Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ (૧) અભિનંદન - આશીર્વાદ ભારતીય દર્શન સાહિત્યમાં, જૈન દર્શન સાહિત્ય વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અનેકાંત અને સ્યાદ્વાદને સમજવામાં આદ્ય શંકરાચાર્ય જેવા વિદ્વાનો પણ થાપ ખાઈ ગયા છે.. એકાંતવાદી સિદ્ધાંતોમાં જ રમતાં મોટા ભાગનાં દર્શનોએ સમજ્યા વિના અનેકાંતવાદનું ખંડન કર્યું છે.. ધુરંધર જૈનાચાર્યોએ, જૈનદર્શનના અગત્યના સિદ્ધાંતને સમજાવવા વિસ્તૃત ગ્રંથો રચ્યા છે.. પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીનું સન્મતિતર્ક, પ. પૂ. આ. ભ. શ્રી મલ્લવાદિસૂરિજીનું દ્વાદશાનિયચક્ર, પ. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિજીની અનેકાંતજયપતાકા, ૫. પૂ. મહો. શ્રી યશોવિજયજીની સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રંથોએ અનેકાંતવાદનું રૂડી રીતે સમર્થન કર્યું છે અને એના પર થતાં પ્રહારોનો અકાઢ્ય તકથી પ્રતિકાર કર્યો છે.. દાર્શનિક ચર્ચાઓ અને ખંડન-મંડનથી ભરપૂર આ ગ્રંથોના સંપાદન - સંશોધન આગવી સૂઝની અપેક્ષા રાખે છે. દર્શનશાસ્ત્રના ગ્રંથોમાં એક અલ્પવિરામ ખોટી જગ્યાએ થતાં અર્થનો અનર્થ થઈ શકે છે.. ‘પૂર્વ તુ નોરું, અધુનાડપિ નો' જેવા સ્થળે “પહેલાં પણ નથી કહ્યું, હમણાં પણ નથી કહ્યું જેવો અર્થ કાઢવાની ભૂલ મોટા ધુરંધર વિદ્વાનોથી થઈ ગયાની અને એમના વિદ્યાર્થીએ ‘પૂર્વ તુનોજીં, અધુનાનોરું' અર્થાત્ “પહેલાં “તું” શબ્દથી કહેલું અને હવે “પ' શબ્દથી કહ્યું છે એવો અર્થ કર્યો ત્યારે ગ્રંથ બેઠો એ જાણીતી વાત છે.. આજના દર્શનશાસ્ત્રના વિદ્યાર્થીઓ બડભાગી છે કે - દ્વાદશાનિયચક્ર, સ્યાદ્વાદકલ્પલતા, સન્મતિતર્ક જેવા ગ્રંથો વિદ્વાનોના હાથે સંપાદિત થઈ પ્રગટ થયા છે. આ જ કડીમાં પ્રસ્તુત ગ્રંથ એક નવો ઉમેરો કરે છે. પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યવરેણ્ય ૫. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય મુનિ શ્રી યશરત્નવિજયજીએ નાની વયમાં દર્શનશાસ્ત્રનો રૂડો અભ્યાસ કર્યો છે. અનેકાંતજયપતાકા અને તેની વૃત્તિ-વિવરણના પાઠને શુદ્ધ કરવા ૧૮/૨૦ જેટલી હસ્તલિખિત પ્રતિઓનો ઉપયોગ કરીને પાઠનું શુદ્ધીકરણ કર્યું છે.. અને તેના ગુજરાતી અનુવાદમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને પ્રશ્નોત્તર શૈલીમાં રજૂ કરી પ્રારંભિક વિદ્યાર્થીને પણ ગ્રંથનું અધ્યયન કરવાની સુલભતા કરી આપી છે.. મુનિશ્રી યશરત્નવિજયજીને અનેકશઃ ધન્યવાદ, આશીર્વાદ ! આગળ પણ આવા અણમોલ ગ્રંથરત્નોના સંપાદન - સંશોધન - અનુવાદ કરી શ્રી સંઘને ભેટ ધરે એ જ મંગલકામના ! આ. વિ. મુનિચન્દ્રસૂરિ દ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 438