Book Title: Anandghanji Pado
Author(s): Anandghan, Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના મળી અને તેને જોઈને તેઓએ શ્રીમનાં પદોને ભાવાર્થ લખે છે એમ તેઓશ્રીના લેખથી જણાઈ આવે છે. આ પ્રમાણે ૧૭ દિવસ સુધી નિયમિત અર્થ વિવેચનનું કામ ચાલ્યું, અનેક શંકાઓ પૂછાણું, તેના સવિસ્તર ખુલાસા ઉક્ત મહાત્માએ આપ્યા અને તેઓએ જે બતાવ્યું તે સર્વ ત્યાં બેસીને જ લખી લીધું. ત્યારે તે માત્ર ૫૦ પદ કર્યા હતા; પછીના પદે શેઠ નરોત્તમદાસ ભાણજી કાપડીઆએ પિતાને બંગલે પં. ગંભીરવિજયજીને પધરાવી જાણું લીધા, નેટ કરી. તે નોટ મળી છે અને બાકીના પદે તદનુ સાર છે. મહારાજશ્રી પાસે બેસીને લખી લીધેલ મારી પાસે હજુ પણ જાળવી રાખેલી છે. એ રીતે પચાસ પદના અને આગમન અર્થવિવેચનનું જ્ઞાન પ્રાપ્ત થયું તેનું પરિણામ આ પુસ્તક છે. ત્યાર પછી મારે મુંબઈ આવવાનું થતાં વર્ણવ્યવસ્થા બંધ પડી ગઈ, પણ ત્યારપછી એક બીજે પ્રસંગે ઉપર જણાવ્યું તેમ મારા મિત્ર શ્રી નરોત્તમદાસ ભાણજીએ બાકીનાં પદોને અર્થ મહારાજશ્રી પાસે સાંભળી લખી લીધો છે, તેમની નેટ મને મળી શકે તેમ છે, જેને ઉપગ તે પચાસ પછીના પદમાં કરેલ છે, અને સાથે પદ મેળવવાની શોધખોળ પણ લેખકે કરી છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે પંન્યાસજી મહારાજ શ્રી ગંભીરવિજ્યજી જે અર્થ બતાવતા હતા અને વિવેચન કરતા હતા તેના પર સંપૂર્ણ વિવેચન-ભાવદર્શક તે જ દિવસે પૂરતો વખત મેળવી લખી લેવાની પદ્ધતિ રાખી હતી અને તે વિવેચન લખતાં જે કાંઈ શંકા રહી જાય તે પૂછવાનું કાર્ય બીજે દિવસે શરૂઆતમાં વર્ગશિક્ષણ વખતે થતું હતું. ગરમીની રજાને આવો સારો ઉપયોગ થવાથી મનમાં બહુ આહલાદ થતો હતો અને મારા સર્વ સહાધ્યાયીઓ પણ મહારાજશ્રીના અર્થ બતાવવાનાં ચાતુર્ય અને વિચારવળને માટે બહુ વખાણ કરતા હતા. અભ્યાસમાંનાં ઘણાખરા પિતાની શંકાએ પૂછીને વિષયને એટલો નિષ્કર્ષ કરતા હતા અને મહારાજશ્રી દરેક પ્રશ્નની બાબતમાં એટલા સુંદર ખુલાસા કરતા હતા કે જિજ્ઞાસુઓને આ વિવેચનમાં કાંઈ અપૂર્વતા જણાય છે તે તેનું પરિણામ માની, તેમાં આશ્ચર્ય પામવાનું નથી. જે મહાત્મા પુરુષે પિતાનું આખું જીવન ધર્મવિચારણુમાં ગાળ્યું હતું, જેમને આગમબોધ તે કાળમાં એકમતે અતિ ઉચ્ચ મનાતો હતા અને જેઓનું ચારિત્ર વિશુદ્ધ અને ક્રિયાજ્ઞાનયુક્ત મનાતું હતું તેઓના એક એક શબ્દ મહા અર્થઘટના યુક્ત નીકળે એ સહજ સમજી શકાય તેવી હકીકત છે. સંવત્ ૧૯૬૭ ના ગરમીના સમય પછી મુંબઈ આવી પદના અર્થ વિવેચન પર વધારે વિસ્તારથી વિવેચન લખી રાખવા ઈરછા થઈ આવા મહાન અર્થગીરવવાળાં પદો ઉપર વિવેચન કરવા માટે યોગ અને અધ્યાત્મ સંબંધી બહુ વિશાળ અભ્યાસ કરવાની આવશ્યકતા લાગી, તેથી એક બાજુએ વાંચન અને બીજી બાજુએ મનન કરવાનું શરૂ કર્યું. અર્થવિચારણા કરવા સાથે શ્રી હેમચંદ્રાચાર્યનું શાસ્ત્ર, શુભચંદ્રાચાર્યને જ્ઞાનાર્ણવ, પાતં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 604