Book Title: Annadan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૩૧૯ અમદાન રોજેરોજ બે, ત્રણ કે ચાર ટંક આહારની જરૂર પડે છે. દુનિયામાં રોજેરોજ કેટલું બધું અન્ન વપરાય છે ! એક જ ઠેકાણે એટલું બધું અન્ન એકત્ર કરવામાં આવે તો મોટો પર્વત થાય ! ઘણાખરા માણસો, કુટુંબો ઉંઘમ કરી, ધનોપાર્જન કરી પોતાના આહારની જોગવાઈ પોતે કરી લે છે. આમ છતાં અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં, દૂર દૂરનાં ગામડાંઓમાં, જ્યાં અનાજ ઊગતું નથી એવા પ્રદેશોમાં માણસોને પોષણરહિત ખોરાકથી પોતાનું જીવન જેમ તેમ ટકાવવું પડે છે. કેટલાયે એવા લોકો અકાળે મૃત્યુને શરણ થઈ જાય છે. આફ્રિકામાં ઇથિયોપિયા વગેરે કેટલાક દેશોમાં અનાજ ખાસ ઊગતું નથી ત્યાં વખતોવખત મોટી સંખ્યામાં માણસો ભૂખથી મૃત્યુ પામે છે. દુનિયા હવે એટલી નાની થતી ગઈ છે અને વાહનવ્યવહારનાં સાધનો એટલાં વધી ગયાં છે કે એક પ્રજાને માથે આવી પડેલી આપત્તિ હવે માત્ર સ્થાનિક આપત્તિ ન બની રહેતાં સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય બની જાય છે. દુકાળ, ધરતીકંપ, રેલ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિ પ્રસંગે આખી દુનિયામાંથી સહાય આવી પહોંચે છે. આજથી સૈકા પહેલાં ગુજરાતના દુકાળ વખતે સ્વ. વીરચંદ રાધવજી ગાંધીએ અમેરિકાથી સ્ટીમર ભરીને મકાઈ મોકલવા માટે ત્યાંના લોકોને અનુરોધ કર્યો હતો અને એ પ્રમાણે અનાજ ભારત આવી પહોંચ્યું હતું. વિશ્વનાં રાષ્ટ્રો હવે એટલાં બધાં સજાગ થઈ ગયાં છે કે દુનિયામાં દુકાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થાય છે. ગણિતની દૃષ્ટિએ જોઈએ તો ધરતીમાં કુલ જે અનાજ ઊગે છે તે એટલા વિપુલ પ્રમાણમાં હોય છે કે સમગ્ર વિશ્વના લોકોને પૂરું પાડવા છતાં તે વધે. માત્ર એની વહેંચણીની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ. એટલે જ આપત્તિ વખતે એક દેશ બીજા દેશને સહાય કરી શકે છે. દરેક માણસને પોતાની કમાણી દ્વારા પોતાની ઇચ્છા અને રુચિ અનુસાર પોતાનો આહાર મળી રહે એવી સ્થિતિ અન્નની બાબતમાં આદર્શ ગણાય. પરંતુ અન્નને માટે માણસને બીજાની આગળ હાથ લાંબો ન કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ ઘણું કઠિન છે. કોઈ નાના સમાજ માટે એ બની શકે અને તે પણ મર્યાદિત કાળ માટે, પણ સમસ્ત માનવજાત માટે સદાકાળ એ શક્ય નથી. યુદ્ધ, દુકાળ વગેરે કુદરતી આપત્તિઓ, નબળી અર્થવ્યવસ્થા ઇત્યાદિ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમૃદ્ધ દેશની વાત જુદી છે, પણ પછાત દેશોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8