Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા-૨
શૈલાનાનરેશ પ્રતિબોધક, સ્વ-પર-શાસ્ત્રરહરયનિષ્ણાત, સાક્ષરશિામણિ, આગમરા જ્ઞાનુ વિવિધ પ્રકારે સંવર્ધન-પ્રકાશન કરનારા આગમેાદ્વારક પૂજ્યપાદ આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
જાય છે. આગમ દ્ધારક
અનતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિસિદ્ધ રાખવા અને કાળમાં અરિહંત ભગવંતાએ શાસનનાં મૂળમાં અમૃતને સી'ચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનના પાયા દઢ કર્યાં છે. અમૃતસભર મૂળને વિકસ્વર અનાવવાની અનુપમ શક્તિ સાધુજનો, મહાપુરુષા અને આત્મશ્રેયસ્કર જ પામી શકે છે અને જેએ જન્મ ધરીને સ્વ-પરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનપણાના ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિએ દનીય બની પરમ પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એવી જ એક વશ્વનીય વિભૂતિ હતા. ગૌરવશાળી ગુજરાત એવા પ્રાન્ત છે કે જ્યાં જૈનધર્મની ન્યાતને જવલત રાખવામાં આચાર્ય શ્રી શીલગુણસૂરિજી, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, કલિકાલસર્વાંગ શ્રી હેમચંદ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશેાવિજ્યજી, પરમાહુ ત રાજવી કુમારપાળ મહારાજા અાદિનું મહાન ચોગદાન રહ્યું છે, એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબેનની દવાટકામાં વીર સ ંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવાસ્યા એટલે ૮ દિવાસા ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યુ. હેમચંદ્ર.)સ ંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉ"મરે હેમચન્દ્રને અભ્યાસ માટે નિશાળે કથા. પુત્રનાં લક્ષણ પારણામાંથી.' એ ન્યાયે ખાળપણથી જ હેમચંદ્રમાં——જ્ઞાનમાં પડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગભીરતા, હૃદયમાં મૃદુતા, નયનેમાં દયાર્દ્રતા, અંતરમાં આર્દ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણા પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતે જતેા હતે. એટલે જ ૧૨ વર્ષોંની વયે માણેક નામની કન્યા સાથે હેમચ'નું સગપણ થયું. ત્યારે સ`કુટુ’બીજનાના આનદ વચ્ચે તેઓ તેા ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, ‘ મને લગ્નગ્રંથિથી જોડશેા નહી. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.’ તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વૈરાગ્યાસિત થતુ ચાલ્યુ. એક દિવસ માટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ પાછા ફર્યાં. પરંતુ તેમના દૃઢ સકલ્પ કોઈ કાળે ચિલત થાય તેમ ન હતું. ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી,
*
વધુ
ક. ૧૯
2010_04
૧૪૫
ભાઈ એએ દીક્ષા
નિરાશ વદને ઘેર એક અંધારી રાતે
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
૧૪૬ પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયે. આખરે પિતાએ પુત્રને દઢ મનેભાવ જાણી લીધે. (પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્ર લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્ર પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા.
કે ભવિતવ્યતાના ગે પૂજ્યશ્રીના સાડાદસ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ “સિદ્ધાંતત્વિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પિતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કેઈ પણ હિસાબે રેજ પ૦૦ લેકનું વાચન કરવું એ તેઓશ્રીને અટલ નિર્ધાર હતે. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિને અભ્યાસ કર્યો અને પ્રાંતે આગના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોઢહન આવશ્યક છે સં. ૧૯૬માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ ગોહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રીસંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્ત પં. શ્રી નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યેગમાં પ્રવેશ કરાવ્યું. ગણિપદ અને પંન્યાસપદ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક પ્રકારની શાસનેદ્યોતકર પ્રવૃત્તિઓથી રચપચ્યા રહેતા. ખાસ કરીને જૂનાં-પુરાણું, હસ્તલિખિત, ખવાઈ ગયેલાં, અગોચર-અપ્રાપ્ય આગમગ્ર શોધી-સંમાજિત કરી–પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજજન આત્માઓએ પૂજ્યશ્રીને “આગદ્ધારક” ઉપપદથી સંધિવાનું આરંહ્યું હતું. પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ને દિવસે મહામહત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત આદેશે, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવે કહ્યું કે, “આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી છે. પરંતુ ભાવિકે તે તેઓશ્રીને “સાગરજી મહારાજ ’ના ઉદ્બોધનથી જ ઓળખાવતા રહ્યા.
