્રાપ્ય સંક્ષિપ્ત અહેવાલ પ્ર.જી.ના વાચકો સમક્ષ પ્રસ્તુત કરતા અમે આનંદ-ગૌરવ અનુભવીએ છીએ..... તંત્રી પ્રબુધ્ધ જીવન) તારીખ ૨૪-૨૫-૨૬ એપ્રિલના રોજ ‘ચિંતન' - વિલેપાર્લે દ્વારા આયોજિત ‘મહાવીર કથા’ પ્રો. પ્રતાપકુમાર ટોલિયા તથા શ્રીમતિ સુમિત્રાબેન ટોલિયાના સ્વમુખે પ્રબુદ્ધ જિજ્ઞાસુ જનોની હાજરીમાં સંપન્ન થઈ. (79) ભગવાન મહાવીરનો પહેલો પ્રશ્ન શ્રોતાઓ સમક્ષ આંતરશોધરૂપે મુક્યો. ‘હું કોણ છું ?’નો આ શોધપ્રશ્ન અને તેનો સ્પષ્ટ અનુભવ સભર પ્રત્યુત્તર કે ‘હું આત્મા છું’ - ‘સચ્ચિદાનંદી શુદ્ધ સ્વરૂપી આત્મા’. તે ભગવાન મહાવીરના જીવન દર્શનનો પ્રધાન બોધ છે. આ આંતરબોધ સૂચક તેમના સૂત્ર જે એગં જાણઈ સે સવ્વ જાણઈ' (જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું)નો ઘોષ-પ્રતિઘોષ ભગવાન મહાવીરની સ્વયં જીવન કથામાં સર્વત્ર ગૂંજતો રહ્યો. પ્રભુ મહાવીરની ક્ષત્રિયકુંડ ગ્રામની ભૂમિમાં બ્રાહ્મણ કુંડ વચ્ચે થતા થતા તેમાં શ્રીમદ્ રાજચંદ્રની નિશ્રય વ્યવહારના સમન્વયની તત્ત્વદૃષ્ટિ તેમાં ભળી અને તેમાં પણ તેમના પદો તથા સ્વર્ગસ્થ શ્રી શાંતિલાલ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98