SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના આપનાર સાધુ પણ યુવાન હોય તો તેવા પ્રસંગે બીજા એક સાધુ અને બીજી એક સાધ્વીની ઉપસ્થિતિ આવશ્યક મનાય છે, જેથી ઉભય પક્ષે કંઈ ગેરસમજ ન થાય અને યુવાન સાધુસાધ્વીની નિષ્કારણ નિંદા ન થાય. આવા પ્રસંગે કુલ ચાર વ્યક્તિ હોવાથી એ પ્રકારની આલોચનાને “અષ્ટક આલોચના કહેવામાં આવે છે. આલોચના સાંભળતી વખતે ગુરુ પાસે સામાન્ય રીતે આલોચના લેનાર એક જ શિષ્ય હોવો જોઈએ. શિષ્ય આલોચના કરે તે વખતે એક કરતાં વધારે વડીલ સાધુઓ હાજર હોય તો આલોચના લેનાર શિષ્ય લજ્જિત થઈ જાય, સંકોચ અનુભવે અને પોતાના બધા દોષોની વાત ન પણ કહે. એવી જ રીતે ગુરુમહારાજ એકસાથે ઘણા બધા શિષ્યોને બોલાવીને પોતાના દોષોનો એકરાર કરવાનું કહે તો ગુરુ પોતે બધાની આલોચના એકાગ્રતાથી સાંભળી ન શકે, કદાચ યોગ્ય પ્રાયશ્ચિત્ત ન દઈ શકે. વળી શિષ્ય પોતાના દોષ કહેતાં સંકોચ અનુભવે અને કોઈકના દોષની વાત ફૂટી જવાનો સંભવ પણ રહે, માટે એક સમયે એક જ શિષ્યની આલોચના ગુરુએ પોતે એકલાએ જ પૂરી એકાગ્રતાથી સાંભળવી જોઈએ. અતિગંભીર દોષોની બાબતમાં આ સાવધાની રાખવી જોઈએ. સામાન્ય દોષોની બાબતમાં પ્રસંગાનુસાર અપવાદ કરી શકાય. પોતાના દોષોના કથનની રીતની દષ્ટિએ આલોચનાના બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલીક વાર શિષ્યના એટલા બધા દોષ થયા હોય કે એનાં સર્વ વ્રતોનું ખંડન થઈ જાય. આવો શિષ્ય પોતાના બધા દોષો ક્રમવાર કહેવાને બદલે સામાન્ય નિવેદન કરતાં કહે કે “હું પાપી છું, તુચ્છ છું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ રત્નત્રયીની આરાધનામાં કાચો રહ્યો છું. મારે મુનિપણામાં ફરી સ્થિર થવું છે. આ રીતે કરેલી આલોચનાને “સામાન્ય આલોચના' અથવા ઓઘ આલોચના” કહેવામાં આવે છે. જે આલોચનામાં પ્રત્યેક દોષ તેના કાળ તથા પ્રદેશની વિગત સાથે ક્રમબદ્ધ રીતે કહેવાય એ આલોચનાને “વિશેષ આલોચના” અથવા “પદવિભાગી આલોચના' કહેવામાં આવે છે. નિશ્ચય અને વ્યવહારની દૃષ્ટિએ આલોચનાના બે પ્રકાર ગણાવવામાં આવ્યા છે. પોતાનાથી થયેલા સર્વ દોષોનો સ્વીકાર કરી, એવા દોષોનો સર્વથા ત્યાગ કરી, તેવા દોષો ફરીથી ન થાય તેવો દૃઢ સંકલ્પ કરવો કે વ્રત ધારણ કરવું તે “નિશ્ચય આલોચના” છે. પોતાના જે દોષ થયા હોય તેને માટે પશ્ચાત્તાપપૂર્વક માત્ર નિંદા કરવી તે વ્યવહાર આલોચના” છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249437
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy