Book Title: Anandsagarsuriji
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 5
________________ શ્રમણભગવંત-૨ 149 આયોજન થયું. દેશવિદેશથી અનેક ભાવિકે ઊમટી પડ્યા. જળયાત્રા, કુંભસ્થાપના, અખંડ દીપક, જવારાપણની વિધિ, દશદિપાલપૂજન, નવગ્રહપૂજન, અષ્ટમંગલ, અધિષ્ઠાયકાદિ પૂજનનાં વિધિવિધાન થયાં. પૂજ્યશ્રીના અવિરામ પુરુષાર્થથી ભગીરથ કાર્ય સુસંપન્ન થયું. એવું જ બીજું નિર્માણકાર્ય સુરતમાં “શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમ મંદિર " બાંધવાનું થયું. “શ્રી આગદ્ધારક સંસ્થાની સ્થાપના કરી. પાલીતાણાસ્થિત સુરતના ઝવેરી નગીનદાસ ઝવેરચંદના કુટુંબી રતનબેને સુરતની જગ્યા આપી. સં. ૨૦૦૩ના ફાગણ વદ ને ગુરુવારે શેડ માણેકલાલ મનસુખલાલ સંઘવીને હાથે ભૂમિખનન થયું. વૈશાખ વદ બીજને બુધવારે શેઠ મૂળચંદ વાડીલાલ માણસાવાળાને હાથે શિલા સ્થાપન થયું. રાતદિવસ કામ ચાલ્યું. ત્રણ માળના વિશિષ્ટ વિશાળ દેવવિમાન સમા શ્રી મહાવીર પ્રભુના ભવ્ય જિનાલયમાં ભીતે પર તામ્રપત્રો લગાવવામાં આવ્યાં. સં. ૨૦૦૪ના મહા સુદ ૩ને દિવસે પ્રતિષ્ઠા-મહેસવ ઊજવાય. પ્રાંગણમાં “આગમો દ્વારકશ્રીની સાહિત્યસેવાને પરિચય આપતો બંડ બાંધવામાં આવ્યું, જેમાં પૂજ્યશ્રીની સાહિત્યસાધનાની ઝાંખી પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાના આ સુવર્ણ કળશો ઉપરાંત પણ તેઓશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓને ભવ્ય ઇતિહાસ છે. ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેઓશ્રીની હદયસ્પર્શી વાણીથી પીગળીને અનેક શ્રેષ્ઠિઓએ પિતાને ધનભંડાર ખુલ્લા મૂકી દીધા હતા. પૂજ્યશ્રીના સમયમાં અંગ્રેજ સરકારે તીર્થસ્થાનેને કબજે લેવાની પેરવી કરી ત્યારે સમતાના સાગર સાગરજી મહારાજે રાતદિવસ એક કરીને, અનેક સંઘોને, પેઢીઓને, શ્રાવકને જાગૃત કરીને સમેતશિખરજીને પહાડ ખરીદી લેવાની વ્યવસ્થા કરી હતી. આમ, પૂજ્યશ્રીએ ધર્મ જાગૃતિ માટે અગાધ અને અવિરત પ્રયત્ન કર્યો. કલકત્તામાં ગુજરાતી જ્ઞાનમંદિરની સ્થાપના કરી. અનેક સંઘના પરસ્પરના મતભેદ મિટાવ્યા. અનેક પુણ્યાત્માઓને દીક્ષા પ્રદાન કરીને સંયમમાર્ગના સહચારી બનાવ્યા. આશરે ચારરસ ઉપરાંત સાધુ-સાધ્વીઓને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાય ખડો કર્યો ! આમ, પ. પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પ્રત્યેક કાર્યમાં મહાનતાની મુદ્રા ઉપસે છે! કટિ કોટિ વંદન હો એ મહાત્માને ! ( સંકલન : પૂ. મુનિશ્રી પ્રદિસાગરજી મઇ લિખિત જીવનચરિત્રમાંથી સાભાર.) HIT Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5