Book Title: Annadan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Catalog link: https://jainqq.org/explore/249440/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન પર્યુષણ પર્વ દરમિયાન ભારતમાં અને ભારત બહાર ચારે ફિરકાના અનેક જૈનો નાની-મોટી ઘણી તપશ્ચર્યા કરશે. જૈનોનો એક ઉપવાસ એટલે લગભગ છત્રીસ કલાક અન્નનો એક દાણો પણ મોઢામાં નાખવાનો નહીં. કેટલાક તો પાણીનું ટીપું પણ પીએ નહીં. વળી રાત્રિ દરમિયાન અન્ન કે પાણી કશું જ લેવાનું નહીં. જૈનોમાં અઠ્ઠાઈ એટલે આઠ દિવસના ઉપવાસ, માસખમણ એટલે મહિનાના ઉપવાસ વગેરે જેવી તપશ્ચર્યા થાય છે એવી દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં થતી નથી. કેટલાક એને માત્ર ક્રિયાકાંડ તરીકે ખપાવશે, પરંતુ એ સર્વથા સાચું નથી. વળી એવી તપશ્ચર્યા કરવાનું સ૨ળ નથી. આ પર્વ દરમિયાન એક, બે, ત્રણ ચાર, આઠ કે સોળ દિવસના ઘણા ઉપવાસ થશે. પર્વના આઠે આઠ દિવસના ઉપવાસ, અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ તો ઠેર ઠેર ઘણી બધી પ્રતિવર્ષ થાય છે. કેટલાક તો માસખમણ કરે છે. કોઈક એથી પણ આગળ વધે છે. પર્યુષણ પર્વમાં ઠેર ઠેર તપનો માહોલ સર્જાય છે. નાનાં બાળકો પણ ઉલ્લાસથી એમાં જોડાય છે, પર્યુષણ પર્વ ઉપરાંત અન્ય દિવસોમાં પણ આયંબિલની ઓળી, વરસીતપ તથા અન્ય પ્રકારનાં ઘણાં તપ થાય છે. જૈનોમાં એ રીતે ઉપવાસાદિ પ્રકારની તપશ્ચર્યા આખું વર્ષ ચાલ્યા કરે છે. ધણા લોકો ભાવપૂર્વક સાચી તપશ્ચર્યા કરે છે. એ બધી જ જડ ક્રિયા છે એવો પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એક ફક્ત પર્યુષણ પર્વનો વિચાર કરીએ તો ગામેગામ કેટલી બધી ઉપવાસાદિની તપશ્ચર્યા થાય છે. અન્ય રીતે, બીજા એક દૃષ્ટિબિન્દુથી કહેવું હોય તો કહેવાય કે જૈનો દ્વારા કેટલા બધા અનાજની બચત આ દિવસો દરમિયાન થાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ અન્નદાન ૩૧૭ પરંતુ અનાજની થયેલી આ બચત બચત તરીકે ધરમાં ન રહેવી જોઈએ. પોતાનું બચેલું અનાજ જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ એમ કેટલાક માને છે. આમાં સામાજિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારણા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જૈનો અન્ય પ્રસંગે ઘણું દાન આપે છે એ વિશે બેમત નથી. દુષ્કાળના દિવસોમાં ઢોરને ચારો અને મનુષ્યોને અનાજ આપવાની દાનપ્રવૃત્તિમાં જૈનો મોખરે હોય છે. ઇતિહાસમાં પણ જગડુશા વગેરેએ દુકાળના દિવસોમાં પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધાના સ્મરણીય પ્રસંગો નોંધાયા છે. આમ પણ વારતહેવારે જૈનો તરફથી અનુકંપાદાન તથા સાધર્મિક વાત્સલ્યના અવસરો જોવા મળે છે. એટલે જૈનો ત૨ફથી અનાજરાહત, અન્નદાન, ઇત્યાદિની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે. અન્ય ધર્મોમાં પણ ઉપવાસાદિ તપશ્ચર્યા થાય છે. વૈષ્ણવોમાં એકાદશીનો ઉપવાસ થાય છે અને પોતાનું તે દિવસનું બચેલું અનાજ દાનમાં દેવાનો મહિમા છે, જ્યાં અનેક લોકો ભૂખે મરતા હોય ત્યાં આ એક શુભ નિમિત્તે અન્નદાનની વધુ પ્રવૃત્તિ થાય તે અત્યંત ઇષ્ટ છે. તપશચર્યા નિમિત્તે એટલું બધું અન્નદાન થવું જરૂરી છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ એમ કરવું જરૂરી છે. એમ થાય તો જ સમાજમાં સમતુલા જળવાય અને સંવાદિતા સ્થપાયેલી રહે. રશિયામાં ઝારના વખતમાં જ્યારે એક બાજુ શ્રીમંતોની મિજબાનીઓના એંઠવાડના ઢગલા થતા હતા ત્યારે બીજી બાજુ અનેક ગરીબ લોકો ભૂખે ટળવળતા હતા. એથી ત્યાં લોહિયાળ ક્રાન્તિ થઈ. મિજબાનીઓ માણનાર શ્રીમંતોને, ઉમરાવોને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા હતા. ભૂખ્યો માણસ શું પાપ ન કરે એ કહી શકાય નહીં, કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે : - ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.' એટલે જ ‘ખવડાવીને ખાઓ' એ ભારતીય સંસ્કૃતિનો આદર્શ રહ્યો છે. ભારતીય પ્રજામાં માત્ર મનુષ્ય જ નહીં, પશુપક્ષીઓને પણ ખવડાવવાની ભાવના રહેલી છે. કબૂતરને જુવાર, કૂતરાને રોટલો, ગાયને ઘાસ આપવાના સંસ્કાર બાળપણથી જ પડે છે. એટલે અન્નદાનની પ્રવૃત્તિ ભારતના લોકોમાં લોહીમાં વણાયેલી છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જિનતત્વ વાચક ઉમાસ્વાતિએ દાનની વ્યાખ્યા આપી છે : अनुग्रहार्थं स्वस्यातिसों दानम् । પોતાની વસ્તુનો બીજાના ભલા માટે ત્યાગ કરવો તે દાન. પરંતુ પોતાની ત્યજેલી વસ્તુ પોતાના હાથે બીજાને પહોંચવી જોઈએ, તો જ તે દાનમાં પરિણમે. કોઈ પોતાની ચીજવસ્તુ ક્યાંક ભૂલી જાય, પડી જાય, ચોરાઈ જાય અને જેને મળે તેને લાભ થાય. અલબત્ત એમાં પોતાની વસ્તુનો ત્યાગ થયો છે અને બીજાને લાભ થાય છે, પણ એ સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાઈ નથી એટલે એને દાન ન કહી શકાય. તપશ્ચર્યામાં માણસ અન્નનો ત્યાગ કરે છે, પણ તેથી તે અન્નદાન કરે એમ નહીં કહી શકાય. પોતે જે અન્નનો ત્યાગ કર્યો છે તે અન્ન સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાય તો જ તે દાન કહેવાય. આવી રીતે અન્નદાન થવું જોઈએ. શાસ્ત્રકારોએ નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે : અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી (આશ્રય), ઉપકરણ, મન, વચન, કાયા અને નમસ્કાર. આ નવ પુણ્ય જુદી જુદી રીતે પણ ગણાવાય છે, તો પણ એમાં પ્રથમ પુણ્ય તે અન્નપુણ્ય છે. માણસે માત્ર પોતાના આહારનો જ વિચાર ન કરતાં, પોતાની આસપાસના માણસોએ આહાર કર્યો છે કે નહીં એની પણ ખેવના રાખવી જોઈએ અને જરૂરિયાતવાળાને અન્ન-આહાર મળી રહે એ માટે વિચારવું જોઈએ અને મદદ કરવી જોઈએ. અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી અને ઔષધિ એ જીવનની પાંચ મુખ્ય આવશ્યકતાઓ છે. એમાં માણસ શરીર સાચવે અને માંદો ન પડે તો એનું જીવન એટલો વખત ઔષધિ વગર નભી શકે છે. માણસને વસ્તી અર્થાત્ રહેઠાણ ન મળે તો એ ખુલ્લામાં, ફૂટપાથ પર સૂઈને જીવી શકે છે. માણસને શરીર ઢાંકવા, ટાઢ વગેરેથી બચવા માટે વસ્ત્ર જરૂર પડે છે પણ ઓછામાં ઓછા વસ્ત્રથી, એ ઘણો કાળ ચલાવી શકે છે. દિગંબર મુનિઓ તો જીવનના અંત સુધી વસ્ત્ર વગર પોતાના જીવનને ટકાવે છે. આમ, ઔષધિ, વરસ્તી અને વસ્ત્ર વગર જીવનનું અસ્તિત્વ કેટલોક કાળ ટકી શકે છે, પરંતુ આહાર વગર, અન્નપાણી વગર માણસ વધુ દિવસ જીવી શકતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવનને મુખ્યપણે અન્નની એટલે કે આહારની જરૂર રહે છે. સમસ્ત જીવરાશિની સૌથી મુખ્ય અને મહત્ત્વની પ્રવૃત્તિ તે આહારગ્રહણની છે. એટલે આહાર મેળવવા માટેની પ્રવૃત્તિ એને કરવી પડે છે. ફક્ત મનુષ્યોનો વિચાર કરીએ તોપણ દુનિયાની ચાર-પાંચ અબજ જેટલી વસ્તીને Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ અમદાન રોજેરોજ બે, ત્રણ કે ચાર ટંક આહારની જરૂર પડે છે. દુનિયામાં રોજેરોજ કેટલું બધું અન્ન વપરાય છે ! એક જ ઠેકાણે એટલું બધું અન્ન એકત્ર કરવામાં આવે તો મોટો પર્વત થાય ! ઘણાખરા માણસો, કુટુંબો ઉંઘમ કરી, ધનોપાર્જન કરી પોતાના આહારની જોગવાઈ પોતે કરી લે છે. આમ છતાં અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં, દૂર દૂરનાં ગામડાંઓમાં, જ્યાં અનાજ ઊગતું નથી એવા પ્રદેશોમાં માણસોને પોષણરહિત ખોરાકથી પોતાનું જીવન જેમ તેમ ટકાવવું પડે છે. કેટલાયે એવા લોકો અકાળે મૃત્યુને શરણ થઈ જાય છે. આફ્રિકામાં ઇથિયોપિયા વગેરે કેટલાક દેશોમાં અનાજ ખાસ ઊગતું નથી ત્યાં વખતોવખત મોટી સંખ્યામાં માણસો ભૂખથી મૃત્યુ પામે છે. દુનિયા હવે એટલી નાની થતી ગઈ છે અને વાહનવ્યવહારનાં સાધનો એટલાં વધી ગયાં છે કે એક પ્રજાને માથે આવી પડેલી આપત્તિ હવે માત્ર સ્થાનિક આપત્તિ ન બની રહેતાં સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય બની જાય છે. દુકાળ, ધરતીકંપ, રેલ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિ પ્રસંગે આખી દુનિયામાંથી સહાય આવી પહોંચે છે. આજથી સૈકા પહેલાં ગુજરાતના દુકાળ વખતે સ્વ. વીરચંદ રાધવજી ગાંધીએ અમેરિકાથી સ્ટીમર ભરીને મકાઈ મોકલવા માટે ત્યાંના લોકોને અનુરોધ કર્યો હતો અને એ પ્રમાણે અનાજ ભારત આવી પહોંચ્યું હતું. વિશ્વનાં રાષ્ટ્રો હવે એટલાં બધાં સજાગ થઈ ગયાં છે કે દુનિયામાં દુકાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો થાય છે. ગણિતની દૃષ્ટિએ જોઈએ તો ધરતીમાં કુલ જે અનાજ ઊગે છે તે એટલા વિપુલ પ્રમાણમાં હોય છે કે સમગ્ર વિશ્વના લોકોને પૂરું પાડવા છતાં તે વધે. માત્ર એની વહેંચણીની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ. એટલે જ આપત્તિ વખતે એક દેશ બીજા દેશને સહાય કરી શકે છે. દરેક માણસને પોતાની કમાણી દ્વારા પોતાની ઇચ્છા અને રુચિ અનુસાર પોતાનો આહાર મળી રહે એવી સ્થિતિ અન્નની બાબતમાં આદર્શ ગણાય. પરંતુ અન્નને માટે માણસને બીજાની આગળ હાથ લાંબો ન કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ ઘણું કઠિન છે. કોઈ નાના સમાજ માટે એ બની શકે અને તે પણ મર્યાદિત કાળ માટે, પણ સમસ્ત માનવજાત માટે સદાકાળ એ શક્ય નથી. યુદ્ધ, દુકાળ વગેરે કુદરતી આપત્તિઓ, નબળી અર્થવ્યવસ્થા ઇત્યાદિ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમૃદ્ધ દેશની વાત જુદી છે, પણ પછાત દેશોમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જિનતત્ત્વ ભૂખ્યા સૂઈ રહેનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી. આહાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી વળગેલી છે. આહાર એ જ અસ્તિત્વ છે. જૈન ધર્મ પ્રમાણે જીવ જ્યારે મૃત્યુ પામે છે અને એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે પણ એનો આત્મા કામણ શરીર અને તેજસ શરીર સાથે લઈને જાય છે. આ તેજસ શરીર તરત આહાર-ગ્રહણની સૂક્ષ્મ ક્રિયા ચાલુ કરી દે છે. એટલે તેજસ શરીરને ભઠ્ઠી તરીકે ઓળખાવવામાં આવે છે કે જે સતત આહાર માગે છે. આથી જ સંસારનું અસ્તિત્વ અન્નના આધારે છે. તૈત્તિરીય ઉપનિષદમાં અન્નને બ્રહ્મ તરીકે ઓલખાવ્યું છે : અન્ન વ્રતિ વ્યગાના ! વળી ઐત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે : અન્ન દિ પ્રા. | અન્નના આધારે જ બાળક મોટું થાય છે, યુવાન થાય છે અને અન્નના આધારે જ પ્રજાતંતુ ચાલ્યા કરે છે. ઉન્નદ્ મૂતાનિ નયન્ત ! વળી અન્નથી જ સંબંધો બંધાય છે. એટલા માટે જ સાંસારિક દૃષ્ટિથી અન્નનો મહિમા થયો છે. માટે જ ખેડૂતને પ્રજાનો તાત કહ્યો છે. પુરાણગ્રંથોએ અતિથિને જમાડ્યા પછી જમવાનો અનુરોધ કર્યો છે. જરૂર પડે તો ભૂખ્યા રહીને જમાડવું. એટલે જ કહ્યું છે : તેના ફેન મુઝો ! (ત્યાગીને ભોગવ.) જૈન ધર્મમાં એટલે જ અતિથિ-સંવિભાગને એક વ્રત તરીકે ઓળખાવ્યું છે. પૂણિયા શ્રાવક અને તેમની પત્ની પોતે અન્નનો ત્યાગ કરીને, તપશ્ચર્યા કરીને પોતાના ભાગનું અન્ન અતિથિને જમાડતાં. આવી રીતે તપશ્ચર્યામાં બચેલા અન્નનું દાન કરવાનો મહિમા જૈન ધર્મમાં પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. અલબત્ત દાન અને દયાના સિદ્ધાંતોની પૂલ વ્યવહાર દૃષ્ટિએ અને સૂક્ષ્મ તત્ત્વની દૃષ્ટિએ જૈન ધર્મમાં બહુ તલસ્પર્શી મીમાંસા ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયેલી છે. તપશ્ચર્યાના બચેલા અન્નનું દાન કરવાની બાબતમાં કેટલાક વ્યવહારુ પ્રશ્નો ઉદ્દભવવાના અને તેનો ઉકેલ કેવી રીતે શોધી કાઢવો તે અંગે તપશ્ચર્યા કરનાર વ્યક્તિએ પણ ચિંતન- મનન કરવાની જરૂર રહે છે. ઉદાહરણ તરીકે કોઈ જૈન વ્યક્તિ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા સમૃદ્ધ દેશમાં રહેતી હોય. હવે એ જૈન ભાઈ કે બહેને બે-પાંચ દિવસના ઉપવાસ કે અઠ્ઠાઈ કરી, તો એટલા દિવસનું એનું બચેલું અન્ન તે દાનમાં દેવા ઇચ્છે છે. પરંતુ ત્યાં લોકો ખાધેપીધે એટલા સુખી છે કે દાનમાં મળતું અનાજ લેવા કોઈ તૈયાર નથી. તેમને એવા દાનની જરૂર નથી. એવે પ્રસંગે માણસે શું કરવું ? ત્યારે પોતાના જ શહેર કે ક્ષેત્રમાં દાન આપવાનો આગ્રહ ન રાખતાં Page #6 -------------------------------------------------------------------------- ________________ દાન ૩૨૧ અન્યત્ર જ્યાં દાનમાં અન્ન લેનારો વર્ગ હોય ત્યાં દાનમાં અન્ન આપવું જોઈએ. એમાં પણ અનુકંપાની દૃષ્ટિએ વિચારીને જૈન-જૈનેતર એવા ભેદ ન કરવા જોઈએ, હવે અમેરિકા કે યુરોપથી બચેલું અનાજ વ્યક્તિગત રીતે ભારતમાં મોકલવાની પણ તકલીફ હોય છે. એમાં સામાજિક, સરકારી વગેરે ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. તો અનાજને બદલે એટલી રકમ પણ મોલાવી શકાય. કોઈ માણસે વરસમાં કોઈક દિવસે એકાસણું કર્યું હોય તો એનું એક ટંક જેટલું અનાજ બચે. એટલું અનાજ તે નહીં જેવું જ ગણાય. કોઈને આપવા છતાં પણ હાંસીપાત્ર લાગે. એવે વખતે કોઈકને પોતાને ઘરે ભોજન કરાવવું અથવા એટલા અક્ષ જેટલી અંદાજિત રકમ કોઈ અન્નક્ષેત્રના શુભ કાર્યમાં વાપરવી જોઈએ. કેટલીકવાર અન્નદાન કે ૨કમ માટે તરત અનુકૂળતા ન હોય તો માણસે તે માટે સંકલ્પપૂર્વક સમયમર્યાદા બાંધવી જોઈએ. તપશ્ચર્યા વખતે અન્નદાનનો ભાવ થવો જોઈએ અને એટલી સભાનતા રહેવી જોઈએ. એ ઘણી મહત્ત્વની વાત છે. પોતાની તપશ્ચર્યાથી બચેલું અનાજ અથવા અનાજ જેટલી રકમ કોઈ એવી સંસ્થાને આપી શકાય કે જ્યાં માંસાહાર થતો હોય ? ના, એવી સંસ્થાને અન્નદાન કે એટલી રકમનું દાન કરી શકાય નહીં, કારણ કે એમ ક૨વાથી તો ભારે અશુભ કર્મના નિમિત્ત થવાય, અન્નદાન કરતી વખતે માણસે વિવેક જાળવવો જોઈએ અને સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. પોતાનું દાન અભક્ષ્ય આહારમાં ન વપરાવું જોઈએ. જૈન સાધુઓ તપશ્ચર્યા કરે તો તેઓ કેવી રીતે અન્નદાન કરી શકે ? એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે આહારનો ત્યાગ કરે છે. પરંતુ તેઓએ પોતાનો આહાર પોતે ઉપાર્જિત કરેલો હોતો નથી. તેઓ પોતાના શરીરના પોષણ માટે ભિક્ષા વહોરી લાવે છે. આથી જૈન ધર્મ પ્રમાણે સાધુ પોતાની ભિક્ષામાંથી દયાભાવ લાવીને કોઈ ભૂખ્યાને ખવડાવી ન શકે. આ વાતમાં ઘણું ઊંડું અને સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. એ સમજવા જેવું છે. આમ, જૈન સાધુ પોતાના આહારમાંથી જો ભૂખ્યાને દાન ન આપી શકે તો, તપશ્ચર્યા વખતે એમણે ભિક્ષા ગ્રહણ કરી ન હોવાથી એમના અન્નદાનનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પર્યુષણપર્વ દરમિયાન દરેક સંઘમાં મોટી મોટી તપશ્ચર્યા થાય છે. એટલે સંઘ પોતે જ પોતાનું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જ્યાં તપસ્વીઓના અનાજની કે Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જિનતત્ત્વ અનાજ જેટલી રકમની જવાબદારી સ્વીકારાય તો તપસ્વીઓને આમ તેમ દોડાદોડી ન કરવી પડે અને કામ ઝડપથી તથા વ્યવસ્થિત રીતે થાય, કોઈને આળસ પણ ન આવે. એ માટે લોકજાગૃતિ થવી જોઈએ અને સંઘોએ તત્પરતા બતાવવી જોઈએ. અલબત્ત, આમાં સમજ અને સાવચેતીથી આગળ વધવા જેવું છે. જો શ્રદ્ધા અને પ્રતીતિ થાય તો જ આ કામ કરવા જેવું છે, અન્યથા આરાધનાને બદલે વિરાધના થવાનો સંભવ છે. આવા અન્નદાન માટે શાસ્ત્રીય આધાર છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. જૈન ધર્મમાં બતાવ્યા પ્રમાણે તપશ્ચર્યા બાર પ્રકારની છે. છ બાહ્ય પ્રકારની અને છ આત્યંતર પ્રકારની. બાહ્ય પ્રકારની તપશ્ચર્યાના પ્રકાર છે : (૧) અનશન (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ). બાહ્ય કરતાં આવ્યંતર તપ ચડિયાતું છે. બાહ્ય તપ આત્યંતર તપના પોષણ અર્થે છે. તેમ છતાં બાહ્ય તપનો નિષેધ કે અનાદર નથી. તેનું મહત્ત્વ પણ એટલું જ છે. બાહ્ય તપ મુખ્યત્વે આહારને લગતું છે. અનશન એટલે ખાવું નહીં. ઉણોદરી એટલે ઓછું ખાવું. ભૂખ અને તરસ ઉપર સંયમ મેળવવા અને આહારની-સ્વાદની આસક્તિ છોડવા માટે આ તપશ્ચર્યા છે. સંથારો લેતી વખતે માણસ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી પોતાના જીવનનો અંત આણે છે. તીર્થંકર ભગવાનને દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણના અવસરે બાહ્ય તપ-અનશન અવશ્ય હોય છે. તપથી દેહશુદ્ધિ થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે, આરોગ્ય સારું રહે છે વગેરે એના ભૌતિક લાભો તો છે જ, પણ જૈન ધર્મ કહે છે કે તપથી કર્મની નિર્જરા પણ થાય છે, તપ એ એક પ્રકારનું સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે, પણ એ કષ્ટ કર્મની નિર્જરામાં સહાયભૂત બને છે. તપથી અનાદિથી વળગેલી આહારસંજ્ઞા તોડવાની છે. જેઓને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેઓએ આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવો જોઈએ. કોઈકને પ્રશ્ન થાય કે “કર્મની નિર્જરા માટે તો તપ કરીએ છીએ અને અમદાન કરીને ફરી પાછું કર્મ બાંધવાનું ?' એનો ઉત્તર એ છે કે અન્નદાનથી પુણ્યોપાર્જન થાય છે, શુભ કર્મ બંધાય છે એ સાચું, પરંતુ આ બાબત મુખ્યત્વે ગૃહસ્થની કક્ષાએ વિચારવાની છે અને તેમાં પણ આત્મસાધનાની ભૂમિકાનો પણ વિચાર કરવાનો છે. સામાન્ય કક્ષાનાં શ્રાવક-શ્રાવિકા માટે અન્નદાન દ્વારા થતું પુણ્યોપાર્જન ઇષ્ટ હોઈ શકે અને ઊંચી કક્ષાના સાધકો માટે અન્નદાન Page #8 -------------------------------------------------------------------------- ________________ અન્નધન 323 કર્મનિર્જરાનું નિમિત્ત બની શકે. એટલે અન્નદાનનો નિષેધ નથી. તપશ્ચર્યા દ્વારા બચેલા અન્નનું દાન કરતી વખતે પણ અન્ન માટેની આસક્તિ ઘટવી જોઈએ. વસ્તુત: તપશ્ચર્યામાં જેમ રસત્યાગ થાય છે તેમ અન્નદાન પણ રસત્યાગમાં પરિણમવું જોઈએ. અન્નનું દાન એ પણ અન્નનો ત્યાગ છે. એટલે તપશ્ચર્યા અને અન્નદાન એ બંને મળીને રસત્યાગની સાચી આરાધના બને છે. એ આરાધના જીવને આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવામાં, મોક્ષમાર્ગની સાધનામાં ઉપકારક થવી જોઈએ.