Page #1
--------------------------------------------------------------------------
________________
આલોચના
આલોચના' અને “અતિચાર' એ બંને જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે. આલોચના(અથવા પ્રાકૃત શબ્દ “આલોયણા')નો સાદો અર્થ છે અવલોકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના સ્થૂલ કે સૂક્ષ્મ દોષોનું ઝીણવટપૂર્વક અવલોકન કરવું અને ગુરુમહારાજ સમક્ષ તેનો સ્વીકાર કરવો એ માટે જૈન પારિભાષિક શબ્દ છે “આલોચના” અથવા “આલોયણા”. “આલોયણા કરવી” અથવા આલોયણા લેવી' એવો રૂઢપ્રયોગ વપરાય છે.
ભગવતીસૂત્ર'ની ટીકામાં ‘આલોચનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે :
आ अभिविधिना सकलदोषाणां लोचनो-गुरुपुरतः प्रकाशना आलोचना।
પાપનો અથવા કોઈ દોષનો ચિત્તમાં વિચાર સ્ફરે ત્યારથી શરૂ કરીને તેવું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી અનાચારમાંથી બચી શકાય.
માણસે રોજેરોજ સવાર-સાંજ પોતાનાં પાપોની અને ખાસ તો અતિચારોની આલોચના કરવાની હોય છે. ગુરુ કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પોતાના દોષો કે અતિચારો કહેવામાં આવે તો તે આલોચના છે. આલોચના (અથવા આલોયણા; આલોયણ) એ પ્રાયશ્ચિત્તનો પણ એક પ્રકાર છે. કેટલાક દોષો એટલા નાના હોય છે કે એના સ્વીકારરૂપ આલોચનાથી એની શુદ્ધિ થઈ જાય છે. એમાં આલોચના એ જ પ્રાયશ્ચિત્ત બની જાય છે. કેટલાક દોષો વધુ ગંભીર હોય છે. એની આલોચના સાંભળ્યા પછી વડીલ વ્યક્તિ કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત્ત
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાદિ તપ-જપ કરવાનું કહે છે. વ્રતધારી સાધુઓથી થતા દોષો વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થળ કે સૂક્ષ્મ હિસા, અસત્યકથન, ચોરી કરવી, રીજવસ્તુ સંતાડવી, બ્રહ્મચર્યનું ખંડન, પાસે પૈસા કે સોનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી, ઇત્યાદિ દોષો ક્યારેક સાધુઓથી પણ જાણતા કે અજાણતાં, સહેતુક કે અહેતુક થઈ જતા હોય છે, એવા અતિચારોની આલોયણા સાધુઓએ પોતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારોની આલોચના કરતી વખતે ક્યારેક આલોચનાના અતિચારો પણ થઈ જતા હોય છે.
પોતાના દોષોનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર છે. દોષોનો એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો સંભવ છે. લોકનિંદાનો ડર જેવોતેવો નથી. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લોકનેતાઓ પોતાની ભૂલનો જાહેરમાં એકરાર કરતાં ખચકાતા હોય છે. ક્યારેક તેમને પોતાના અનુયાયીઓનું બળ ઓછું થવાનો ભય પણ રહે છે. જેમણે વ્રત અંગીકાર કર્યો હોય એવા સાધુમહાત્માઓ પણ ક્યારેક પોતાના વ્રતભંગની કબૂલાત કરવા વિશે વિમાસણમાં પડી જાય છે. બીજી બાજુ પોતાના નાના કે મોટા એવા તમામ દોષોનો દંભ કે અભિમાન વિના, હૃદયની સરળતા અને નિર્મળતાથી સ્વીકાર કરનાર મહાપુરુષોનાં ઉદાહરણો પણ ઓછાં નથી. એવા સાધુમહાત્માઓ ચારિત્રધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓનો તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે. આલોચના દ્વારા જીવ માયારહિત થઈ ઋજુભાવ ધારણ કરે છે. - જ્યારે વ્યક્તિમાં પોતાના દોષોનો એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એકરાર કર્યા વગર છૂટકો નથી હોતો ત્યારે એકરારને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દોષોનો સ્વીકાર કરે છે અને કેટલાક દોષો છૂપાવે છે. એવો સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કંઈક તર્ક અને કંઈક યુક્તિથી સ્વબચાવ કરવા તરફ રહે છે.
કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જોવા મળે છે. આપણા શાસ્ત્રકારોએ એવા સાધુઓની મનોવૃત્તિઓનું સૂક્ષ્મ અવલોકન કરીને દોષશુદ્ધિ
Page #3
--------------------------------------------------------------------------
________________
આલોચના
૧૭
માટે આલોયણા લેવા તત્પર થયેલા સાધુમાં પણ કેવા કેવા દોષો પ્રવેશી જાય છે, તેનું સરસ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કરેલું છે.
સાધુઓ પણ જ્યારે પોતાના ગુરુ પાસે પોતાના દોષોની આલોચના કરે ત્યારે તેઓએ દસ પ્રકારના અતિચારોમાંથી બચવું જોઈએ એમ ભગવતીસૂત્રમાં લખ્યું છે.
दस आलोयणादोस पण्णत्ता, तं जहा - आकंपित्ता, अणुमाणइत्ता, जं दिळं, बायरं य सुहमं वा।
छत्रं, सहाउलयं, बहुजण, अव्बत्त, तस्सेवी। આકંપિત, અનુમાનિત, યદ્દષ્ટ, બાદર, સૂક્ષ્મ, પ્રચ્છન્ન, શબ્દાકુલ, બહુજનપૂચ્છા, અવ્યક્ત અને તત્સવી એમ દસ પ્રકારના આલોયણાના દોષ ગણાવવામાં આવ્યા છે.
(૧) આકંપિત : પોતાના દોષો ગુરુને કહેતાં પહેલાં, એટલે કે આલોયણા લેતાં પહેલાં સાધુ પોતે પોતાના ગુરુની ખૂબ સેવા-ચાકરી કરે, એમનાં આહારપાણીનું બરાબર ધ્યાન રાખે, એમને વંદન કરવાની વિધિનું ચીવટપૂર્વક સમયસર પાલન કરે અને ગુરુમહારાજને બરાબર પ્રસન્ન કર્યા પછી, એમનામાં દયાભાવ પ્રગટ કર્યા પછી આલોયણા લે કે જેથી ગુરુમહારાજ ઓછું પ્રાયશ્ચિત્ત આપે. ઓછું પ્રાયશ્ચિત્ત લેવાના આશયથી ગુરુમહારાજને પ્રસન્ન કરી લેવાની વૃત્તિ થવી તે યોગ્ય નથી. એ એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે.
(૨) અનુમાનિતઃ ગુરુ પોતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યા પછી જ સાધુ પોતાના અતિચારોની આલોચના કરે તે અનુમાનિત દોષ છે. પ્રાયશ્ચિત્તના જુદા જુદા કેવા પ્રકારો છે એ વિશે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પોતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલોચના કરીને ગુરુ શું પ્રાયશ્ચિત્ત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પોતાના કયા કયા અતિચારોનું પ્રાયશ્ચિત લેવાનું પોતાને ફાવશે તેનો વિચાર કર્યા પછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવું તે અનુમાનિત દોષ છે. એ માટે શિષ્ય પોતે કોઈક વખત ઇરાદાપૂર્વક ગુરુને ખોટું કહે કે, “હે ગુરુમહારાજ ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જો થોડુંક હળવું પ્રાયશ્ચિત્ત આપો તો હું મારા
Page #4
--------------------------------------------------------------------------
________________
૬૮
અતિચારોની આલોચના કરું.” આમ કહીને, પ્રથમ ગુરુના મનનું અનુમાન કરીને પછી પોતાના અતિચારોની આલોચના કરે તો તેથી પણ “અનુમાનિત પ્રકારનો દોષ થાય છે.
(૩) યદષ્ટઃ પોતાના જે દોષો બીજા કેટલાક લોકો જોઈ ગયા છે તેની આલોચના લીધા વગર છૂટકો નથી, એમ સમજીને જે શિષ્ય પોતાના ફક્ત બીજાએ જોયેલા દોષોની આલોચના કરે છે અને જે દોષો બીજાએ જોયા નથી, તે કપટભાવથી પોતાના મનમાં સંતાડી રાખે છે તે શિષ્ય આલોચનાનો પષ્ટ નામનો દોષ કરે છે.
(૪) બાદર કેટલીક વાર આરાધક પોતાનાથી થયેલ અતિચારોમાંથી માત્ર મોટા અને સ્થળ અતિચારોની આલોચના કરે છે, પરંતુ પોતાના સૂક્ષ્મ અતિચારોની આલોચના કરતો નથી. એના મનમાં એવો ભાવ હોય છે કે ગુરુ સમક્ષ હું મારા મોટા મોટા દોષની આલોચના કરું તો એનાથી એવી છાપ ઊભી થશે કે જે વ્યક્તિ મોટા દોષની આલોચના કરે તે નાના નાના દોષની આલોચના તો જરૂર કરે જ ને ? આવી રીતે નાના દોષોની આલોચનામાંથી બચી જવા માટે ફક્ત થોડાક મોટા દોષની આલોચના કરવી તે એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે.
(૫) સૂમ : કેટલીક વાર સાધક પોતાના નાના નાના અતિચારોની આલોચના કરે છે અને પોતાના મોટા દોષોને છૂપાવે છે. જે વ્યક્તિ પોતાના નાનામાં નાના દોષોની આલોચના કરે છે તે મોટા દોષોની આલોચના તો અચક કરતી જ હોવી જોઈએ ને ?' એવી છાપ ઊભી કરીને, ગરનો વિશ્વાસ પ્રાપ્ત કરીને જે સાધુઓ મોટા દોષો છુપાવે છે અને માત્ર નાના બ્રેષો પ્રગટ કરે છે તે સાધુઓ ભય, મદ અને કપટને કારણે જિનવચનથી વિમુખ બને છે. કેટલીક વખત સાધકના મનમાં ભય રહેલો હોય છે કે પોતાના મોટા દોષોને માટે ગુરુમહારાજ કદાચ વધારે પડતું મોટું પ્રાયશ્ચિત્ત આપી દેશે. એટલા માટે તે પોતાના નાના દોષોની ગુરુ સમક્ષ આલોચના કરીને શું પ્રાયશ્ચિત્ત મળે છે તેનો અંદાજ કાઢ્યા પછી મોટા દોષોનો વિચાર કરે છે. એવા સાધકના મનમાં કપટભાવ રહેલો હોય છે. એટલે તેઓ સાચા સાધક બની શકતા નથી,
() પ્રચ્છન્નઃ કેટલીક વાર સાધકને પોતાનાં પાપોનો એકરાર કરવામાં લજ્જા ને લોકનિંદાનો એટલો બધો ડર રહે છે કે ગુરુ સમક્ષ પોતાના
Page #5
--------------------------------------------------------------------------
________________
આલોચના
અતિચારોનો એકરાર કરતાં તેઓને સંકોચ થાય છે. બીજી બાજુ પોતાના માટે તેમનો અંતરાત્મા ડંખતો હોય છે. એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તો તેનું શું શું પ્રાયશ્ચિત્ત મળે એ ગુરુ પાસેથી જાણી લઈને પોતાની મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત્ત કરી લે છે. (પ્રાચીન કાળમાં લક્ષ્મણા નામનાં સાધ્વીએ એ પ્રમાણે કર્યું હતું.) આ પણ એક પ્રકારનો કપટભાવ છે. એટલે ગુપ્ત રીતે પોતાની મેળે પ્રાયશ્ચિત્ત લઈ પોતાનાં પાપોની શુદ્ધિ કરી લીધી હોવા છતાં તેનું ખાસ ફળ મળતું નથી.
કેટલીક વાર સાધક તક જોઈને ગુરુ પાસે બીજું કોઈ હાજર ન હોય તેવે વખતે, પ્રચ્છન્ન સ્થાનમાં ગુરુ સમક્ષ પોતાના અતિચારો માટે આલોચના કરે છે. વળી એ લેતી વખતે પણ પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ બરાબર સાંભળી કે સમજી ન શકે તે રીતે પોતાના અતિચારોની આલોચના કરે છે. આ પણ એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે.
(૭) શબ્દાલ : શબ્દાકુલ એટલે મોટા અવાજ સાથે અથવા મોટા અવાજ વચ્ચે. કેટલીક વખત પોતાના અતિચારોની આલોચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પોતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તત્પર છે એ બીજાઓને બતાવવા માટે, બધા બરાબર સાંભળી શકે એ રીતે જોરશોરથી ગુરુ સમક્ષ તે પોતાના દોષોની આલોચના કરે છે. પોતાના અતિચારો માટે લઘુતા કે લજ્જાનો ભાવ જન્મવાને બદલે પોતાની પ્રશંસા થાય એવો ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશંસા માટે તે આલોચના કરે છે. સાધુએ કે ગૃહસ્થ એવી રીતે આલોચના ન કરવી જોઈએ.
સાધુઓમાં પાલિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોયણા મોટા સમુદાયમાં જ્યારે લેવાની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એકસાથે ઘણા સાધુઓ પોતપોતાના અતિચારોની આલોયણા મોટેથી બોલીને લેતા હોય છે. તે વખતે ત્યાં તે અવાજોની વચ્ચે પોતાના અતિચારો વિશે અસ્પષ્ટ રીતે બોલીને આલોયણા લઈ લેવી એ શબ્દાકુલ પ્રકારનો દોષ છે.
(૮) બહુજનપૃચ્છા કેટલીક વાર સાધક પોતાના એક દોષને માટે એક ગુરુ પાસે આલોયણા લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગ્રત છે એ બતાવવા અને પોતાનો યશ વધે એટલા માટે બીજા ગુરુઓ પાસે પણ એ જ દોષ માટે ફરીથી આલોયણા લે છે. આમ કરવા પાછળ સાધકનો
Page #6
--------------------------------------------------------------------------
________________
૭૦
જિનતત્ત્વ
આશય પોતાની શુદ્ધિ કરવા કરતાં પોતાની પ્રશંસા વધારવાનો હોય છે.
કેટલીક વખત સાધક પોતાના અતિચારોની વાત કર્યા વગર પ્રચ્છન્ન રીતે ઘણા આચાર્યોને તેની આલોયણા વિશે પૂછે છે અને તેમાંથી જે ઓછામાં ઓછું પ્રાયશ્ચિત બતાવે તેમની પાસે જઈને પોતાના અતિચારો કહીને આલોયણા લે છે. આ બહુજનપૂચ્છાના પ્રકારનો આલોયણાનો દોષ છે.
કેટલીક વખત સાધકને પોતાના ગુરુમહારાજે આપેલા પ્રાયશ્ચિત્તમાં શ્રદ્ધા બેસતી નથી અને તેથી એ પ્રાયશ્ચિત્ત યોગ્ય છે કે નહિ તેની ચર્ચા બીજા ઘણા વડીલ સાધુઓ સાથે કરે છે. આ રીતે ઘણાની સાથે પોતાના અતિચાર અને પ્રાયશ્ચિત્તની યોગ્યયોગ્યતાની પૂછપરછ કરવી તે યોગ્ય નથી.
. (૯) અવ્યક્ત કેટલાક સાધુઓને કયા ક્યા દેષ માટે શું શું પ્રાયશ્ચિત્ત આપી શકાય તે વિશે ઊંડો શાસ્ત્રીય અભ્યાસ હોતો નથી. કેટલાક સાધુઓ ધક્ષાપર્યાયમાં નાના હોય છે. કેટલાક સાધુઓ જ્ઞાનાભ્યાસમાં નાના હોય છે. આવા ચારિત્રબાલ અથવા આગમબાલ સાધુઓ કે જેમને આલોચના અને પ્રાયશ્ચિત્તની પૂરી ખબર ન હોય તેમની પાસે હેતુપૂર્વક જઈને આલોયણા લઈ લેવી અને તેમના અજ્ઞાનનો લાભ ઉઠાવવો એ અવ્યક્તના પ્રકારનો દોષ છે.
(૧૦) તન્નેવી: તત્સવી એટલે તેવા પ્રકારના દોષોનું સેવન કરનાર. કેટલાક મોટા સાધુઓ પોતે પતનના માર્ગે ઘસડાયા હોય છે. એવા સાધુઓ પાર્શ્વત્થ કહેવાય છે. એમની પાસે પોતાના અતિચારોની આલોયણા લેવી એ પણ એક દોષ છે. સાધક કેટલીક વાર એવો કુતર્ક દોડાવે છે, કે જે દોષોનું સેવન પોતાનાથી થયું છે તેવા દોષોનું સેવન અમુક વડીલ સાધુ પણ કરે છે, માટે જો તેમની પાસે દોષોની આલોચના કરવામાં આવે તો તેઓ સહાનુભૂતિપૂર્વક ઓછું પ્રાયશ્ચિત્ત આપશે, કારણ કે પોતાની મર્યાદા તેઓ પણ જાણતા હોય છે. આ રીતે પાર્શ્વત્યમુનિ પાસે આલોયણા લેવી એ તત્સવીના પ્રકારનો દોષ છે.
