________________ અન્નધન 323 કર્મનિર્જરાનું નિમિત્ત બની શકે. એટલે અન્નદાનનો નિષેધ નથી. તપશ્ચર્યા દ્વારા બચેલા અન્નનું દાન કરતી વખતે પણ અન્ન માટેની આસક્તિ ઘટવી જોઈએ. વસ્તુત: તપશ્ચર્યામાં જેમ રસત્યાગ થાય છે તેમ અન્નદાન પણ રસત્યાગમાં પરિણમવું જોઈએ. અન્નનું દાન એ પણ અન્નનો ત્યાગ છે. એટલે તપશ્ચર્યા અને અન્નદાન એ બંને મળીને રસત્યાગની સાચી આરાધના બને છે. એ આરાધના જીવને આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવામાં, મોક્ષમાર્ગની સાધનામાં ઉપકારક થવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org