Book Title: Anandsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ શાસનપ્રભાવક ૧૪૬ પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયે. આખરે પિતાએ પુત્રને દઢ મનેભાવ જાણી લીધે. (પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્ર લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્ર પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. કે ભવિતવ્યતાના ગે પૂજ્યશ્રીના સાડાદસ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ “સિદ્ધાંતત્વિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પિતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કેઈ પણ હિસાબે રેજ પ૦૦ લેકનું વાચન કરવું એ તેઓશ્રીને અટલ નિર્ધાર હતે. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિને અભ્યાસ કર્યો અને પ્રાંતે આગના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોઢહન આવશ્યક છે સં. ૧૯૬માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ ગોહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રીસંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્ત પં. શ્રી નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યેગમાં પ્રવેશ કરાવ્યું. ગણિપદ અને પંન્યાસપદ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક પ્રકારની શાસનેદ્યોતકર પ્રવૃત્તિઓથી રચપચ્યા રહેતા. ખાસ કરીને જૂનાં-પુરાણું, હસ્તલિખિત, ખવાઈ ગયેલાં, અગોચર-અપ્રાપ્ય આગમગ્ર શોધી-સંમાજિત કરી–પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજજન આત્માઓએ પૂજ્યશ્રીને “આગદ્ધારક” ઉપપદથી સંધિવાનું આરંહ્યું હતું. પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ને દિવસે મહામહત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત આદેશે, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવે કહ્યું કે, “આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી છે. પરંતુ ભાવિકે તે તેઓશ્રીને “સાગરજી મહારાજ ’ના ઉદ્બોધનથી જ ઓળખાવતા રહ્યા. (આગમગ્રંથને ઉદ્ધાર કરીને તે પૂજ્યશ્રીએ અમર નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકે માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા. પણ “આગમ-મંદિરે 'ના નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5