Book Title: Amamswami charitno Rachnakal Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 1
________________ “અમમસ્વામિચરિત'નો રચનાકાળ પૂર્ણિમાગચ્છના આચાર્ય મુનિરત્નસૂરિની કૃતિ અમમસ્વામિચરિત ભાવી તીર્થંકર “અમમ' સંબંધી એક ધર્મકથાનક ગૂંથી લેતી જૈન રચિત મધ્યકાલીન સંસ્કૃત કૃતિ છે. પ્રસ્તુત રચનાનું સાહિત્યિક દૃષ્ટિએ અમુકાંશે મૂલ્ય જે હોય તે, ઐતિહાસિક દષ્ટિએ તો ત્યાં અપાયેલી જિનસિંહસૂરિ રચિત પ્રાંતપ્રશસ્તિનું વિશેષ મૂલ્ય છે. પ્રશસ્તિમાં રચનાવર્ષ શબ્દાંકમાં “ઢિપંચદિનકૂવર્ષે” એમ બતાવ્યું છે, જેને (વામગતિ નિયમ અનુસાર) સં. ૧૨૫૨ (ઈ. સ. ૧૧૯૬) (સ્વ) મુનિ પુણ્યવિજયજીએ, અને એ જ પ્રમાણે (સ્વ) પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઘટાવ્યું છે. તો વળી પર અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રસ્તુત રચનાનું મિતિ વર્ષ સં. ૧૨૫૫ ! ઈ. સ. ૧૧૯૯ બતાવે છે. બીજી બાજુ (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ તેને સં. ૧૨૨૫ | ઈ. સ. ૧૧૬૯ માન્યું છે. રચના-મિતિ સંબંધ પ્રસ્તુત ભિન્ન અભિપ્રાયો આથી પરીક્ષણીય બની જાય છે, રચનાના શબ્દાંકમાં કથિત વર્ષથી વાસ્તવિક મિતિ શું ફલિત થઈ શકે તે સંબંધમાં તો પ્રશસ્તિ અંતર્ગત નોંધાયેલી ઘટનાઓ, તેના ઐતિહાસિક સંદર્ભોની સાથે સંકળાયેલાં પાત્રોની સમયસ્થિતિને લક્ષમાં લેતાં ખ્યાલ મળી રહે છે. પૌર્ણમિક મુનિરત્નસૂરિની પ્રશસ્તિમાં દીધેલ ગુર્નાવલી નીચે મુજબ છે : ચંદ્રપ્રભસૂરિ ધર્મઘોષસૂરિ સમુદ્રઘોષસૂરિ મુનિરત્નસૂરિ સુરપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની સંસ્થાપના ચંદ્રપ્રભસૂરિ દ્વારા સં. ૧૧૪૯ { ઈસ. ૧૮૯૩માં થઈ હોવાનું અન્ય સાધનો દ્વારા વિદિત છે. ચંદ્રપ્રભસૂરિશિષ્ય ધર્મઘોષસૂરિ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવાનું અમમસ્વામિચરિત અતિરિક્ત પ્રસ્તુત ગચ્છ પરંપરામાં થઈ ગયેલા અન્ય મુનિઓની રચનાઓથી પણ સિદ્ધ છે. ધર્મઘોષના શિષ્ય સમુદ્રઘોષ પણ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવા ઉપરાંત ગોધક(ગોધરા)ના રાજા દ્વારા, તેમ જ માલવપતિ પરમાર નરવર્માની સભામાં વાદિતા રૂપેણ માનપ્રાપ્ત મુનિ હતા એવું જિનસિંહસૂરિ પ્રશસ્તિમાં નોંધે છે. સ્વયં મુનિરત્નસૂરિએ પણ મહાકાલમંદિરમાં નરવર્માની પરિષદ સમક્ષ શૈવ વાદિ વિઘાશિવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6