________________
Second roof Dt. 31-3-2016 - 87
• મહાવીર દર્શન
મહાવીર કથાની સફળતાના સમાચાર મળ્યા. જેની વિડિયો સી.ડી. પર આશાસ્પદ યુવક ટોલિયાએ ભારે જહેમતપૂર્વક આ ત્રણેય સ્થાનોની મહાવીર કથાઓના સહજ બની ગયેલ આયોજનના નિમિત્ત બનવાના શ્રેયનો શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર રાજકોટને લાભ મળ્યો તેનો અમને આનંદ છે.
महावीर कथा •
= શ્રી મધુભાઈ પારેખ (094279 63060) 30, શ્રીમદ્ પાર્ક, લાઈફ બિલ્ડીંગ પાસે, રેસકોર્સ, રાજકોટ-૧.
-
ધ્યાનસંગીત
અંતર્યાત્રા
શ્રીમદ્ રાજચંદ્ર, શ્રી વિમલાતાઈ તથા શ્રી ગુરુદયાલ મલ્લિક વગેરે મહાનુભાવોનો પ્રેમ પ્રાપ્ત કરનાર બેંગલોર નિવાસી શ્રી પ્રતાપભાઈ ટોલિયા પોતે જીવનસાધક છે, સંગીતના ઊંડા જ્ઞાતા છે. તેઓના પત્ની શ્રીમતી સુમિત્રાબેન તથા પુત્રી ભાવિતા સાથે તેઓ ધ્યાનસંગીત દ્વારા અધ્યાત્મ, યોગ, ભારતીય સંસ્કૃતિ તથા જૈનધર્મના મૂળ તત્ત્વ રજૂ કરે છે.
તેઓ તા. ૨૩ એપ્રિલ, શનિવારના રોજ વિમલ સૌરભ, વાણિયાવાડી, શેરી નં. ૯, રાજકોટ ખાતે સાંજે ૬.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી કવિલોક સરિતાથી આત્માના આનંદલોકના સાગર સુધીની પ્રસ્તુતિ રજૂ કરશે. જેમાં જૈન સૂત્રો, ઉપનિષદો, રવીન્દ્ર સંગીત, સપ્ત સંગીત વગેરેનું ગાન કરશે. રસ ધરાવતા મિત્રો આ લાભ લેવા અચૂક હાજર રહે તેવું નિમંત્રણ ગુજરાત બિરાદરી - રાજકોટ કેન્દ્ર તરફથી છે. (“બિરાદર’” : એપ્રિલ ૨૦૧૧)
(87)
દશાશ્રીમાળી વાડીના વ્યાખ્યાન હોલમાં
તા. ૨૪ના ‘મહાવીર કથા'નું આયોજન
જૈનોના અને સૌના જૈન ધર્મના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરના જીવન કવનની મહાવીર કથાનું આયોજન અમરેલી શહેરની પ્રતાપરાય આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રાદ્યાપક અને બેંગલોર વસતાં આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્ધમાન ભારતીના પ્રણેતા પ્રા. શ્રી પ્રતાભભાઈ ટોળીયા સર્વ પ્રથમ વખત અત્રે મહાવીર કથા શ્રી દશાશ્રીમાળી મહાજન વાડી નં. ૨ વ્યાખ્યાન હોલમાં તા. ૨૪-૦૪-૨૦૧૧ રવિવારના સાંજે ૭-૦૦ થી ૯-૦૦ સુધી રખાયેલ છે. તો સર્વે નગરજનોને પધારવા હાર્દિક ભાવભર્યું નિમંત્રણ છે. (– અમરેલીના સમાચાર પત્રો)