Book Title: Alochana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૬૮ અતિચારોની આલોચના કરું.” આમ કહીને, પ્રથમ ગુરુના મનનું અનુમાન કરીને પછી પોતાના અતિચારોની આલોચના કરે તો તેથી પણ “અનુમાનિત પ્રકારનો દોષ થાય છે. (૩) યદષ્ટઃ પોતાના જે દોષો બીજા કેટલાક લોકો જોઈ ગયા છે તેની આલોચના લીધા વગર છૂટકો નથી, એમ સમજીને જે શિષ્ય પોતાના ફક્ત બીજાએ જોયેલા દોષોની આલોચના કરે છે અને જે દોષો બીજાએ જોયા નથી, તે કપટભાવથી પોતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલોચનાનો પષ્ટ નામનો દોષ કરે છે. (૪) બાદર કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલ અતિચારોમાંથી માત્ર મોટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પોતાના સૂક્ષ્મ અતિચારોની આલોચના કરતો નથી. એના મનમાં એવો ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મોટા મોટા દોષની આલોચના કરું તો એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યક્તિ મોટા દોષની આલોચના કરે તે નાના નાના દોષની આલોચના તો જરૂર કરે જ ને ? આવી રીતે નાના દોષોની આલોચનામાંથી બચી જવા માટે ફક્ત થોડાક મોટા દોષની આલોચના કરવી તે એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે. (૫) સૂમ : કેટલીક વાર સાધક પોતાના નાના નાના અતિચારોની આલોચના કરે છે અને પોતાના મોટા દોષોને છૂપાવે છે. જે વ્યક્તિ પોતાના નાનામાં નાના દોષોની આલોચના કરે છે તે મોટા દોષોની આલોચના તો અચક કરતી જ હોવી જોઈએ ને ?' એવી છાપ ઊભી કરીને, ગરનો વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મોટા દોષો છુપાવે છે અને માત્ર નાના બ્રેષો પ્રગટ કરે છે તે સાધુઓ ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક વખત સાધકના મનમાં ભય રહેલો હોય છે કે પોતાના મોટા દોષોને માટે ગુરુમહારાજ કદાચ વધારે પડતું મોટું પ્રાયશ્ચિત્ત આપી દેશે. એટલા માટે તે પોતાના નાના દોષોની ગુરુ સમક્ષ આલોચના કરીને શું પ્રાયશ્ચિત્ત મળે છે તેનો અંદાજ કાઢ્યા પછી મોટા દોષોનો વિચાર કરે છે. એવા સાધકના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી, () પ્રચ્છન્નઃ કેટલીક વાર સાધકને પોતાનાં પાપોનો એકરાર કરવામાં લજ્જા ને લોકનિંદાનો એટલો બધો ડર રહે છે કે ગુરુ સમક્ષ પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10