(આગમગ્રંથને ઉદ્ધાર કરીને તે પૂજ્યશ્રીએ અમર નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકે માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા. પણ “આગમ-મંદિરે 'ના નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચંદ્રદિવાકરી અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ઘ દક્ષા પર્યાયમાં
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતે-૨
૧૪૭ અવિરત અને અવિરામ કાર્યરત રહેતાં પૂજ્યશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં રિથરતી હતી ત્યારે સ્વાથ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપેરે પૂજ્યશ્રી અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્ય “અરિહંતે શરણે પવનજામિ” સંભળાવતા હતા, અને ચતુવિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાયે. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦૦ થી અધિક સાધ્વીજીઓનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્ય ભગવંતને તેમના પટ્ટધર શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી.
આગામિક તથા સાહિત્યક્ષેત્રે યોગદાન: ૧.૮ લાખ લેકપ્રમાણ ૧૦૦ ગ્રંથનું સંપાદન. ૨. રા લાખ શ્લેકપ્રમાણ ગ્રંથનું વાચનાદાન. ૩. ૭૦ હજાર કલેકપ્રમાણ આગમિક ગ્રંથનું સર્જન. ૪. ૭૦ હજાર લોકપ્રમાણે અનેક વિષયના ગ્રંથનું મૌલિક સર્જન, પ. ૧પ હજાર કલેકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવના ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફુલસ્કેપ કાગળ પ્રમાણે ગુજરાતી ભાષામાં આગમિક આદિ ગ્રંથોના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથનું સંગેમરમર, પાષાણ તથા તામ્રપત્રમાં કંડારાવી દીર્ધાયુષ્યપ્રદાન, ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના ( દરેક વાચના લાગટ છ માસ સુધી.)
અનન્ય શાસન પ્રભાવના યથાનામગુણ પૂજ્યશ્રી આગમના મહાન ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્વજ્ઞાનમાં રસ હોતે જ, સંયમજીવન સ્વીકારીને શાના અભ્યાસ પ્રત્યે ઓર લગની લાગી. હંમેશાં પ૦૦ લેકેનું વાચન કરવાનું વ્રત એ જ સ્વાધ્યાયપ્રીતિનાં દર્શન કરાવે છે. તેઓશ્રીએ જોયું કે તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં આત્માને તારનારાં બે જ તો છે : એક, જિનબિંબ-મંદિરે થયાં છે અને થતાં રહેશે. બીજુ, જિનાગમ-શ્રુતજ્ઞાન–જેનું સાચું શુદ્ધ સ્વરૂપ યાવચ્ચે દિવાકરી ટકી રહે તેમ કરવું જોઈએ. પૂજ્ય દેવધિંગણી ક્ષમાશ્રમણ ભગવંતે ત્યારે જે જે કંડસ્થ હતું તે તે સમસ્ત સાધુવર્ગને એકત્રિત કરીને લિપિબદ્ધ કર્યું હતું. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યો સોનાચાંદીના અક્ષરે અંકિત કરાવ્યું હતું. મહામંત્રી વસ્તુપાલ તેજપાલે અનેક ભવ્ય ગ્રંથભંડાર કરાવ્યા હતા. કેટલાક દ્વેષી રાજવીઓ દ્વારા કે વિધમીઓના હુમલામાં કેટલાક ગ્રંથભંડાર છિન્નભિન્ન કે ના થયા હતા અને કેટલીક વાચનાઓ શુદ્ધ રહી ન હતી. આ બધું અતંત્ર જોઈ ને પૂજ્યશ્રીની નિદ્રા ઊડી ગઈ હતી. હળપળે પિતે એક જ ચિંતામાં નિમગ્ન રહેતા હતા. એવામાં પંન્યાસપદ ગ્રહણ કર્યા પછી, સુરતમાં સ્થિત હતા ત્યારે, તેઓશ્રીની મનોકામના સાકાર થવાનો પ્રસંગ ઊભે થે. તે જમાનામાં, આજથી લગભગ ૮૦ વર્ષ પૂવે, પૂજ્યશ્રીની અમૃતવાણીના પ્રભાવે એક જ ઝવેરી કુટુંબ એક લાખનું દાન જાહેર કર્યું. એ શ્રત પ્રેમી દાનવીર ગુલાબચંદભાઈ ઝવેરીની ભાવનાને આવકારી, તેમના વડીલનું નામ જોડી, વિ. સં. ૧૯૬૪માં “દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફડ”ની સ્થાપના કરવામાં આવી. અને તે સાથે વિવિધ ગ્રંથનું પ્રકાશન આરંભાયું. પડતર કિંમત કરતાં અડધી કિંમતે પુસ્તક આપવાને
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શાસનપ્રભાવક
નિર્ણય છે. આ પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પિતાને અમૂલ્ય સમય આપ્યો. આગમોની પ્રેસકેપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્વિક ઉપદેશ આપતા ગ્રંથે, ચરિત્રગ્રંથ અને સમાચારી પ્રથા સાધુભગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલા પુસ્તક પર પ્રૌઢ–ગંભીર–વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી, આગમ, સિદ્ધાંત પ્રકરણ, યોગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અનેક ગ્રંથોનું નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, સુરત, અમદાવાદ, પાલીતાણા અને સ્તલામ (માળવા)માં સેંકડે સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કઠેકઠ ચાલી આવતી આગમ-વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. )
એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમમંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ ભગવંતે આગમેને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી બચાવ્યા હતા તેમ પૂજ્ય આગમદ્ધિારકશ્રીએ આગમોને શિલત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૪માં પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી છરી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલીતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જેનાગને આરસપહાણમાં છેતરાવાય તે કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત દિગબરની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તે શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલીતાણું જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિસ્તિળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાને નિર્ણય કર્યો. ચાર કારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતે એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય મંદિર રચીને કમશઃ વર્તમાન વીશીના વીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ X 8 = ૧૮૦ જિનબિંબ) સ્થાપન કરવાનું નક્કી થયું. પિસ્તાલીશે ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમે છેતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી ” આદિ મહાન પ્રકરણ કેતરાયાં તે સાથે “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર ની રચના કરવાને નિર્ણય થયે. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલ પર વીસ પટેમાં તે તે તીર્થકર સહિત તેમના ગણધરે અને દેવધિ ગણી ક્ષમાશ્રમણ સુધીની પાટ પરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર ' અને “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર ' તૈયાર થયાં. સં. ૧ લ્ગા મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યું. મહામંગળકારી તેર દિવસના મહોત્સવનું
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંત-૨ 149 આયોજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકે ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જવારાપણની વિધિ, દશદિપાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર " બાંધવાનું થયું. “શ્રી આગદ્ધારક સંસ્થાની સ્થાપના કરી. પાલીતાણાસ્થિત સુરતના ઝવેરી નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ને ગુરુવારે શેડ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલા સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીતે પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ને દિવસે પ્રતિષ્ઠા-મહેસવ ઊજવાય. પ્રાંગણમાં “આગમો દ્વારકશ્રીની સાહિત્યસેવાને પરિચય આપતો બંડ બાંધવામાં આવ્યું, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણ કળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓને ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠિઓએ પિતાને ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનેને કબજે લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકને જાગૃત કરીને સમેતશિખરજીને પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મ જાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્ન કર્યો. કલકત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારરસ ઉપરાંત સાધુ-સાધ્વીઓને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો ! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઉપસે છે! કટિ કોટિ વંદન હો એ મહાત્માને ! ( સંકલન : પૂ. મુનિશ્રી પ્રદિસાગરજી મઇ લિખિત જીવનચરિત્રમાંથી સાભાર.) HIT 2010_04