Book Title: Amamswami charitno Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 2
________________ નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરાજિત કર્યાની પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં નોંધ જોવા મળે છે. ઉપરની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતોના સંદર્ભમાં જ અમમસ્વામિચરિતની મિતિનો વિનિશ્ચય થવો ઘટે. એને ધ્યાનમાં રાખતાં ધર્મઘોષસૂરિનો સમય સિદ્ધરાજના પ્રારંભિક બે દશકામાં પડે અને તેમના શિષ્ય સમુદ્રઘોષસૂરિનો સિદ્ધરાજના શાસનના ઉત્તરાર્ધમાં પડે. પરમાર નરવર્માનો કાળ ઈસ્વીસન્ ૧૧૦પ-૧૧૩૩નો છે; આથી સમુદ્રઘોષસૂરિની જ નહીં, મુનિરત્નસૂરિની માળવાની મુલાકાત પણ ઈ. સ. ૧૧૩૩ પહેલાના કોઈક વર્ષમાં થઈ હોવી ઘટે; અંદાજે તેને ઈ. સ. ૧૧૩૦ના અરસામાં માનીએ તો પ્રસ્તુત કાળે મુનિરત્નસૂરિ વૃદ્ધ નહીં તોયે જ્ઞાન અને વયમાં પરિપક્વ અવસ્થામાં આવી ચૂક્યા હશે. આ હકીકત ધ્યાનમાં લેતાં તેમણે છેક ઈ. સ. ૧૧૯૬માં એટલે કે માળવામાં મેળવેલ વાદ-જયથી લગભગ ૬૬ વર્ષ બાદ અમમસ્વામિચરિતની રચના કરી હતી તેવી વાત તો બિલકુલ અવ્યાવહારિક, અને એથી તથ્યસંગત, જણાતી નથી; એ જ રીતે ઈ. સ. ૧૧૬૯ની મિતિ પણ દૂર તો પડી જાય છે. વધુમાં એ બીજી ગણતરીમાં વામગતિના નિયમનું પાલન પણ થતું નથી (છતાં તે સાચી હોઈ શકે કે નહીં તે વિશે આગળ જોઈશું.) મિતિના પ્રારંભિક ગણિત-શબ્દનો અર્થ જરા જુદી રીતે પણ ઘટાવી શકાય. “દિવં”નો અર્થ ગુણાકાર ક્રમે “૧૦” પણ થતો હોવાનું વાસ્તુશાસ્ત્રોમાં મેં જોયાનું સ્મરણ છે. એ રીતે ઘટાવતાં મિતિ સં. ૧૨૧૦ | ઈ. સ. ૧૧૫૪ની આવે છે. આ મિતિ મુનિરત્નસૂરિની માલવાવાળી ઘટનાથી ૨૪ વર્ષ બાદનો સમય દર્શાવે છે, જે વ્યાવહારિક દૃષ્ટિએ તો એકદમ બંધ બેસી જાય છે તેમ છતાં ઈ. સ. ૧૧૬૯નું વર્ષ પણ કુમારપાળના શાસનકાળ અંતર્ગત આવે છે. અને પ્રશસ્તિમાં ઉલ્લિખિત કુમારપાળના સમયની કેટલીક અન્ય વ્યક્તિઓ, જેમ કે કુમારપાળના મહામૌર્તિક રુદ્રનો પુત્ર મંત્રી નિર્ણય, કુમારપાળના મંત્રી થશોધવલનો પુત્ર બાલકવિ જગદેવ, રાજાનો અક્ષપાટલિક કુમારકવિ, ઇત્યાદિ ઈસ્વી ૧૧૬૯માં હયાત હોવાનો ઘણો સંભવ છે. વસ્તુતયા આ બીજી મિતિને પ્રબળ સમર્થન તો મુનિરત્નસૂરિએ કરેલ હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ઉલ્લેખથી સહજ રૂપે મળી જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં એક સ્થળે કુમારપાળ આરંતુ ચૈત્યોથી પૃથ્વીને શણગારશે એવી ભવિષ્યવાણી, અને બીજે સ્થળે “શણગારી એવી ભૂતવાણી પ્રકટ કરતો ઉલ્લેખ થયો છે. કુમારપાળ દ્વારા પાટણમાં કુમારવિહાર, ત્રિભુવનપાલ વિહાર, ત્રિવિહાર ઇત્યાદિ જિનાલયો સૌ પ્રથમ બંધાયાં હશે, પણ કચારે, તે વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તારંગાના કુમારવિહાર અને જાલોરના કાંચનગિરિગઢના કુમારવિહારની મિતિઓ ઈ. સ. ૧૧૬૫-૬૬ ની હોવાનું જ્ઞાન છે. કુમારપાળની જૈન ધર્મ પ્રતિ વિશેષ રુચિ ખાસ તો ઈ. સ. ૧૧૬૦થી જ દેખાય છે'. ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રની રચનાના સમયે કુમારપાળ દ્વારા નિર્મિત જુદાં-જુદાં સ્થળોના કુમારવિહાર બંધાઈ ચૂકેલા હોવા જોઈએ. તે જોતાં પ્રસ્તુત ગ્રંથની રચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6