સાધુમહાત્માઓના ચિત્તમાં પણ પ્રમત્તાવસ્થામાં કેવા કેવા દોષો પ્રવેશી જાય છે તેનું સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ આપણા આગમગ્રંથોમાં થયું છે. જેમ સાધુઓની બાબતમાં તેમ ગૃહસ્થોના જીવનમાં બને છે. પોતાની ભૂલ, પોતાના વાંક કે દોષનો બચાવ કરવા માટે, પોતાનું ખરાબ ન દેખાય એ માટે, પોતાની માનહાનિ ન થાય એ માટે માણસ અસત્ય, અર્ધસત્ય, અલ્પસત્ય,
Page #7
--------------------------------------------------------------------------
________________
આલોચના
વિકૃત સત્ય, સત્યાભાસ, કુતર્ક, વિકલ્પ, અપવાદ, આક્ષેપ, પ્રતિપ્રહાર, નિર્દોષતાનો આડંબર, મિથ્યાભિમાન, દોષદર્શિતા વગેરેનો આશ્રય લેવા લલચાય છે.
પારદર્શક વ્યક્તિત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગોએ આપણને સમજાય છે. એટલા માટે જ સાધક જો નીચે પ્રમાણે દસ ગુણોથી યુક્ત હોય તો જ તે આલોચના લેવા માટે યોગ્ય પાત્ર ગણાય છે :
(૧) જાતિસંપન્ન, (૨) કુલસંપન્ન, (૩) વિનયસંપન્ન, (૪) જ્ઞાનસંપન્ન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્રસંપન્ન, (૭) ક્ષાન્ત– ક્ષમાવાન, (૮) દાન્ત-ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર, (૯) અમાયી–માયાકપટ ન કરનાર અને (૧૦) અપશ્ચાત્તાપી–અતિચારની આલોચના કર્યા પછી તે માટે પશ્ચાત્તાપ ન કરનાર
માણસને જે વ્યક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તેની પાસે તે પોતાનાં પાપનો એકરાર કરે છે. પોતે કરેલા એકરારની વાત ફૂટી જશે એવો જ્યારે એને ડર રહે છે ત્યારે તે તેમ કરતાં સંકોચ અનુભવે છે. બધા સમક્ષ જાહેરમાં પોતાનાં પાપોનો એકરાર કરવો એ ઉત્તમ પરિસ્થિતિ છે, પરંતુ તે હંમેશાં વ્યવહારુ નથી. કેટલીક વાર પોતાની સાથે પાપમાં સંડોવાયેલી અન્ય વ્યક્તિઓને જાણતાં-અજાણતાં છાંટા ઊડવાનો સંભવ રહે છે. અન્ય વ્યક્તિઓના હિતને નુકસાન ન થાય એટલા માટે પણ કેટલાક લોકો જાહેરમાં પાપનો એકરાર કરતા નથી, અથવા કરે છે તો પૂરી વિગત વિના કરે છે.
જેમની પાસે પાપનો એકરાર કરવાનો હોય એવી વ્યક્તિ સુપાત્ર હોવી જોઈએ, કારણ કે આલોચના કરનાર અને સાંભળનાર એ બે વચ્ચે ભવિષ્યમાં કદાચ અણબનાવ થાય ત્યારે પણ પાપના એકરારની વાતનો તે ગેરલાભ ઉઠાવે નહિ કે તે વડે વેર લેવાનો પ્રયત્ન કરે નહિ.
દોષોની આલોચના સાંભળી પ્રાયશ્ચિત્ત કરાવનાર વ્યક્તિના આઠ પ્રકારના ગુણ “ભગવતીસૂત્ર'માં નીચે પ્રમાણે બતાવ્યા છે :
(૧) આચારવાન જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોથી યુક્ત.
(૨) અવધારણાવાન : સારી યાદશક્તિ અને ગ્રહણશક્તિ ધરાવનાર, જેથી દોષ અનુસાર શાસ્ત્રસંમત, યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે.
Page #8
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
(૩) વ્યવહારવાન : આગમ, શ્વેત, આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ
પ્રકારના વ્યવહારના જાણકાર.
(૪) અપ્રવીડક : લજ્જા કે સંકોચને કારણે શિષ્ય પોતાના દોષ ન બતાવી શકે તો મધુર વત્સલ વાણી દ્વારા એની લજ્જાને દૂર કરી આલોચના કરવા પ્રેરે.
(૫) પ્રભુર્વક : આલોચના કરનારને અતિચારોની તરત શુદ્ધિ કરાવવામાં સમર્થ..
કર
(૬) અપરિગ્નાવી : આલોચના કરનારના દોષોની વાત બીજાને ન જણાવનાર. બીજાના દોષોની ગુપ્ત વાત પોતાના મનમાં જ રાખવી જોઈએ. એ બીજાને કહી દેવાથી આલોચના કરનારનો વિશ્વાસ ઊઠી જાય છે. વળી એથી પોતાને પણ દોષ લાગે છે.
(૭) નિર્યાપક : આલોચના કરનારને પ્રાયશ્ચિત્ત આપી તે પાર પડાવવામાં કુશળ; આલોચના કરનારની શક્તિને લક્ષમાં રાખી ક્રમે ક્રમે તેની પાસે પ્રાયશ્ચિત્ત કરાવી દોષોની શુદ્ધિ કરાવવામાં સમર્થ.
(૮) અપાયદર્શી : આલોચના કરવામાં આનાકાની કરનારને તે ન કરવાથી કેવાં કેવાં દુ:ખ ભોગવવાં પડે છે તે શાસ્ત્રાનુસાર સમજાવી તેને આલોચના કરવાની પ્રેરણા કરવામાં નિપુણ.
દોષોના એકરાર વખતે સામાન્ય રીતે બે જ વ્યક્તિ હોવી જોઈએ : એક દોષ કહેનાર અને બીજી એ દોષ સાંભળીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર. આ પ્રકારની આલોચનામાં ફક્ત બે જ વ્યક્તિ હોવાથી દોષની વાત સાંભળનાર માત્ર ચાર જ કાન હોય છે. માટે એ પ્રકારની આલોચનાને ‘ચતુષ્કર્ણા આલોચના' કહેવામાં આવે છે.
કેટલીક વખત અપવાદરૂપ સંજોગોમાં બીજી એક અથવા બે વ્યક્તિની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેમ કે સાધુ વૃદ્ધ હોય, સ્થવિર હોય અને આલોચના લેનાર કોઈ યુવાન સાધ્વી હોય તો તે પ્રસંગે બીજી એક પ્રૌઢ અને જ્ઞાનદર્શનસંપન્ન સાધ્વી પણ ઉપસ્થિત હોવી જોઈએ, જેથી આલોચના લેનાર સાધ્વી લજ્જા કે સંકોચ અનુભવે નહિ. આમાં ત્રણ વ્યક્તિઓ હોય છે માટે આ પ્રકારની આલોચનાને ‘ષટ્કર્ણા આલોચના' કહેવામાં આવે છે.
કોઈક વખત આલોચના લેનાર સાધ્વી યુવાન હોય અને આલોચના
Page #9
--------------------------------------------------------------------------
________________
આલોચના
આપનાર સાધુ પણ યુવાન હોય તો તેવા પ્રસંગે બીજા એક સાધુ અને બીજી એક સાધ્વીની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેથી ઉભય પક્ષે કંઈ ગેરસમજ ન થાય અને યુવાન સાધુસાધ્વીની નિષ્કારણ નિંદા ન થાય. આવા પ્રસંગે કુલ ચાર વ્યક્તિ હોવાથી એ પ્રકારની આલોચનાને “અષ્ટક આલોચના કહેવામાં આવે છે.
