Book Title: Amamswami charitno Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 4
________________ ૧૭૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સોમેશ્વરદેવે પોતાના પિતા કુમાર વિશે જે નોંધ આપી છે તે અનુસાર તે અજયપાળ, મૂળરાજ (દ્વિતીય), અને ભીમદેવ(દ્વિતીય)ના સમકાલીન હતા. તેમને કુમારપાળના પુરોહિત વા અક્ષપાટલિક હોવાનું અને તેઓ “કવિ' હતા તેમ પણ ત્યાં કહ્યું નથી. (જો તેમનો સંબંધ કુમારપાળ સાથે વસ્તુતઃ હોય તો આવી મહત્ત્વની નોંધ લેવી સોમેશ્વર કેમ ભૂલી ગયા હશે ?) જે કુમાર કવિએ ઈ. સ. ૧૧૬૯માં અમસ્વામિચરિતનું શોધન કર્યું, તે સોમેશ્વર પિતૃકુમાર હોય તો તેમના પુત્ર સોમેશ્વરદેવે છેક ઈસ. ૧૧૫૫માં ડભોઈની હીરાભાગોળની પ્રશસ્તિ લખી હતી, તે વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. કેમ કે આ બન્ને મિતિઓ વચ્ચે ખાસ્સો ૮૬ વર્ષ જેવડો મોટો ગાળો પડી જાય છે. સોમેશ્વરની પ્રથમ કૃતિ કીર્તિકૌમુદી ઈ. સ. ૧૨૨૫ના અરસાની છે. ઈ. સ. ૧૨૯૦માં મહામંડલેશ્વર વિરધવલ વાધેલાને સહાય કરવા મંત્રી બંધુ વસ્તુપાળ-તેજપાળ જ્યારે ભીમદેવ દ્વિતીયના અનુરોધથી ધોળકા આવ્યા તે અરસામાં સોમેશ્વરદેવ પણ ત્યાં રાજપુરોહિતરૂપે આવી વસ્યા હોય તેમ જણાય છે. કુમારપાળના અક્ષપાટલિક રૂપે રહેલ કુમારની નિયુક્તિ તો ઈ. સ. ૧૧૬૯થી પૂર્વના કોઈક વર્ષમાં થઈ ચૂકી હોવી જોઈએ. એ હિસાબે તો અક્ષપાટલિક કવિ કુમાર સોમેશ્વર-પિતા રાજપુરોહિત કુમારથી જયેષ્ઠ એવં ભિન્ન પુરુષ હોય તેમ જણાય છે. સંભવતયા આ બન્ને કુમારો વચ્ચે રહેલ નામસામ્ય અને સમય સ્થિતિના સંદર્ભમાં અમુક વર્ષ પૂરતાં બન્ને વચ્ચેના સંભવિત સમકાલીનત્વથી બન્નેને એક માની લેવામાં આવ્યા છે. પણ કુમાર પુરોહિતની કારકિર્દી અજયપાળના સમયથી જ શરૂ થતી હોય તેવું સુરથોત્સવ પરથી તો લાગે છે. કુમાર નામધારી બન્ને વ્યક્તિઓ એક હોવાના તર્ક માટે સબળ પ્રમાણ અપેક્ષિત છે. અમમસ્વામીચરિતનો મિતિ-વિનિર્ણય કરવા પાછળ આટલા ખુવાર થવાનું કારણ એ છે કે એની પ્રશસ્તિમાં નોંધાયેલ કવિજનોમાંના કેટલાકનો સંપ્રદાય-વિનિશ્ચય આદિ સમસ્યાઓમાં, ઉત્તર સીમાદિ નિર્ણયોમાં ખપ પડશે. પ્રશસ્તિમાં તરંગવતીકાર પાલિત્તસૂરિ(પ્રાયઃ ઈ. સ. ૧૭૫-૨૨૫), વાચક ઉમાસ્વાતિ (પ્રાય ઈ. સ. ૩૫૦-૪00), સિદ્ધસેન દિવાકર(પ્રાયઃ ઈસ. ૪૦૦-૪૪૪), જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આઈસપ૫૦૫૯૪), માનતુંગાચાર્ય (આ. ઈ. સ. પ૭પ-૬૨૫), તારાગણકાર ભદ્રકીર્તિ(બપ્પભટ્ટિસૂરિ) (પ્રાયઃ ઈ. સ. ૭૪૪-૮૩૯), ઉપમિતિભવપ્રપંચાકાર સિદ્ધાર્ષિ (આ. ઈ. સ. ૮૮૦-૯૨૦), ભોજના સમકાલીન કવિ દેવભદ્રસૂરિ, સ્વગચ્છસ્થાપક ચંદ્રપ્રભસૂરિ, અને ત્રિષષ્ટિનરસદવૃત્તકાર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતકાર હેમચંદ્ર) સરખા મહાન ઐતિહાસિક જૈન વિદ્વરોનો ઉલ્લેખ કર્યો છે. આ બધા જ શ્વેતાંબર સંપ્રદાયમાં થઈ ગયેલા મનાતા મહાપુરુષો છે; અને ઈ. સ. ૧૧૬૯માં પણ મુનિરત્નસૂરિનું પણ એ પ્રમાણે માનવું છે. અમમસ્વામિચરિતનો રચનાકાળ મનાયો છે તેથી ત્રીસેક વર્ષ પૂર્વનો સાબિત થઈ જતાં એ નિર્ણયનું મૂલ્ય ઉપર્યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6