Book Title: Alochana
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ જિનતત્ત્વ તરીકે, તેવા દોષો ફરીથી ન થાય તે માટે, શિક્ષારૂપે ઉપવાસાદિ તપ-જપ કરવાનું કહે છે. વ્રતધારી સાધુઓથી થતા દોષો વધારે ગંભીર સ્વરૂપના ગણાય છે. સ્થળ કે સૂક્ષ્મ હિસા, અસત્યકથન, ચોરી કરવી, રીજવસ્તુ સંતાડવી, બ્રહ્મચર્યનું ખંડન, પાસે પૈસા કે સોનારૂપાની કે ઝવેરાતની વસ્તુઓ રાખવી, ઇત્યાદિ દોષો ક્યારેક સાધુઓથી પણ જાણતા કે અજાણતાં, સહેતુક કે અહેતુક થઈ જતા હોય છે, એવા અતિચારોની આલોયણા સાધુઓએ પોતાના ગુરુ પાસે લેવાની હોય છે, પરંતુ અતિચારોની આલોચના કરતી વખતે ક્યારેક આલોચનાના અતિચારો પણ થઈ જતા હોય છે. પોતાના દોષોનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિંમતની જરૂર છે. દોષોનો એકરાર કરવાથી કેટલીક વખત માણસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો સંભવ છે. લોકનિંદાનો ડર જેવોતેવો નથી. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનારા લોકનેતાઓ પોતાની ભૂલનો જાહેરમાં એકરાર કરતાં ખચકાતા હોય છે. ક્યારેક તેમને પોતાના અનુયાયીઓનું બળ ઓછું થવાનો ભય પણ રહે છે. જેમણે વ્રત અંગીકાર કર્યો હોય એવા સાધુમહાત્માઓ પણ ક્યારેક પોતાના વ્રતભંગની કબૂલાત કરવા વિશે વિમાસણમાં પડી જાય છે. બીજી બાજુ પોતાના નાના કે મોટા એવા તમામ દોષોનો દંભ કે અભિમાન વિના, હૃદયની સરળતા અને નિર્મળતાથી સ્વીકાર કરનાર મહાપુરુષોનાં ઉદાહરણો પણ ઓછાં નથી. એવા સાધુમહાત્માઓ ચારિત્રધર્મની આરાધનામાં પોતાનાથી થતી તમામ ક્ષતિઓનો તરત સ્વીકાર કરી લે છે અને ચિત્તશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ કરે છે. આલોચના દ્વારા જીવ માયારહિત થઈ ઋજુભાવ ધારણ કરે છે. - જ્યારે વ્યક્તિમાં પોતાના દોષોનો એકરાર કરવાનું નૈતિક બળ થોડું ઓછું હોય છે અને બીજી બાજુ એકરાર કર્યા વગર છૂટકો નથી હોતો ત્યારે એકરારને કારણે પરિણમતી પરિસ્થિતિમાંથી જેટલા બચી શકાય તેટલા બચી જવાની વૃત્તિ તેમનામાં રહે છે. ત્યારે તેવી વ્યક્તિ પોતાના કેટલાક દોષોનો સ્વીકાર કરે છે અને કેટલાક દોષો છૂપાવે છે. એવો સ્વીકાર કરતી વખતે પણ તેમનું ચિત્ત કંઈક તર્ક અને કંઈક યુક્તિથી સ્વબચાવ કરવા તરફ રહે છે. કેટલાક સાધુઓમાં પણ ક્યારેક આવી વૃત્તિ જોવા મળે છે. આપણા શાસ્ત્રકારોએ એવા સાધુઓની મનોવૃત્તિઓનું સૂક્ષ્મ અવલોકન કરીને દોષશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10