SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ આલોચના આલોચના' અને “અતિચાર' એ બંને જૈન ધર્મના પારિભાષિક શબ્દો છે. આલોચના(અથવા પ્રાકૃત શબ્દ “આલોયણા')નો સાદો અર્થ છે અવલોકન, નિરીક્ષણ, વિવેચન. પોતાના સ્થૂલ કે સૂક્ષ્મ દોષોનું ઝીણવટપૂર્વક અવલોકન કરવું અને ગુરુમહારાજ સમક્ષ તેનો સ્વીકાર કરવો એ માટે જૈન પારિભાષિક શબ્દ છે “આલોચના” અથવા “આલોયણા”. “આલોયણા કરવી” અથવા આલોયણા લેવી' એવો રૂઢપ્રયોગ વપરાય છે. ભગવતીસૂત્ર'ની ટીકામાં ‘આલોચનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે : आ अभिविधिना सकलदोषाणां लोचनो-गुरुपुरतः प्रकाशना आलोचना। પાપનો અથવા કોઈ દોષનો ચિત્તમાં વિચાર સ્ફરે ત્યારથી શરૂ કરીને તેવું પાપકાર્ય થઈ જાય ત્યાં સુધીની સૂક્ષ્મ અને સ્થૂળ ક્રિયાના ચાર તબક્કા જૈન શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યા છે : અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. આમાં અતિચાર ન કરવા ઉપર જૈન ધર્મમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે કે જેથી અનાચારમાંથી બચી શકાય. માણસે રોજેરોજ સવાર-સાંજ પોતાનાં પાપોની અને ખાસ તો અતિચારોની આલોચના કરવાની હોય છે. ગુરુ કે વડીલ સમક્ષ પ્રામાણિકતાથી, કશું છુપાવ્યા વગર પોતાના દોષો કે અતિચારો કહેવામાં આવે તો તે આલોચના છે. આલોચના (અથવા આલોયણા; આલોયણ) એ પ્રાયશ્ચિત્તનો પણ એક પ્રકાર છે. કેટલાક દોષો એટલા નાના હોય છે કે એના સ્વીકારરૂપ આલોચનાથી એની શુદ્ધિ થઈ જાય છે. એમાં આલોચના એ જ પ્રાયશ્ચિત્ત બની જાય છે. કેટલાક દોષો વધુ ગંભીર હોય છે. એની આલોચના સાંભળ્યા પછી વડીલ વ્યક્તિ કે ધર્મગુરુ તે દોષોની ગંભીરતા મુજબ, પ્રાયશ્ચિત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249437
Book TitleAlochana
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size360 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy