Book Title: Annadan Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 3
________________ ૩૧૮ જિનતત્વ વાચક ઉમાસ્વાતિએ દાનની વ્યાખ્યા આપી છે : अनुग्रहार्थं स्वस्यातिसों दानम् । પોતાની વસ્તુનો બીજાના ભલા માટે ત્યાગ કરવો તે દાન. પરંતુ પોતાની ત્યજેલી વસ્તુ પોતાના હાથે બીજાને પહોંચવી જોઈએ, તો જ તે દાનમાં પરિણમે. કોઈ પોતાની ચીજવસ્તુ ક્યાંક ભૂલી જાય, પડી જાય, ચોરાઈ જાય અને જેને મળે તેને લાભ થાય. અલબત્ત એમાં પોતાની વસ્તુનો ત્યાગ થયો છે અને બીજાને લાભ થાય છે, પણ એ સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાઈ નથી એટલે એને દાન ન કહી શકાય. તપશ્ચર્યામાં માણસ અન્નનો ત્યાગ કરે છે, પણ તેથી તે અન્નદાન કરે એમ નહીં કહી શકાય. પોતે જે અન્નનો ત્યાગ કર્યો છે તે અન્ન સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાય તો જ તે દાન કહેવાય. આવી રીતે અન્નદાન થવું જોઈએ. શાસ્ત્રકારોએ નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે : અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી (આશ્રય), ઉપકરણ, મન, વચન, કાયા અને નમસ્કાર. આ નવ પુણ્ય જુદી જુદી રીતે પણ ગણાવાય છે, તો પણ એમાં પ્રથમ પુણ્ય તે અન્નપુણ્ય છે. માણસે માત્ર પોતાના આહારનો જ વિચાર ન કરતાં, પોતાની આસપાસના માણસોએ આહાર કર્યો છે કે નહીં એની પણ ખેવના રાખવી જોઈએ અને જરૂરિયાતવાળાને અન્ન-આહાર મળી રહે એ માટે વિચારવું જોઈએ અને મદદ કરવી જોઈએ. અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી અને ઔષધિ એ જીવનની પાંચ મુખ્ય આવશ્યકતાઓ છે. એમાં માણસ શરીર સાચવે અને માંદો ન પડે તો એનું જીવન એટલો વખત ઔષધિ વગર નભી શકે છે. માણસને વસ્તી અર્થાત્ રહેઠાણ ન મળે તો એ ખુલ્લામાં, ફૂટપાથ પર સૂઈને જીવી શકે છે. માણસને શરીર ઢાંકવા, ટાઢ વગેરેથી બચવા માટે વસ્ત્ર જરૂર પડે છે પણ ઓછામાં ઓછા વસ્ત્રથી, એ ઘણો કાળ ચલાવી શકે છે. દિગંબર મુનિઓ તો જીવનના અંત સુધી વસ્ત્ર વગર પોતાના જીવનને ટકાવે છે. આમ, ઔષધિ, વરસ્તી અને વસ્ત્ર વગર જીવનનું અસ્તિત્વ કેટલોક કાળ ટકી શકે છે, પરંતુ આહાર વગર, અન્નપાણી વગર માણસ વધુ દિવસ જીવી શકતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવનને મુખ્યપણે અન્નની એટલે કે આહારની જરૂર રહે છે. સમસ્ત જીવરાશિની સૌથી મુખ્ય અને મહત્ત્વની પ્રવૃત્તિ તે આહારગ્રહણની છે. એટલે આહાર મેળવવા માટેની પ્રવૃત્તિ એને કરવી પડે છે. ફક્ત મનુષ્યોનો વિચાર કરીએ તોપણ દુનિયાની ચાર-પાંચ અબજ જેટલી વસ્તીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8