Book Title: Anchalgaccha Digdarshan Sachitra
Author(s): Parshwa
Publisher: Mulund Anchalgaccha Jain Samaj

Previous | Next

Page 8
________________ તેમ જ નિઃસ્વાર્થભાવે ઉપાડી લીધી. એમના સતત ચાર વર્ષના અથાક તેમ જ અનેકવિધ સંશોધનાત્મક પ્રયાસોથી આ ગ્રંથ ઘણો જ પ્રમાણભૂત બની શક્યો છે. આ સંદર્ભગ્રંથની ઉપયોગિતા અને ગુણવત્તા વાંચકે જ નકકી કરશે અને તેને મૂલવશે. આ કાર્ય દ્વારા લેખક ઉચ્ચ કોટિના સંશોધક તરીકે પ્રતિષ્ઠા પામશે અને ઉત્તરોત્તર આવા ગ્રંથરત્ન સમાજને ધરતા જશે એવી અપેક્ષા રાખીએ છીએ. પિતાની ઉગતી યૌવનવયે જ તેમણે પ્રાપ્ત કરેલી આવી સિદ્ધિ દ્વારા તેઓ આપણા સૌના હાર્દિક અભિનંદનના અધિકારી બને છે. ગચ્છને આ સૌ પ્રથમ બૃહદ્ ઈતિહાસ હોઈને તેને સર્વાગી તેમજ પ્રમાણભૂત કરવાની લેખકની વિશાળ જવાબદારીઓ હતી, જે તેમણે પ્રથમ કોટિના વિદ્વાનોનાં માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ કરી. આ વિદ્વાનમાં આગમ-પ્રભાકર, મુનિ શ્રી પુણ્યવિજયજી, ઈતિહાસવિદ્દ મુનિ શ્રી કાંતિસાગરજી, પં. લાલચંદ્ર ભ. ગાંધી અને શ્રી અગરચંદ નાહટાનાં નામો વિશેષ ઉલ્લેખનીય છે. આ વિદ્વાનોએ એમના સંગ્રહની હસ્તલિખિત પ્રતો કે સંદર્ભને પૂરી પાડી ગ્રંથને અધિક ઉપયોગી બનાવવામાં કીંમતી સાહાય કરી છે. લેખક તથા અમારા તરફથી ઉક્ત વિદ્વાનને આભાર માનવાની અમે તક લઈએ છીએ. તદુપરાંત ડૉ. ભોગીલાલ સાંડેસરા, પં. અભયચંદ્ર ભ. ગાંધી, ૫. જયન્તીલાલ જાદવજી, ૫. અમૃતલાલ સલેતા આદિ અનેક વિદ્વાનોએ ગ્રંથ લેખન માટે જુદી જુદી રીતે બનતી મદદ કરી છે એ સૌના પણ અમે આભારી છીએ. ઉપર્યુક્ત વિદ્વાનોના સહયોગ વિના ગ્રંથ ઘણે જ અપૂર્ણ રહ્યો હત. આ ગ્રંથના આધારરૂ૫ શિલાલેખ અને મૂર્તિ લેખો મોકલાવી આપવા માટે અસંખ્ય ઉત્સાહી કાર્યકરોને પણ આભાર માનવો જોઈએ. જુદા જુદા પ્રદેશોમાંથી પ્રાપ્ત થયેલ ઉકીર્ણિત લેખને એક સંગ્રહ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” શ્રી પાર્શ્વભાઈની સૂચનાથી અને અમારી વિનતિને માન આપી મુંબઈને શ્રી અનંતનાથજી મહારાજ જૈન દેરાસરના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થઈ ગયા, તે માટે ટ્રસ્ટ બોર્ડના અમે ઘણું જ આભારી છીએ. શિલાલેખોને આ સંગ્રહ પણ અત્યંત ઉપગી હોઈને સર્વત્ર ગ્રંથ ભંડારોમાં વિના મૂલે મૂકવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથની પ્રતો પણ એવા જ હેતુથી મહત્વની તેમજ ઉપયોગી સંસ્થાઓમાં પ્રત્યેક સ્થાને ભેટ મોકલાય એવી અપેક્ષા અસ્થાને નહીં. જ ગણાય. એકથી વધુ પ્રતો ખરીદનાર ગ્રાહકોને પણ આ સૂચનને અમલ કરવાની અમારી આગ્રહભરી વિનતિ છે. તદુપરાંત, પ્રકાશનનાં વિકટ કાર્યમાં દેરાસરજીઓ, મહાજનો અને ભાઈ-બહેનો દ્વારા પણ આર્થિક સહકાર અને પ્રોત્સાહન મળ્યાં છે, જેમની શુભ યાદી અંતે અપાઈ છે. એ સૌના હાર્દિક સહયોગને પરિણામે આ ગ્રંથની ૧૦૦૦ પ્રતે છાપવાના મૂળ ખ્યાલ પરથી ક્રમશ: વધીને ૩૦૦૦ પ્રતિ છપાવવાના નિર્ણય પર અમને આવવું પડયું અને આજે તો એવો ભય પણ રહે છે કે ૩૦૦૦ નો પણ કદાચ ઓછી પડે !! લેખકે પ્રાચીન ઐતિહાસિક પ્રશસ્તિઓ, પુપિકાઓ આદિ ગ્રંથમાં આધારરૂપે આપેલ પરંતુ ગ્રંથનું કદ ઘણું વધી જવાના ભયે તેમાંનું ઘણું છાપી શકાયું નથી. એવી જ રીતે ગ્રંથસૂચિ-વંશસૂચિશ્રમણુસૂચિ-નૃપતિસૂચિ-સ્થાનમૂચિ આદિ લેખકે ઘણું જ શ્રમપૂર્વક તૈયાર કરેલ પરંતુ તે પણ છેલ્લી સૂચિને બાદ કરતાં ઉક્ત કારણે જ મૂકી શકાઈ નથી તેનું અમને દુઃખ છે. જે આ બધું છાપી શકાયું હોત તો વધારે ઉપયોગી બનત, પરંતુ ગ્રંથની મૂળ ૪૦૦ પૃષ્ટની સંખ્યા નક્કી કરેલી તેથી Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 670