Book Title: Alankar Chintamani ma Nirupit Mahakavya na Varna Vishayo
Author(s): Parul Mankad
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૪૨ પારુલ માંકડ Nirgrantha વર્ણવવું એવું ક્યારેક કહેવાયું છે. આમ અજિતસેને મૃગયાવર્ણન દ્વારા હરણોનો ભય વગેરેને પ્રતીકરૂપે નિરૂપી સંસારની ભયાનકતા બતાવવાનું કવિને સૂચવ્યું છે. (૨૦) અશ્વ અલક ચિંતા, ૧/૪૯માં અજિતસેન ઘોડાના વર્ણન વિશે સૂક્ષ્મ નિરૂપણ કરતાં કહે છે. અશ્વમાં તીવ્ર વેગ. દેવમણિ વગેરે શુભલક્ષણો, ગતિઓ (રેચક વગેરે) જાતિ, ઉચ્ચતા જાતિ (તેમાં બાલ્ટીક, કંબોજ વગેરે)નું વર્ણન અપેક્ષિત છે. (૨૧) હસ્તિ હાથી ૧/૪૯ 8માં અજિતસેન આ અંગે નોંધે છે કે હાથીનું વર્ણન કરતી વખતે તે શત્રુઓનો બૃહ તોડે છે તેવું વર્ણન કરવું. તેના કુંભસ્થળ, ગજમુક્તા, મદ અને (મદને કારણે આકષ્ટ ભ્રમરો વગેરે) મદાલય ઇત્યાદિનું નિરૂપણ આવશ્યક છે. (૨૨) મધુ એટલે કે વસંતઋતુ વસંતઋતુમાં દોલા, પવન, ભ્રમરનો વૈભવ, ઝંકાર=ગુંજારવ અને કળીઓનું ખીલવું, સહકાર (આમ્રવૃક્ષ), પુષ્પો, મંજરીઓ અને લતાઓનું નિરૂપણ આવશ્યક છે. તેવું ૧/પ૦માં અજિતસેન નોંધે છે. (૨૩) નિદાઘ એટલે કે ગ્રીષ્મ ગ્રીષ્મમાં મલ્લિકા, ઉષ્મા (ગરમી), સરોવર, પથિક (વટેમાર્ગ), શુષ્કતા, મૃગજળની ભ્રાંતિ, પરબો અને ત્યાં રહેલી નારીઓનું વર્ણન કરવું જોઈએ એમ ૧/૫૧માં અજિતસેન નોધ છે. (૨૪) વર્ષાઋતુ અજિતસેન ૧/પરમાં નોંધે છે કે વર્ષાઋતુમાં મેઘ, મયૂર, વર્ષાકાલિક સૌંદર્ય, ઝંઝાવાત (વાવાઝોડું), વૃષ્ટિના કણો (ફુવારો), હંસની ગતિ, કેવડા, કદંબ વગેરેની કળીઓ વગેરેનું નિરૂપણ કરવું. (૨૫) શરદ ચંદ્રની શ્રેત કિરણાવલીનું, હંસ અને બળદાદિની પ્રસન્નતાનું, શુભ્ર મેધોનું, સ્વચ્છ પાણીનું, કમળ, સપ્તપર્ણ અને જળાશયોનું નિરૂપણ કરવું જોઈએ એવું અત્યંત ચિંતા. ૧/૫૩માં અજિતસેન જણાવે છે. (૨૬) હેમંત હેમંતમાં હિમથી ઠરેલી લતાઓ અને મુનિઓની તપસ્યા તેમ જ કાત્તિનું નિરૂપણ કરવું જોઈએ (અલ. ચિંતા. ૧/૫૪A). (૨૭) શિશિર ૧/૫૪ Bમાં અજિતસેન શિશિર ઋતુના વર્ણનમાં નોંધે છે કે શિશિરમાં શિરીષ અને કમળનો વિનાશ અને અતિશય ઠંડીનું નિરૂપણ કરવું જોઈએ. (૨૮) સૂર્ય કવિએ સૂર્યનું વર્ણન કઈ રીતે કરવું એ અંગે જણાવતાં ૧/૫૫માં અજિતસેન નોંધે છે કે તેની અરણિમા, કમલનો વિકાસ, ચક્રવાકોની આંખોની પ્રસન્નતા, અંધકાર, તારા, ચંદ્ર, દીપકનું તથા કુલટાઓને Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11