Book Title: Alochana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જિનતત્ત્વ (૩) વ્યવહારવાન : આગમ, શ્વેત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ પ્રકારના વ્યવહારના જાણકાર. (૪) અપ્રવીડક : લજ્જા કે સંકોચને કારણે શિષ્ય પોતાના દોષ ન બતાવી શકે તો મધુર વત્સલ વાણી દ્વારા એની લજ્જાને દૂર કરી આલોચના કરવા પ્રેરે. (૫) પ્રભુર્વક : આલોચના કરનારને અતિચારોની તરત શુદ્ધિ કરાવવામાં સમર્થ.. કર (૬) અપરિગ્નાવી : આલોચના કરનારના દોષોની વાત બીજાને ન જણાવનાર. બીજાના દોષોની ગુપ્ત વાત પોતાના મનમાં જ રાખવી જોઈએ. એ બીજાને કહી દેવાથી આલોચના કરનારનો વિશ્વાસ ઊઠી જાય છે. વળી એથી પોતાને પણ દોષ લાગે છે. (૭) નિર્યાપક : આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત આપી તે પાર પડાવવામાં કુશળ; આલોચના કરનારની શક્તિને લક્ષમાં રાખી ક્રમે ક્રમે તેની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી દોષોની શુદ્ધિ કરાવવામાં સમર્થ. (૮) અપાયદર્શી : આલોચના કરવામાં આનાકાની કરનારને તે ન કરવાથી કેવાં કેવાં દુ:ખ ભોગવવાં પડે છે તે શાસ્ત્રાનુસાર સમજાવી તેને આલોચના કરવાની પ્રેરણા કરવામાં નિપુણ. દોષોના એકરાર વખતે સામાન્ય રીતે બે જ વ્યક્તિ હોવી જોઈએ : એક દોષ કહેનાર અને બીજી એ દોષ સાંભળીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર. આ પ્રકારની આલોચનામાં ફક્ત બે જ વ્યક્તિ હોવાથી દોષની વાત સાંભળનાર માત્ર ચાર જ કાન હોય છે. માટે એ પ્રકારની આલોચનાને ‘ચતુષ્કર્ણા આલોચના' કહેવામાં આવે છે. કેટલીક વખત અપવાદરૂપ સંજોગોમાં બીજી એક અથવા બે વ્યક્તિની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેમ કે સાધુ વૃદ્ધ હોય, સ્થવિર હોય અને આલોચના લેનાર કોઈ યુવાન સાધ્વી હોય તો તે પ્રસંગે બીજી એક પ્રૌઢ અને જ્ઞાનદર્શનસંપન્ન સાધ્વી પણ ઉપસ્થિત હોવી જોઈએ, જેથી આલોચના લેનાર સાધ્વી લજ્જા કે સંકોચ અનુભવે નહિ. આમાં ત્રણ વ્યક્તિઓ હોય છે માટે આ પ્રકારની આલોચનાને ‘ષટ્કર્ણા આલોચના' કહેવામાં આવે છે. કોઈક વખત આલોચના લેનાર સાધ્વી યુવાન હોય અને આલોચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10