Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 9
________________ લગભગ બમણું સંખ્યા થવા આવતાં ન છૂટકે કાપ મૂકવો પડ્યો છે, જે વાંચકે દરગુજર કરશે. ફોટાઓ મૂકવામાં પણ એવું જ થયું છે. આ ગ્રંથ આચાર્યશ્રીની ઈચ્છા અને સૂચન અનુસાર કચ્છ–કોડાય આશ્રમવાળાં વિદુષી બહેન શ્રી રાણબાઈ હીરજીને અર્પણ કરવામાં આવ્યો છે, જે માટે પણ અમે ઘણું આનંદિત છીએ. પૂ. રાણબાઈમાનું નામ જૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે. જૈનેતર સમાજનો પણ તેમના પ્રત્યે ખૂબ આદરભાવ છે. મુલુંડના જૈન સમાજના સર્વાંગી ઉત્કર્ષને પાયો ચાલીશ વર્ષ પર પૂ. માતાજીના હાથે નંખાયા પછી તેમણે એ સમાજની પચીસ વર્ષ લગી સતત અને સક્રિય સેવા કરી છે અને હજીયે કરી રહ્યાં છે. ઈ. સ. ૧૯૫૦ ની સાલમાં શ્રી મુલુંડ વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થાપના થઈ, જેનાં સંગઠ્ઠન કાર્યમાં પૂ. માતાજીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. અહીંનાં ભવ્ય શિખરબંધ જિનાલય અને વિશાળ ઉપાશ્રયનાં બાંધકામ માટેના ફંડફાળાનાં કાર્યમાં એમણે અગ્રગણ્ય ભાગ લઈ, અહીંના સમાજ પાસેથી પિતાને પગારરૂપે પ્રાપ્ત થયેલ રૂા. ૧૧૨૫૧] ની નાદર રકમ શ્રી સંઘને ચરણે અર્પણ કરી સૌને સુંદર બધપાઠ આપ્યો છે. પૂ. માતાજીની વિદ્વત્તા અને વ્યાખ્યાન શક્તિ અનુપમ હવા ઉપરાંત એમની વ્યવહાર કુશળતા પણ એટલી જ અદ્દભૂત છે, જેના પરિણામે તેઓ સર્વત્ર બધાને પ્રિય થઈ શકયા છે. અમારા જ સમાજની આવી એક વિદ્વાન અને ચારિત્રયવાન આદર્શ મહિલા–અમારાં પૂ. રાણબાઈમા માટે અમે સૌ ગર્વિત છીએ અને એમને આ મહાન ગ્રંથ અર્પણ કરતાં અમે યત્કિંચિત કૃતકૃત્ય થયાને સંતોષ અનુભવીએ છીએ. પૂ. આચાર્ય શ્રી મેમસાગરસૂરિજી મહારાજનું ત્રણ સ્વીકારવા માટે અમને શબ્દો ઓછા પડે એમ છે! તેઓશ્રીએ આ ઉત્તમ કાર્ય માટે અમને જે ગૌરવભર્યું માન આપ્યું છે અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત માર્ગદર્શન આપતા રહી જે પરિશ્રમ લીધો છે, તે કદિય ભૂલી શકાય ? તેઓશ્રીએ આ મહા ગ્રંથ દ્વારા સમાજની ખરેખર, ઉચ્ચ સેવા બજાવી છે, જે માટે શ્રી અંચલગચ્છ જૈન સમાજ તેઓશ્રીને સદા રહેશે. તેઓશ્રીના પરિવારના પૂ. મુનિરાજ શ્રી લબ્ધિસાગરજી તથા પૂ. મુનિરાજ શ્રી કૈલાસસાગરજી મહારાજે આ ગ્રંથને અગાઉથી ગ્રાહકો કરવાના કાર્યમાં જે પ્રયત્ન કર્યો છે તે માટે એ બને મુનિવર્ષને અમે હાર્દિક આભાર માનીએ છીએ. કચ્છ-મેરાઉથી પૂ. આચાર્ય શ્રી ગુણસાગરસૂરિજી મહારાજે આ શુભ કાર્ય પ્રત્યે પોતાની સહાનુભૂતિ દર્શાવી આશીર્વચન પાઠવ્યાં છે, તે માટે અમે તેઓશ્રીના પણ ઘણું આભારી છીએ. અંચલગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી જિનેન્દ્રસાગરસૂરિજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન શ્રી ક્ષમાનંદછશ્રીજી મહારાજ, વૈદ્યરાજ તિવર્ય શ્રી ગુણચંદજી ગુલાબચંદજી, સોનગઢ નિવાસી વિદ્વવર્ય પૂ. શ્રી કલ્યાણચંદજી મહારાજ, ભાવનગર નિવાસી ભક્તકવિ શ્રી શિવજી દેસિંહ શાહ (મગનબાબા) આદિ મહાનુભાવોએ અને અન્ય જે જે વ્યક્તિઓએ આ મહાન કાર્યમાં અમને એક યા બીજી રીતે સહકાર અને પ્રોત્સાહન આપ્યાં છે તે બધાને આ પ્રસંગે આભાર માનવાની અમે રજા લઈએ છીએ. શ્રી વિધિ પક્ષગચ્છ ઉત્કર્ષ સાધક સમિતિ(મુંબઈ)વતીથી તેના પ્રમુખ શ્રી ચુનીલાલ માણેકચંદ અને માનદમંત્રી શ્રી દેવજી દામજી ખોના દ્વારા મળેલ સુંદર સહકારની પણ અમે સાભાર નેંધ લઈએ છીએ. ઈતિહાસઉસિક શ્રી જેઠાભાઈ દેવજી નાગડાને પણ અહીં કેમ ભૂલાય? Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 670