Book Title: Annadan
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અન્નદાન ૩૧૭ પરંતુ અનાજની થયેલી આ બચત બચત તરીકે ધરમાં ન રહેવી જોઈએ. પોતાનું બચેલું અનાજ જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ એમ કેટલાક માને છે. આમાં સામાજિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારણા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જૈનો અન્ય પ્રસંગે ઘણું દાન આપે છે એ વિશે બેમત નથી. દુષ્કાળના દિવસોમાં ઢોરને ચારો અને મનુષ્યોને અનાજ આપવાની દાનપ્રવૃત્તિમાં જૈનો મોખરે હોય છે. ઇતિહાસમાં પણ જગડુશા વગેરેએ દુકાળના દિવસોમાં પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધાના સ્મરણીય પ્રસંગો નોંધાયા છે. આમ પણ વારતહેવારે જૈનો તરફથી અનુકંપાદાન તથા સાધર્મિક વાત્સલ્યના અવસરો જોવા મળે છે. એટલે જૈનો ત૨ફથી અનાજરાહત, અન્નદાન, ઇત્યાદિની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે. અન્ય ધર્મોમાં પણ ઉપવાસાદિ તપશ્ચર્યા થાય છે. વૈષ્ણવોમાં એકાદશીનો ઉપવાસ થાય છે અને પોતાનું તે દિવસનું બચેલું અનાજ દાનમાં દેવાનો મહિમા છે, જ્યાં અનેક લોકો ભૂખે મરતા હોય ત્યાં આ એક શુભ નિમિત્તે અન્નદાનની વધુ પ્રવૃત્તિ થાય તે અત્યંત ઇષ્ટ છે. તપશચર્યા નિમિત્તે એટલું બધું અન્નદાન થવું જરૂરી છે. વળી સામાજિક દૃષ્ટિએ પણ એમ કરવું જરૂરી છે. એમ થાય તો જ સમાજમાં સમતુલા જળવાય અને સંવાદિતા સ્થપાયેલી રહે. રશિયામાં ઝારના વખતમાં જ્યારે એક બાજુ શ્રીમંતોની મિજબાનીઓના એંઠવાડના ઢગલા થતા હતા ત્યારે બીજી બાજુ અનેક ગરીબ લોકો ભૂખે ટળવળતા હતા. એથી ત્યાં લોહિયાળ ક્રાન્તિ થઈ. મિજબાનીઓ માણનાર શ્રીમંતોને, ઉમરાવોને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા હતા. ભૂખ્યો માણસ શું પાપ ન કરે એ કહી શકાય નહીં, કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે : - Jain Education International ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.' એટલે જ ‘ખવડાવીને ખાઓ' એ ભારતીય સંસ્કૃતિનો આદર્શ રહ્યો છે. ભારતીય પ્રજામાં માત્ર મનુષ્ય જ નહીં, પશુપક્ષીઓને પણ ખવડાવવાની ભાવના રહેલી છે. કબૂતરને જુવાર, કૂતરાને રોટલો, ગાયને ઘાસ આપવાના સંસ્કાર બાળપણથી જ પડે છે. એટલે અન્નદાનની પ્રવૃત્તિ ભારતના લોકોમાં લોહીમાં વણાયેલી છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8