Book Title: Alochana Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 6
________________ ૭૦ જિનતત્ત્વ આશય પોતાની શુદ્ધિ કરવા કરતાં પોતાની પ્રશંસા વધારવાનો હોય છે. કેટલીક વખત સાધક પોતાના અતિચારોની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણા આચાર્યોને તેની આલોયણા વિશે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત બતાવે તેમની પાસે જઈને પોતાના અતિચારો કહીને આલોયણા લે છે. આ બહુજનપૂચ્છાના પ્રકારનો આલોયણાનો દોષ છે. કેટલીક વખત સાધકને પોતાના ગુરુમહારાજે આપેલા પ્રાયશ્ચિત્તમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત્ત યોગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પોતાના અતિચાર અને પ્રાયશ્ચિત્તની યોગ્યયોગ્યતાની પૂછપરછ કરવી તે યોગ્ય નથી. . (૯) અવ્યક્ત કેટલાક સાધુઓને કયા ક્યા દેષ માટે શું શું પ્રાયશ્ચિત્ત આપી શકાય તે વિશે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ હોતો નથી. કેટલાક સાધુઓ ધક્ષાપર્યાયમાં નાના હોય છે. કેટલાક સાધુઓ જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલોચના અને પ્રાયશ્ચિત્તની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતુપૂર્વક જઈને આલોયણા લઈ લેવી અને તેમના અજ્ઞાનનો લાભ ઉઠાવવો એ અવ્યક્તના પ્રકારનો દોષ છે. (૧૦) તન્નેવી: તત્સવી એટલે તેવા પ્રકારના દોષોનું સેવન કરનાર. કેટલાક મોટા સાધુઓ પોતે પતનના માર્ગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પાર્શ્વત્થ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારોની આલોયણા લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીક વાર એવો કુતર્ક દોડાવે છે, કે જે દોષોનું સેવન પોતાનાથી થયું છે તેવા દોષોનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે, માટે જો તેમની પાસે દોષોની આલોચના કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત્ત આપશે, કારણ કે પોતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પાર્શ્વત્યમુનિ પાસે આલોયણા લેવી એ તત્સવીના પ્રકારનો દોષ છે. સાધુમહાત્માઓના ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા કેવા દોષો પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આપણા આગમગ્રંથોમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થોના જીવનમાં બને છે. પોતાની ભૂલ, પોતાના વાંક કે દોષનો બચાવ કરવા માટે, પોતાનું ખરાબ ન દેખાય એ માટે, પોતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અલ્પસત્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10