SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શાસનપ્રભાવક નિર્ણય છે. આ પુસ્તક-પ્રકાશન પ્રવૃત્તિમાં પૂજ્યશ્રીએ પિતાને અમૂલ્ય સમય આપ્યો. આગમોની પ્રેસકેપીઓ તૈયાર કરવાથી માંડીને સર્વાંગસુંદર છાપકામ થાય તેની પણ કાળજી લેતા. વળી, સંસ્કૃત-પ્રાકૃતના તાત્વિક ઉપદેશ આપતા ગ્રંથે, ચરિત્રગ્રંથ અને સમાચારી પ્રથા સાધુભગ્ય બને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સંપાદિત કરીને પ્રકાશિત કરાવ્યા. તેમ જ ૮૦ જેટલા પુસ્તક પર પ્રૌઢ–ગંભીર–વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાઓ લખી, આગમ, સિદ્ધાંત પ્રકરણ, યોગ અને વિવિધ ચર્ચાસ્પદ પ્રશ્નોને લગતા અનેક ગ્રંથોનું નવસર્જન કરી સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતી આદિ ભાષામાં પ્રગટ કર્યા. વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ દરમિયાન પાટણ, કપડવંજ, સુરત, અમદાવાદ, પાલીતાણા અને સ્તલામ (માળવા)માં સેંકડે સાધુ-સાધ્વીઓને આગમ-વાચના જાહેરમાં આપીને આગમ સંબંધી પઠન-પાઠનાદિની શિથિલ પડી ગયેલી વ્યવસ્થાને મજબૂત બનાવી વર્ષોથી કઠેકઠ ચાલી આવતી આગમ-વાચનાને વિશુદ્ધ મુદ્રિત રૂપ આપ્યું. ) એવું જ બીજું મહાન ભગીરથ જીવનકાર્ય આગમમંદિરના નિર્માણનું છે. એક વખત પૂજ્યશ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણ ભગવંતે આગમેને પ્રતારૂઢ કરી કાળના પંજામાંથી બચાવ્યા હતા તેમ પૂજ્ય આગમદ્ધિારકશ્રીએ આગમોને શિલત્કીર્ણ કરાવી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સં. ૧૯૪માં પૂજ્યશ્રી જામનગર ચાતુર્માસ સ્થિત હતા ત્યારે સૌરાષ્ટ્રનાં તીર્થસ્થાનની યાત્રા કરવા શ્રી પોપટલાલ ધારશી અને શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ તરફથી છરી પાલિત સંઘ કાઢવાની ભાવના થઈ. સંઘ તીર્થાધિરાજ શત્રુંજય-પાલીતાણા પધાર્યા ત્યારે પૂજ્યશ્રીને વિચાર આવ્યો કે જેનાગને આરસપહાણમાં છેતરાવાય તે કલિકાલના પ્રભાવે થયેલા સ્થાનકવાસીઓ, તેપંથીઓ જે બત્રીશસૂત્ર વગેરે માને છે તે સામે, ઉપરાંત દિગબરની જેમ આગમવિચ્છેદ પણ ન થવા પામે તે માટે આરસપહાણમાં જ ઉત્કીર્ણ કરાય તે શાશ્વત કામ થઈ શકે. તે માટે શ્રી શત્રુંજય તીર્થ, પાલીતાણું જ ઉત્તમ સ્થળ કહેવાય. આ માટે ગિસ્તિળેટીમાં ૯ હજાર વાર જમીન સંપાદન કરવામાં આવી. પૂજ્યશ્રીએ તત્કાલ ત્યાં જ સ્થિર થવાને નિર્ણય કર્યો. ચાર કારમય પ્રાસાદ મધ્યે ચૌમુખ ભગવંતે એવું મધ્યમંદિર, ચાલીસ દેવકુલિકા, ચાર દેવાલયો અને એક મુખ્ય મંદિર રચીને કમશઃ વર્તમાન વીશીના વીશ, વીશ વિહારમાનના વીશ અને એક શાશ્વતા-એમ પિસ્તાલીશ ચૌમુખજી (૪૫ X 8 = ૧૮૦ જિનબિંબ) સ્થાપન કરવાનું નક્કી થયું. પિસ્તાલીશે ચૌમુખજી પાંચ મેરુ અને ચાલીશ સમવસરણ પર બિરાજમાન કરવાનું નક્કી થયું. ત્વરિત ગતિએ કામ ચાલ્યું. સેંકડો કારીગરોને કામે લગાડવામાં આવ્યા. ૩૩૪ શિલાઓમાં આગમે છેતરાયાં. ૨૬ શિલાઓમાં “કમ્મપયડી ” આદિ મહાન પ્રકરણ કેતરાયાં તે સાથે “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર ની રચના કરવાને નિર્ણય થયે. મંદિરમાં નવપદનું મહામંડલ અને દીવાલ પર વીસ પટેમાં તે તે તીર્થકર સહિત તેમના ગણધરે અને દેવધિ ગણી ક્ષમાશ્રમણ સુધીની પાટ પરંપરા લીધી. આમ, શ્રી વર્ધમાન જૈનાગમ મંદિર ' અને “શ્રી સિદ્ધચક્ર ગણધર મંદિર ' તૈયાર થયાં. સં. ૧ લ્ગા મહા વદ બીજ અને પાંચમના અંજનશલાકા પ્રતિષ્ઠાનો અવસર આવ્યું. મહામંગળકારી તેર દિવસના મહોત્સવનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249121
Book TitleAnandsagarsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Story
File Size175 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy