Book Title: Anchalgaccha Digdarshan Sachitra Author(s): Parshwa Publisher: Mulund Anchalgaccha Jain Samaj View full book textPage 7
________________ પ્રકાશકીય વક્તવ્ય અંચલગચ્છનો આ બૃહદ્ ઇતિહાસગ્રંથ સમાજના કરકમલમાં સાદર કરતાં અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. આજ દિવસ સુધી આ ગરછની ભિન્ન ભિન્ન પદાવલીઓ, પ્રશસ્તિઓ કે એવી ઇતિહાસ કૃતિઓ તેમજ ઉકીર્ણિત શિલાલે કે મૂર્તિલે પ્રકાશમાં આવતાં ગયેલાં, પરંતુ ગચ્છનો શૃંખલાબદ્ધ બૃહદ્ ઈતિહાસ તે અપ્રકટ જ રહેલ. સમાજને તેમજ વિદ્વત્સમાજને આવા પ્રમાણભૂત ગ્રંથની ખોટ સતત જણાવા લાગી. આ કાર્યની પૂર્તિ કરવાનું બહુમાન અમને પ્રાપ્ત થયું તે બદલ અમે ગૌરવની સહજ લાગણી અનુભવીએ છીએ. આ કાર્યના પ્રેરક પૂ. આચાર્ય શ્રી મેમસાગરસૂરિજી મહારાજની શુભ નિશ્રામાં આ બહુમૂલ્ય ગ્રંથનું પ્રકાશન થાત તે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ આવત એ સ્વાભાવિક જ છે. કિન્તુ આપણાં દુર્ભાગ્યે તેઓશ્રી તેમની પ્રેરણાનું ઉત્તમ ફળ જેવા આપણી વચ્ચે ઝાઝું રોકાયા નહીં. “હું વિદ્યમાન હેઉં કે ન હોઉં તો પણ અંચલગચ્છ–દિગ્દર્શનનું કાર્ય પૂર્ણ કરજો !” એવું વચન લઈ તેઓશ્રી આપણું ચિર વિદાય લઈ ગયા. આજે તે એમનું વચન હૈયું કેરી ખાય છે, ગચ્છના આ સમર્થ આચાર્યનાં આત્મીય સંસ્મરણે આંખમાંથી અશ્રુધારા વહાવે છે ! દિવંગત આચાર્યશ્રી સં. ૨૦૧૯ માં મુલુંડમાં શિષ્ય પરિવાર સાથે ચાતુર્માસ રહેલા. તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થ એકંદરે ઠીક તેયે અતિ નાજુક તે હતું જ. પોતે હવે વાણું અને કાયાથી સમાજને યથાવત ઉપયોગી થઈ શકે તેવું ન જણાતાં સાહિત્ય દ્વારા સમાજની સેવા કરી જવાની ઉન્નત ભાવના તેમણે સેવી. જે ગચ્છનું પર્યાપ્ત સાહિત્ય આપણું સમક્ષ હશે તે જરૂર પ્રેરણાદાયક થશે એ તેઓશ્રીની મુગ્ધ માન્યતા હતી. મુલુંડના ગચ્છના અગ્રણીઓને પોતાનું મંતવ્ય જણાવતાં સૌએ પ્રેરણાદાયક સાહિત્યની ઉપગિતા સ્વીકારી; પરંતુ ગ્રંથના સ્વરૂપને ખાસ કેઈ નિર્ણય લેવાયો નહીં. એ દરમિયાન ગચ્છના સ્થાનિક ભાઈઓની પરસ્પર વાતચીતમાં કચ્છ-કઠારાવાળા શ્રીમાન નાયક જેઠાભાઈએ સૂચન કર્યું કે બની શકે તો અંચલગચ્છ સમાજને એક કડીબંધ તવારીખ ગ્રંથ તૈયાર કરાવી પ્રકટ કરે. આચાર્યશ્રીને એમનું આ સૂચન ખૂબ જ ગમી ગયું. ગચ્છને તવારીખ ગ્રંથ પ્રકાશિત કરવાનો તેઓશ્રીએ નિર્ણય લીધો અને મુલુંડ અંચલગચ્છ જૈન સમાજ દ્વારા તે પ્રકટ થાય એવી પણ ઈચ્છા વ્યક્ત કરી, જે અમે સાભાર અને સહર્ષ સ્વીકારી લીધી. આ વિશાળ-કાય બૃહદ્ ઇતિહાસગ્રંથ અન્વષણુભક રીતે તૈયાર કરવાનું કષ્ટસાધ્ય કાર્ય આચાર્યશ્રીની ભલામણથી જાણતા જૈન લેખક અને સંશોધક ભાઈ શ્રી “પાર્થને સેંપવાનું નક્કી થયું. અમને જણાવતાં હર્ષ થાય છે કે આવા ભગીરથ કાર્યની જવાબદારી શ્રી પાર્શ્વ ભાઈએ ઉમંગપૂર્વક Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 670