Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી અનંતનાથ જિન સ્તવન ધાર તલવારની સેહલી દેહલી, ચૌદમા જિનતણી ચરણસેવા ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ધાર૦ ૧ એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર૦ ૨ ગચ્છના ભેદ બહુ નયણ નીહાલતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા, મેહ નડિયા કળિકાળ રાજે. ધાર૦ ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્ય, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ, સાંભળી આદરી કાંઈ રા. ધાર૦ ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે; શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છાર પર લીંપણું તે જાણે. ધાર૦ ૫ પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ છસો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે. તેનું શુદ્ધ ચારિત્ર પરિ. ધાર. ૬ એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાલ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 604