Book Title: Amamswami charitno Rachnakal
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249365/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “અમમસ્વામિચરિત'નો રચનાકાળ પૂર્ણિમાગચ્છના આચાર્ય મુનિરત્નસૂરિની કૃતિ અમમસ્વામિચરિત ભાવી તીર્થંકર “અમમ' સંબંધી એક ધર્મકથાનક ગૂંથી લેતી જૈન રચિત મધ્યકાલીન સંસ્કૃત કૃતિ છે. પ્રસ્તુત રચનાનું સાહિત્યિક દૃષ્ટિએ અમુકાંશે મૂલ્ય જે હોય તે, ઐતિહાસિક દષ્ટિએ તો ત્યાં અપાયેલી જિનસિંહસૂરિ રચિત પ્રાંતપ્રશસ્તિનું વિશેષ મૂલ્ય છે. પ્રશસ્તિમાં રચનાવર્ષ શબ્દાંકમાં “ઢિપંચદિનકૂવર્ષે” એમ બતાવ્યું છે, જેને (વામગતિ નિયમ અનુસાર) સં. ૧૨૫૨ (ઈ. સ. ૧૧૯૬) (સ્વ) મુનિ પુણ્યવિજયજીએ, અને એ જ પ્રમાણે (સ્વ) પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઘટાવ્યું છે. તો વળી પર અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રસ્તુત રચનાનું મિતિ વર્ષ સં. ૧૨૫૫ ! ઈ. સ. ૧૧૯૯ બતાવે છે. બીજી બાજુ (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ તેને સં. ૧૨૨૫ | ઈ. સ. ૧૧૬૯ માન્યું છે. રચના-મિતિ સંબંધ પ્રસ્તુત ભિન્ન અભિપ્રાયો આથી પરીક્ષણીય બની જાય છે, રચનાના શબ્દાંકમાં કથિત વર્ષથી વાસ્તવિક મિતિ શું ફલિત થઈ શકે તે સંબંધમાં તો પ્રશસ્તિ અંતર્ગત નોંધાયેલી ઘટનાઓ, તેના ઐતિહાસિક સંદર્ભોની સાથે સંકળાયેલાં પાત્રોની સમયસ્થિતિને લક્ષમાં લેતાં ખ્યાલ મળી રહે છે. પૌર્ણમિક મુનિરત્નસૂરિની પ્રશસ્તિમાં દીધેલ ગુર્નાવલી નીચે મુજબ છે : ચંદ્રપ્રભસૂરિ ધર્મઘોષસૂરિ સમુદ્રઘોષસૂરિ મુનિરત્નસૂરિ સુરપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની સંસ્થાપના ચંદ્રપ્રભસૂરિ દ્વારા સં. ૧૧૪૯ { ઈસ. ૧૮૯૩માં થઈ હોવાનું અન્ય સાધનો દ્વારા વિદિત છે. ચંદ્રપ્રભસૂરિશિષ્ય ધર્મઘોષસૂરિ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવાનું અમમસ્વામિચરિત અતિરિક્ત પ્રસ્તુત ગચ્છ પરંપરામાં થઈ ગયેલા અન્ય મુનિઓની રચનાઓથી પણ સિદ્ધ છે. ધર્મઘોષના શિષ્ય સમુદ્રઘોષ પણ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવા ઉપરાંત ગોધક(ગોધરા)ના રાજા દ્વારા, તેમ જ માલવપતિ પરમાર નરવર્માની સભામાં વાદિતા રૂપેણ માનપ્રાપ્ત મુનિ હતા એવું જિનસિંહસૂરિ પ્રશસ્તિમાં નોંધે છે. સ્વયં મુનિરત્નસૂરિએ પણ મહાકાલમંદિરમાં નરવર્માની પરિષદ સમક્ષ શૈવ વાદિ વિઘાશિવને Page #2 -------------------------------------------------------------------------- ________________ નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરાજિત કર્યાની પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં નોંધ જોવા મળે છે. ઉપરની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતોના સંદર્ભમાં જ અમમસ્વામિચરિતની મિતિનો વિનિશ્ચય થવો ઘટે. એને ધ્યાનમાં રાખતાં ધર્મઘોષસૂરિનો સમય સિદ્ધરાજના પ્રારંભિક બે દશકામાં પડે અને તેમના શિષ્ય સમુદ્રઘોષસૂરિનો સિદ્ધરાજના શાસનના ઉત્તરાર્ધમાં પડે. પરમાર નરવર્માનો કાળ ઈસ્વીસન્ ૧૧૦પ-૧૧૩૩નો છે; આથી સમુદ્રઘોષસૂરિની જ નહીં, મુનિરત્નસૂરિની માળવાની મુલાકાત પણ ઈ. સ. ૧૧૩૩ પહેલાના કોઈક વર્ષમાં થઈ હોવી ઘટે; અંદાજે તેને ઈ. સ. ૧૧૩૦ના અરસામાં માનીએ તો પ્રસ્તુત કાળે મુનિરત્નસૂરિ વૃદ્ધ નહીં તોયે જ્ઞાન અને વયમાં પરિપક્વ અવસ્થામાં આવી ચૂક્યા હશે. આ હકીકત ધ્યાનમાં લેતાં તેમણે છેક ઈ. સ. ૧૧૯૬માં એટલે કે માળવામાં મેળવેલ વાદ-જયથી લગભગ ૬૬ વર્ષ બાદ અમમસ્વામિચરિતની રચના કરી હતી તેવી વાત તો બિલકુલ અવ્યાવહારિક, અને એથી તથ્યસંગત, જણાતી નથી; એ જ રીતે ઈ. સ. ૧૧૬૯ની મિતિ પણ દૂર તો પડી જાય છે. વધુમાં એ બીજી ગણતરીમાં વામગતિના નિયમનું પાલન પણ થતું નથી (છતાં તે સાચી હોઈ શકે કે નહીં તે વિશે આગળ જોઈશું.) મિતિના પ્રારંભિક ગણિત-શબ્દનો અર્થ જરા જુદી રીતે પણ ઘટાવી શકાય. “દિવં”નો અર્થ ગુણાકાર ક્રમે “૧૦” પણ થતો હોવાનું વાસ્તુશાસ્ત્રોમાં મેં જોયાનું સ્મરણ છે. એ રીતે ઘટાવતાં મિતિ સં. ૧૨૧૦ | ઈ. સ. ૧૧૫૪ની આવે છે. આ મિતિ મુનિરત્નસૂરિની માલવાવાળી ઘટનાથી ૨૪ વર્ષ બાદનો સમય દર્શાવે છે, જે વ્યાવહારિક દૃષ્ટિએ તો એકદમ બંધ બેસી જાય છે તેમ છતાં ઈ. સ. ૧૧૬૯નું વર્ષ પણ કુમારપાળના શાસનકાળ અંતર્ગત આવે છે. અને પ્રશસ્તિમાં ઉલ્લિખિત કુમારપાળના સમયની કેટલીક અન્ય વ્યક્તિઓ, જેમ કે કુમારપાળના મહામૌર્તિક રુદ્રનો પુત્ર મંત્રી નિર્ણય, કુમારપાળના મંત્રી થશોધવલનો પુત્ર બાલકવિ જગદેવ, રાજાનો અક્ષપાટલિક કુમારકવિ, ઇત્યાદિ ઈસ્વી ૧૧૬૯માં હયાત હોવાનો ઘણો સંભવ છે. વસ્તુતયા આ બીજી મિતિને પ્રબળ સમર્થન તો મુનિરત્નસૂરિએ કરેલ હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ઉલ્લેખથી સહજ રૂપે મળી જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં એક સ્થળે કુમારપાળ આરંતુ ચૈત્યોથી પૃથ્વીને શણગારશે એવી ભવિષ્યવાણી, અને બીજે સ્થળે “શણગારી એવી ભૂતવાણી પ્રકટ કરતો ઉલ્લેખ થયો છે. કુમારપાળ દ્વારા પાટણમાં કુમારવિહાર, ત્રિભુવનપાલ વિહાર, ત્રિવિહાર ઇત્યાદિ જિનાલયો સૌ પ્રથમ બંધાયાં હશે, પણ કચારે, તે વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તારંગાના કુમારવિહાર અને જાલોરના કાંચનગિરિગઢના કુમારવિહારની મિતિઓ ઈ. સ. ૧૧૬૫-૬૬ ની હોવાનું જ્ઞાન છે. કુમારપાળની જૈન ધર્મ પ્રતિ વિશેષ રુચિ ખાસ તો ઈ. સ. ૧૧૬૦થી જ દેખાય છે'. ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રની રચનાના સમયે કુમારપાળ દ્વારા નિર્મિત જુદાં-જુદાં સ્થળોના કુમારવિહાર બંધાઈ ચૂકેલા હોવા જોઈએ. તે જોતાં પ્રસ્તુત ગ્રંથની રચના Page #3 -------------------------------------------------------------------------- ________________ અમમવામિચરિત”નો રચનાકાળ ૧૭૩ ઈ. સ. ૧૧૬૬ પૂર્વેની હોવાનો સંભવ નથી. અને એથી તે ગ્રંથનો ઉલ્લેખ કરનાર અમમસ્વામિચરિતનો સમય ઈ. સ. ૧૧૬૯ હોવાનો સંભવ દઢતર બને છે. અને એ મિતિ જ ગણિતશબ્દના અર્થઘટન અતિરિક્ત ઐતિહાસિક પરિપ્રેક્ષણમાં વિશેષ બંધબેસતી થાય છે. મુનિરત્નસૂરિ આથી સિદ્ધરાજ ઉપરાંત કુમારપાળના પણ સમકાલીન બને છે, જે અંગે અન્ય પ્રમાણ પ્રશસ્તિ અંતર્ગત મોજૂદ છે, જે હવે જોઈએ. અમ સ્વામિચરિતનું સંશોધન ગૂર્જરનૃપાક્ષપાટલિક કુમાર કવિએ ર્યાની નોંધ ત્યાં પ્રાંત પ્રશસ્તિમાં છે. પ્રસ્તુત “કુમાર” તે દ્વિતીય ભીમદેવ તેમ જ વાઘેલા વરધવલ તેમ જ વિશળદેવના રાજપુરોહિત, અને મંત્રી વસ્તુપાળના વિદ્વમિત્ર કવિ સોમેશ્વરદેવના પિતા હોવાનું માનવામાં આવ્યું છે. પરંતુ તે વાત અમચરિતની ઉપર નિશ્ચિત કરેલ મિતિ અને આનુષંગિક સમય-વિનિર્ણયના મુદ્દાઓના સંદર્ભમાં અમુકશે પ્રશ્નાર્થ રૂપ બની જાય છે. સોમેશ્વરદેવની પોતાની કૃતિ સુરથોત્સવમાં અપાયેલ પ્રશસ્તિ અનુસાર તેમની પોતાની વંશાવળી નીચે મુજબ છે : સોલશર્મા (ચૌલુક્ય મૂલરાજનો પુરોહિત) લલ્લશર્મા (ચામુંડરાજનો પુરોહિત) મુંજ (પ્રથમ) (દુર્લભરાજનો પુરોહિત) સોમેશ્વર (પ્રથમ) (ભીમદેવ પ્રથમનો પુરોહિત) આશિર્મા (કર્ણદેવનો પુરોહિત). કુમાર (પ્રથમ) (જયસિંહ સિદ્ધરાજનો પુરોહિત) સર્વદેવ (પ્રથમ) (કુમારપાળનો સમકાલીન) આમિગ (કુમારપાળનો પુરોહિત) (પ્રબંધચિંતામણિ(ઈ. સ૧૩૦૫)ના આધારે) સર્વદેવ (દ્વિતીય) કુમાર(દ્વિતીય)=લક્ષ્મી મુંજ(દ્વિતીય) (અજયપાલના સમકાલીન). આહડ મહાદેવ વિજય (કવિ) સોમેશ્વરદેવ (દ્વિતીય) (ચૌલુકય ભીમદેવ દ્વિતીય, વાઘેલા વરધવલ તેમ જ વીસલદેવનો સમકાલીન) Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સોમેશ્વરદેવે પોતાના પિતા કુમાર વિશે જે નોંધ આપી છે તે અનુસાર તે અજયપાળ, મૂળરાજ (દ્વિતીય), અને ભીમદેવ(દ્વિતીય)ના સમકાલીન હતા. તેમને કુમારપાળના પુરોહિત વા અક્ષપાટલિક હોવાનું અને તેઓ “કવિ' હતા તેમ પણ ત્યાં કહ્યું નથી. (જો તેમનો સંબંધ કુમારપાળ સાથે વસ્તુતઃ હોય તો આવી મહત્ત્વની નોંધ લેવી સોમેશ્વર કેમ ભૂલી ગયા હશે ?) જે કુમાર કવિએ ઈ. સ. ૧૧૬૯માં અમસ્વામિચરિતનું શોધન કર્યું, તે સોમેશ્વર પિતૃકુમાર હોય તો તેમના પુત્ર સોમેશ્વરદેવે છેક ઈસ. ૧૧૫૫માં ડભોઈની હીરાભાગોળની પ્રશસ્તિ લખી હતી, તે વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. કેમ કે આ બન્ને મિતિઓ વચ્ચે ખાસ્સો ૮૬ વર્ષ જેવડો મોટો ગાળો પડી જાય છે. સોમેશ્વરની પ્રથમ કૃતિ કીર્તિકૌમુદી ઈ. સ. ૧૨૨૫ના અરસાની છે. ઈ. સ. ૧૨૯૦માં મહામંડલેશ્વર વિરધવલ વાધેલાને સહાય કરવા મંત્રી બંધુ વસ્તુપાળ-તેજપાળ જ્યારે ભીમદેવ દ્વિતીયના અનુરોધથી ધોળકા આવ્યા તે અરસામાં સોમેશ્વરદેવ પણ ત્યાં રાજપુરોહિતરૂપે આવી વસ્યા હોય તેમ જણાય છે. કુમારપાળના અક્ષપાટલિક રૂપે રહેલ કુમારની નિયુક્તિ તો ઈ. સ. ૧૧૬૯થી પૂર્વના કોઈક વર્ષમાં થઈ ચૂકી હોવી જોઈએ. એ હિસાબે તો અક્ષપાટલિક કવિ કુમાર સોમેશ્વર-પિતા રાજપુરોહિત કુમારથી જયેષ્ઠ એવં ભિન્ન પુરુષ હોય તેમ જણાય છે. સંભવતયા આ બન્ને કુમારો વચ્ચે રહેલ નામસામ્ય અને સમય સ્થિતિના સંદર્ભમાં અમુક વર્ષ પૂરતાં બન્ને વચ્ચેના સંભવિત સમકાલીનત્વથી બન્નેને એક માની લેવામાં આવ્યા છે. પણ કુમાર પુરોહિતની કારકિર્દી અજયપાળના સમયથી જ શરૂ થતી હોય તેવું સુરથોત્સવ પરથી તો લાગે છે. કુમાર નામધારી બન્ને વ્યક્તિઓ એક હોવાના તર્ક માટે સબળ પ્રમાણ અપેક્ષિત છે. અમમસ્વામીચરિતનો મિતિ-વિનિર્ણય કરવા પાછળ આટલા ખુવાર થવાનું કારણ એ છે કે એની પ્રશસ્તિમાં નોંધાયેલ કવિજનોમાંના કેટલાકનો સંપ્રદાય-વિનિશ્ચય આદિ સમસ્યાઓમાં, ઉત્તર સીમાદિ નિર્ણયોમાં ખપ પડશે. પ્રશસ્તિમાં તરંગવતીકાર પાલિત્તસૂરિ(પ્રાયઃ ઈ. સ. ૧૭૫-૨૨૫), વાચક ઉમાસ્વાતિ (પ્રાય ઈ. સ. ૩૫૦-૪00), સિદ્ધસેન દિવાકર(પ્રાયઃ ઈસ. ૪૦૦-૪૪૪), જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આઈસપ૫૦૫૯૪), માનતુંગાચાર્ય (આ. ઈ. સ. પ૭પ-૬૨૫), તારાગણકાર ભદ્રકીર્તિ(બપ્પભટ્ટિસૂરિ) (પ્રાયઃ ઈ. સ. ૭૪૪-૮૩૯), ઉપમિતિભવપ્રપંચાકાર સિદ્ધાર્ષિ (આ. ઈ. સ. ૮૮૦-૯૨૦), ભોજના સમકાલીન કવિ દેવભદ્રસૂરિ, સ્વગચ્છસ્થાપક ચંદ્રપ્રભસૂરિ, અને ત્રિષષ્ટિનરસદવૃત્તકાર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતકાર હેમચંદ્ર) સરખા મહાન ઐતિહાસિક જૈન વિદ્વરોનો ઉલ્લેખ કર્યો છે. આ બધા જ શ્વેતાંબર સંપ્રદાયમાં થઈ ગયેલા મનાતા મહાપુરુષો છે; અને ઈ. સ. ૧૧૬૯માં પણ મુનિરત્નસૂરિનું પણ એ પ્રમાણે માનવું છે. અમમસ્વામિચરિતનો રચનાકાળ મનાયો છે તેથી ત્રીસેક વર્ષ પૂર્વનો સાબિત થઈ જતાં એ નિર્ણયનું મૂલ્ય ઉપર્યુક્ત Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ‘અમસ્વામિચરિત'નો રચનાકાળ સંદર્ભમાં સ્વતઃસિદ્ધ છે. ટિપ્પણો : ૧. જુઓ, પન્યાસ મણિવિજયજી ગણિવર ગ્રંથમાલા. ગ્રંથાંક ૮-૯, અમદાવાદ વિસં. ૧૯૯૮ અને ૧૯૯૯, આ ગ્રંથ આજે સહેલાઈથી ઉપલબ્ધ નથી. 2. Ed. Muni Punyavijay, Catalogue of Palm-Leaf Manuscripts in the śāntinātha Jain Bhandara, Cambay, Part II, GOS, No. 149, Baroda 1966, pp. 353 ff. ૩. fbid., p. 350. ૪. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલા; પુષ્પ ૬૪, ખંડ ૨, ધાર્મિક સાહિત્ય; ઉપખંડ ૧, લલિત સાહિત્ય, વડોદરા, ૧૯૬૮, પૃ. ૪૯, પણ અન્યત્ર એ જ ગ્રંથમાં તેમણે પ્રસ્તુત ગ્રંથની મિતિ વિસં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯) કહી છે : (એજન, પૃ. ૧૦૮). ૫. “ભાષા અને સાહિત્ય”, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, ‘સોલંકી કાલ', પ્રકરણ ૧૨, અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૨૭૦, પણ એ જ ગ્રંથમાં તેઓ પ્રસ્તુત ગ્રંથની મિતિ સં. ૧૨૫(૨) (ઈ. સ. ૧૧૯૬) હોવાનું પણ નોંધે છે (એજન, પૃ. ૩૦૬). ૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૪૦૪, પૃ. ૨૮૧. ૭. આ મિતિ જુદી જુદી ઉત્તર-મધ્યકાલીન પટ્ટાવલીઓમાં મળે છે, અને તે વિશ્વસનીય છે. અહીં પ્રસ્તુત મુદ્દો ગૌણ હોઈ તે સર્વના સંદર્ભો દેવાનું જતું કર્યું છે. ૮. જુઓ તિલકાચાર્યની આવશ્યકસૂત્રલgવૃત્તિની પ્રશસ્તિ, સં. ૧૨૯૬ / ઈ. સ. ૧૨૪૦, પદ્ય બીજું, તથા દશવૈકાલિકસૂત્રટીકા (સં. ૧૩૦૪ | ઈ. સ. ૧૨૪૮) પદ્ય ૨. Ed. Muni Punyavijaya, Catalogue of Palm-Leaf Manuscripts in the śāntinātha Jain Bhandara, Cambay, [Part 1}. GOS, No. 135, pp. 83 and 105. બંને પ્રશસ્તિઓમાં અપાયેલા પદ્ય એક સરખાં છે. મુનિરત્નસૂરિની પ્રશસ્તિના સંબંધકર્તા પદ્ય માટે જુઓ GOs, No. 149, p. 453, પદ્ય ૫. ૯. GOS, 149, p. 353, પધ ૭૯. ૧૦. એજન પઘ ૨૨-૨૩, ગુજરાતનો સોલંકીકાલને ઇતિહાસ આલેખનારાઓના લેખનમાં આ હકીકત નોંધાયેલી જોવા મળતી નથી. ૧૧. મહાભારત, “આદિપર્વ”માં પરશુરામે ૨૧ વાર પથ્વીને નક્ષત્રી કરી તેવા ઉલ્લેખમાં ૨૧ની સંખ્યા માટે ત્રિ:સર એવો પ્રયોગ છે; યથા ત્રિ:સતત્વ: પૃથિવ –ા નક્ષત્રયા પુરી ! (V. S. sukhthankar(ed.), Bhandarkar Oriental Research Institute. Poona, 1933, p. 255, 1.58.4) પણ “દ્ધિપંચ”નો અર્થ પ્રા. બંસીધર ભટ્ટના મતે “૨૫’ માનવો ઘટે અને એથી ૧૨૨૫ ગણી શકાય, મને લાગે છે કે જુદા જુદા લેખકોએ ઐતિહાસિક તથ્યો તપાસ્યા વિના પોતપોતાની રીતે ગણતરી કરી છે. ૧૨. ત્રિશ. પુ. ચટના દશમ પર્વમાં અદૃનૈવૈરુત્તસિતાં પૂરપતિ સમક્ષ પ્રતીહા એવો ઉલ્લેખ છે. સમસ્ત પૃથ્વી અહંનાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તેથી સાંપ્રત કાળમાં સંપ્રતિ રાજા સમાન થયો Page #6 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છું એવું કુમારપાળના મુખે કહેવડાવ્યું છે (જુઓ દેશાઈ, પૃ. 257). ત્રિશા પુચના “મહાવીરચરિત અંતર્ગત કુમારપાળ સંબદ્ધ રજૂ કરાયેલ ભવિષ્યવાણી(પર્વ 10, સર્ગ ૧૧-૧૧)માં કહ્યું છે કે અનહદ વૈભવશાળી તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામમાં જિનાયતન દ્વારા પૃથ્વીને આભૂષિત કરશે; (જુઓ પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખ સંગ્રહ, શ્રીસયાજી સાહિત્યમાળા, પુષ્પ 335, વડોદરા 1993, પૃ. 266). 13. કુમારપાળના જૈનધર્મ સ્વીકારની મિતિ તપાગચ્છીય જિનમંડન ગણિએ કુમારપાલપ્રબંધ(સં. ૧૪૯ર છે ઈ. સ. ૧૪૩૬)માં સં. 1216 ! ઈ. સ. ૧૧૬૦ની આપી છે જેને મહદ્અંશે સમકાલીન ગ્રંથકાર મંત્રી યશપાલના મોહપરાજય(પ્રાય: ઈસ્વી ૧૧૭૨-૭૪)નો ટેકો છે. પણ આ વાતનો કુમારપાળે જૈન શ્રાવનાં વ્રતો ધારણ કરેલાં એટલો જ અર્થ ઘટાવવાનો છે. ૧૧૬૦ના સુરતના કોઈ વર્ષમાં તેણે સૌરાષ્ટ્ર સ્થિત જૈનોનાં મહિમ્ન તીર્થધામો, ગિરનાર-શત્રુંજયાદિની યાત્રા કરેલી. 14. જુઓ મુનિ પુણ્યવિજયજી, Catalogue., p. 356. યથા કર્તદિમતો દિનક્કર્ષે #ત પ્રસને પણ शोधित्वान् नृपाक्षपटलाध्यक्ष: कुमारः कविः / 29'! 15. આવી ધારણા સંભવતઃ સૌ પ્રથમ ડૉ. ભોગીલાલ જેચંદ સાંડેસરાએ પ્રકટ કરેલી. (જુઓ એમનું મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, અમદાવાદ 1957, 5 66.) સાંડેસરાને અનુસરીને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી પણ તેવું જ કહે છે (જુઓ “નામાંકિત કુલો અને અધિકારીઓ,” ગુ. રાઝ સાંઈ ગ્રંથ 4, (સોલંકીકાળ), અમદાવાદ, 1976, પૃ. 7 અને 126) યથા કુમારે ગુર્જર રાજયના અાપટલાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી ને મુનિચંદ્રસૂરિકૃત અમસ્વામિચરિતનું સંશોધન કર્યું હતું. “પ્રસ્તુત સંકલનગ્રંથમાં “ભાષા અને સાહિત્ય” વિભાગમાં (પ્રકરણ 12, પૃ. 270) પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ લખે છે કે “સોમેશ્વરના પિતા કુમારે (સં. 1255 ? ઈ. સ. ૧૧૯૯માં) આઠ મુનિરત્નસૂરિએ રચેલા અમમ સ્વામિચરિતનું સંશોધન કર્યું હતું.” 16 સોમેશ્વર લખે છે કે રણમાં ઘાયલ થયેલ અજયપાળને કકેશ્વરદેવની આરાધના કરીને કુમારે સાજો કરેલો, ગ્રહણ સમયે અજયપાળે આપવા માંડેલ રત્નરાશિનો સ્વીકાર કરેલો નહીં. મૂલરાજ દ્વિતીયના સમયમાં દુષ્કાળ પીડિત ગ્રામજનોનો કર માફ કરાવેલો અને (ભીમદેવ દ્વિતીયના સમયમાં) સેનાપતિ બની માલવપતિ વિજ્યવર્માનો પરાભવ કરેલો. 17. જુઓ મુનિ પુણ્યવિજય, Gos, 135, p. 351. 18, જિતેન્દ્ર શાહ અને મારા દ્વારા લિખિત માનતુંત્તરે ર૩રું સ્તોત્ર (અમદાવાદ 1997, હિસં. ૧૯૯૦ની હિદી પ્રસ્તાવનામાં આ મિતિનો યથોચિત ઉપયોગ કર્યો છે.