SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના અતિચારોનો એકરાર કરતાં તેઓને સંકોચ થાય છે. બીજી બાજુ પોતાના માટે તેમનો અંતરાત્મા ડંખતો હોય છે. એવે વખતે તે બીજાનું કાલ્પનિક નામ આપી અમુક અતિચાર થયો હોય તો તેનું શું શું પ્રાયશ્ચિત્ત મળે એ ગુરુ પાસેથી જાણી લઈને પોતાની મેળે ખાનગીમાં એ પ્રાયશ્ચિત્ત કરી લે છે. (પ્રાચીન કાળમાં લક્ષ્મણા નામનાં સાધ્વીએ એ પ્રમાણે કર્યું હતું.) આ પણ એક પ્રકારનો કપટભાવ છે. એટલે ગુપ્ત રીતે પોતાની મેળે પ્રાયશ્ચિત્ત લઈ પોતાનાં પાપોની શુદ્ધિ કરી લીધી હોવા છતાં તેનું ખાસ ફળ મળતું નથી. કેટલીક વાર સાધક તક જોઈને ગુરુ પાસે બીજું કોઈ હાજર ન હોય તેવે વખતે, પ્રચ્છન્ન સ્થાનમાં ગુરુ સમક્ષ પોતાના અતિચારો માટે આલોચના કરે છે. વળી એ લેતી વખતે પણ પ્રચ્છન્ન રીતે, ગુરુ પણ બરાબર સાંભળી કે સમજી ન શકે તે રીતે પોતાના અતિચારોની આલોચના કરે છે. આ પણ એક પ્રકારનો આલોચનાનો અતિચાર છે. (૭) શબ્દાલ : શબ્દાકુલ એટલે મોટા અવાજ સાથે અથવા મોટા અવાજ વચ્ચે. કેટલીક વખત પોતાના અતિચારોની આલોચના કરતી વખતે સાધકના મનમાં દેખાવ કરવાની વૃત્તિ જાગે છે. પોતે કેટલા પ્રામાણિક છે અને શુદ્ધ થવાને તત્પર છે એ બીજાઓને બતાવવા માટે, બધા બરાબર સાંભળી શકે એ રીતે જોરશોરથી ગુરુ સમક્ષ તે પોતાના દોષોની આલોચના કરે છે. પોતાના અતિચારો માટે લઘુતા કે લજ્જાનો ભાવ જન્મવાને બદલે પોતાની પ્રશંસા થાય એવો ભાવ તેનામાં જન્મે છે. આત્મશુદ્ધિ માટે નહિ પણ આત્મપ્રશંસા માટે તે આલોચના કરે છે. સાધુએ કે ગૃહસ્થ એવી રીતે આલોચના ન કરવી જોઈએ. સાધુઓમાં પાલિક, ચાતુર્માસિક કે સાંવત્સરિક આલોયણા મોટા સમુદાયમાં જ્યારે લેવાની હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ ત્યાં એકસાથે ઘણા સાધુઓ પોતપોતાના અતિચારોની આલોયણા મોટેથી બોલીને લેતા હોય છે. તે વખતે ત્યાં તે અવાજોની વચ્ચે પોતાના અતિચારો વિશે અસ્પષ્ટ રીતે બોલીને આલોયણા લઈ લેવી એ શબ્દાકુલ પ્રકારનો દોષ છે. (૮) બહુજનપૃચ્છા કેટલીક વાર સાધક પોતાના એક દોષને માટે એક ગુરુ પાસે આલોયણા લીધા પછી પોતે કેટલા બધા સરળ, પ્રામાણિક અને જાગ્રત છે એ બતાવવા અને પોતાનો યશ વધે એટલા માટે બીજા ગુરુઓ પાસે પણ એ જ દોષ માટે ફરીથી આલોયણા લે છે. આમ કરવા પાછળ સાધકનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249437
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy