________________ 74 જિનતત્ત્વ આલોચના - સચિત્ત, અચિત્ત કે મિશ્ર, પરંતુ અકલ્પનીય એવા કોઈ દ્રવ્યનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. (2) ક્ષેત્ર આલોચના - ગામ કે નગરમાં કે ત્યાં જવાના માર્ગમાં કોઈ દોષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (3) કાલ આલોચના દિવસે, રાત્રે, પર્વના દિવસે, દુકાળમાં, સુકાળમાં કોઈ દોષનું સેવન થયું હોય તે માટેની આલોચના. (4) ભાવ આલોચના - પ્રસન્ન કે અપ્રસન્ન ભાવથી, અહંકાર, દ્વેષ કે ગ્લાનિ વગેરેના ભાવથી કોઈ દોષનું સેવન થઈ ગયું હોય તે માટેની આલોચના. આમ, આલોચના (આલોયણા) ઉપર ઘણો ભાર જૈન દર્શનમાં મૂકવામાં આવ્યો છે. રોજે રોજ સવાર-સાંજના પ્રતિક્રમણમાં સાધુએ કે ગૃહસ્થ પોતાના દોષોની આલોચના કરવાની હોય છે. જે આલોચના કરે છે તે જ સાચો આરાધક બની શકે છે. “આવશ્યકનિયુક્તિ માં કહ્યું છે કે જે માણસ ગુરુજન સમક્ષ બધાં શલ્યો દૂર કરી આલોચના-આત્મનિંદા કરે છે તે માથા ઉપરનો उद्धरियसव्वसल्लो आलोइय-निंदओ गुरुसगासे। होइ अइरेहलहुओ ओहरियभारोव्व भारवहो।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org