આલોચના સાંભળતી વખતે ગુરુ પાસે સામાન્ય રીતે આલોચના લેનાર એક જ શિષ્ય હોવો જોઈએ. શિષ્ય આલોચના કરે તે વખતે એક કરતાં વધારે વડીલ સાધુઓ હાજર હોય તો આલોચના લેનાર શિષ્ય લજ્જિત થઈ જાય, સંકોચ અનુભવે અને પોતાના બધા દોષોની વાત ન પણ કહે. એવી જ રીતે ગુરુમહારાજ એકસાથે ઘણા બધા શિષ્યોને બોલાવીને પોતાના દોષોનો એકરાર કરવાનું કહે તો ગુરુ પોતે બધાની આલોચના એકાગ્રતાથી સાંભળી ન શકે, કદાચ યોગ્ય પ્રાયશ્ચિત્ત ન દઈ શકે. વળી શિષ્ય પોતાના દોષ કહેતાં સંકોચ અનુભવે અને કોઈકના દોષની વાત ફૂટી જવાનો સંભવ પણ રહે, માટે એક સમયે એક જ શિષ્યની આલોચના ગુરુએ પોતે એકલાએ જ પૂરી એકાગ્રતાથી સાંભળવી જોઈએ. અતિગંભીર દોષોની બાબતમાં આ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય દોષોની બાબતમાં પ્રસંગાનુસાર અપવાદ કરી શકાય.
પોતાના દોષોના કથનની રીતની દષ્ટિએ આલોચનાના બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલીક વાર શિષ્યના એટલા બધા દોષ થયા હોય કે એનાં સર્વ વ્રતોનું ખંડન થઈ જાય. આવો શિષ્ય પોતાના બધા દોષો ક્રમવાર કહેવાને બદલે સામાન્ય નિવેદન કરતાં કહે કે “હું પાપી છું, તુચ્છ છું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ રત્નત્રયીની આરાધનામાં કાચો રહ્યો છું. મારે મુનિપણામાં ફરી સ્થિર થવું છે. આ રીતે કરેલી આલોચનાને “સામાન્ય આલોચના' અથવા
ઓઘ આલોચના” કહેવામાં આવે છે. જે આલોચનામાં પ્રત્યેક દોષ તેના કાળ તથા પ્રદેશની વિગત સાથે ક્રમબદ્ધ રીતે કહેવાય એ આલોચનાને “વિશેષ આલોચના” અથવા “પદવિભાગી આલોચના' કહેવામાં આવે છે.
નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ આલોચનાના બે પ્રકાર ગણાવવામાં આવ્યા છે. પોતાનાથી થયેલા સર્વ દોષોનો સ્વીકાર કરી, એવા દોષોનો સર્વથા ત્યાગ કરી, તેવા દોષો ફરીથી ન થાય તેવો દૃઢ સંકલ્પ કરવો કે વ્રત ધારણ કરવું તે “નિશ્ચય આલોચના” છે. પોતાના જે દોષ થયા હોય તેને માટે પશ્ચાત્તાપપૂર્વક માત્ર નિંદા કરવી તે વ્યવહાર આલોચના” છે.
Page #10
--------------------------------------------------------------------------
________________ 74 જિનતત્ત્વ આલોચના - સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પરંતુ અકલ્પનીય એવા કોઈ દ્રવ્યનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. (2) ક્ષેત્ર આલોચના - ગામ કે નગરમાં કે ત્યાં જવાના માર્ગમાં કોઈ દોષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (3) કાલ આલોચના દિવસે, રાત્રે, પર્વના દિવસે, દુકાળમાં, સુકાળમાં કોઈ દોષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (4) ભાવ આલોચના - પ્રસન્ન કે અપ્રસન્ન ભાવથી, અહંકાર, દ્વેષ કે ગ્લાનિ વગેરેના ભાવથી કોઈ દોષનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. આમ, આલોચના (આલોયણા) ઉપર ઘણો ભાર જૈન દર્શનમાં મૂકવામાં આવ્યો છે. રોજે રોજ સવાર-સાંજના પ્રતિક્રમણમાં સાધુએ કે ગૃહસ્થ પોતાના દોષોની આલોચના કરવાની હોય છે. જે આલોચના કરે છે તે જ સાચો આરાધક બની શકે છે. “આવશ્યકનિયુક્તિ માં કહ્યું છે કે જે માણસ ગુરુજન સમક્ષ બધાં શલ્યો દૂર કરી આલોચના-આત્મનિંદા કરે છે તે માથા ઉપરનો उद्धरियसव्वसल्लो आलोइय-निंदओ गुरुसगासे। होइ अइरेहलहुओ ओहरियभारोव्व भारवहो।।