Book Title: Annadan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ અન્નદાન પર્યુષણ પર્વ દરમિયાન ભારતમાં અને ભારત બહાર ચારે ફિરકાના અનેક જૈનો નાની-મોટી ઘણી તપશ્ચર્યા કરશે. જૈનોનો એક ઉપવાસ એટલે લગભગ છત્રીસ કલાક અન્નનો એક દાણો પણ મોઢામાં નાખવાનો નહીં. કેટલાક તો પાણીનું ટીપું પણ પીએ નહીં. વળી રાત્રિ દરમિયાન અન્ન કે પાણી કશું જ લેવાનું નહીં. જૈનોમાં અઠ્ઠાઈ એટલે આઠ દિવસના ઉપવાસ, માસખમણ એટલે મહિનાના ઉપવાસ વગેરે જેવી તપશ્ચર્યા થાય છે એવી દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં થતી નથી. કેટલાક એને માત્ર ક્રિયાકાંડ તરીકે ખપાવશે, પરંતુ એ સર્વથા સાચું નથી. વળી એવી તપશ્ચર્યા કરવાનું સ૨ળ નથી. આ પર્વ દરમિયાન એક, બે, ત્રણ ચાર, આઠ કે સોળ દિવસના ઘણા ઉપવાસ થશે. પર્વના આઠે આઠ દિવસના ઉપવાસ, અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ તો ઠેર ઠેર ઘણી બધી પ્રતિવર્ષ થાય છે. કેટલાક તો માસખમણ કરે છે. કોઈક એથી પણ આગળ વધે છે. પર્યુષણ પર્વમાં ઠેર ઠેર તપનો માહોલ સર્જાય છે. નાનાં બાળકો પણ ઉલ્લાસથી એમાં જોડાય છે, પર્યુષણ પર્વ ઉપરાંત અન્ય દિવસોમાં પણ આયંબિલની ઓળી, વરસીતપ તથા અન્ય પ્રકારનાં ઘણાં તપ થાય છે. જૈનોમાં એ રીતે ઉપવાસાદિ પ્રકારની તપશ્ચર્યા આખું વર્ષ ચાલ્યા કરે છે. ધણા લોકો ભાવપૂર્વક સાચી તપશ્ચર્યા કરે છે. એ બધી જ જડ ક્રિયા છે એવો પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એક ફક્ત પર્યુષણ પર્વનો વિચાર કરીએ તો ગામેગામ કેટલી બધી ઉપવાસાદિની તપશ્ચર્યા થાય છે. અન્ય રીતે, બીજા એક દૃષ્ટિબિન્દુથી કહેવું હોય તો કહેવાય કે જૈનો દ્વારા કેટલા બધા અનાજની બચત આ દિવસો દરમિયાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8