SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના વિકૃત સત્ય, સત્યાભાસ, કુતર્ક, વિકલ્પ, અપવાદ, આક્ષેપ, પ્રતિપ્રહાર, નિર્દોષતાનો આડંબર, મિથ્યાભિમાન, દોષદર્શિતા વગેરેનો આશ્રય લેવા લલચાય છે. પારદર્શક વ્યક્તિત્વ કેટલું બધું વિરલ છે તે આવા પ્રસંગોએ આપણને સમજાય છે. એટલા માટે જ સાધક જો નીચે પ્રમાણે દસ ગુણોથી યુક્ત હોય તો જ તે આલોચના લેવા માટે યોગ્ય પાત્ર ગણાય છે : (૧) જાતિસંપન્ન, (૨) કુલસંપન્ન, (૩) વિનયસંપન્ન, (૪) જ્ઞાનસંપન્ન, (૫) દર્શનસંપન્ન, (૬) ચારિત્રસંપન્ન, (૭) ક્ષાન્ત– ક્ષમાવાન, (૮) દાન્ત-ઇન્દ્રિયોને સંયમમાં રાખનાર, (૯) અમાયી–માયાકપટ ન કરનાર અને (૧૦) અપશ્ચાત્તાપી–અતિચારની આલોચના કર્યા પછી તે માટે પશ્ચાત્તાપ ન કરનાર માણસને જે વ્યક્તિમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તેની પાસે તે પોતાનાં પાપનો એકરાર કરે છે. પોતે કરેલા એકરારની વાત ફૂટી જશે એવો જ્યારે એને ડર રહે છે ત્યારે તે તેમ કરતાં સંકોચ અનુભવે છે. બધા સમક્ષ જાહેરમાં પોતાનાં પાપોનો એકરાર કરવો એ ઉત્તમ પરિસ્થિતિ છે, પરંતુ તે હંમેશાં વ્યવહારુ નથી. કેટલીક વાર પોતાની સાથે પાપમાં સંડોવાયેલી અન્ય વ્યક્તિઓને જાણતાં-અજાણતાં છાંટા ઊડવાનો સંભવ રહે છે. અન્ય વ્યક્તિઓના હિતને નુકસાન ન થાય એટલા માટે પણ કેટલાક લોકો જાહેરમાં પાપનો એકરાર કરતા નથી, અથવા કરે છે તો પૂરી વિગત વિના કરે છે. જેમની પાસે પાપનો એકરાર કરવાનો હોય એવી વ્યક્તિ સુપાત્ર હોવી જોઈએ, કારણ કે આલોચના કરનાર અને સાંભળનાર એ બે વચ્ચે ભવિષ્યમાં કદાચ અણબનાવ થાય ત્યારે પણ પાપના એકરારની વાતનો તે ગેરલાભ ઉઠાવે નહિ કે તે વડે વેર લેવાનો પ્રયત્ન કરે નહિ. દોષોની આલોચના સાંભળી પ્રાયશ્ચિત્ત કરાવનાર વ્યક્તિના આઠ પ્રકારના ગુણ “ભગવતીસૂત્ર'માં નીચે પ્રમાણે બતાવ્યા છે : (૧) આચારવાન જ્ઞાન, દર્શન, ચરિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચારોથી યુક્ત. (૨) અવધારણાવાન : સારી યાદશક્તિ અને ગ્રહણશક્તિ ધરાવનાર, જેથી દોષ અનુસાર શાસ્ત્રસંમત, યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249437
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy