Page #1
--------------------------------------------------------------------------
________________
“અલંકારચિંતામણિમાં નિરૂપિત મહાકાવ્યના વણ્ય વિષયો
પારુલ માંકડ
કર્ણાટકવાસી દિગંબર કર્તા અજિતસેનની અલંકારચિંતામણિ અપનામ ભરતયશસ (ઈસ્વીસનની ૧૫મી સદી) એક મહત્ત્વની કૃતિ છે. પ્રસ્તુત ગ્રંથ, વિદ્યાનાથના પ્રતાપરુદ્રન્યશોભૂષણ ગ્રંથ સાથે ઘણું સામ્ય ધરાવે છે. તે જ રીતે અમરચંદ્રની કાવ્યકલ્પલતા(ઈસ્વી ૧૩મી સદી મધ્યભાગ)નાં ઘણાં પદો અલંકારચિંતામણિ(=અલં, ચિંતા)નાં પદ્યો સાથે સામ્ય ધરાવે છે.
કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ મહાકાવ્યના વિષયોમાં શું શું અપેક્ષિત હોઈ શકે તે અંગે પુષ્કળ ખેડાણ થયું છે. છતાં અત્રે આ અંગે એક જુદા જ દૃષ્ટિકોણથી વિચારણા કરવામાં આવી રહી છે. ભામહ અને દંડીમાં સર્ગબદ્ધ હોય તે મહાકાવ્ય' એવા આરંભવચન સાથે મહાકાવ્યના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ મહાકાવ્યના વણ્ય વિષયો એક કે બે પદ્યોમાં સમાવી લેવામાં આવ્યા છે. વામને કાવ્યાંગોની ચર્ચામાં આની અછડતી ચર્ચા કરી છે. રુદ્રટમાં પણ તેના અનુલક્ષમાં મંત્ર, ઋતુ, યુદ્ધ, સૂર્યોદય, સંધ્યા વગેરે વર્ણનોનો સંક્ષેપમાં ઉલ્લેખ છે. ત્યાં અલબત્ત ભામહ અને ઠંડી કરતાં વિગતો વધારે પ્રમાણમાં છે.
રાજશેખરેક કવિશિક્ષા (પ્રાયઃ ઈસ્વી ૯૦૦) અંતર્ગત (કવિસમયની ચર્ચા દરમ્યાન) કેટલાક વર્ણ વિષયોની ચર્ચા કરી છે, જેનો પ્રભાવ અજિતસેનાચાર્ય પર પડ્યો હોવાની સંભાવના છે : તદુપરાંત કાવ્યકલ્પલતાનો પ્રભાવ તો સ્વયં સ્પષ્ટ છે.
આચાર્ય અજિતસેનની વિશેષતા એ છે કે તેમણે આ વિષયોની યોજના સુસ્પષ્ટ રૂપે મૂકી છે. એમણે પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું સ્વરૂપ, કાવ્યનાં પ્રયોજનો, કાવ્યકારણ, યતિ વગેરેનો નિર્દેશ અને પછી મહાકાવ્યના વચ્ચે વિષયોની દીર્ઘ ચર્ચા પ્રસ્તુત કરી છે. ૨૪ થી ૬૮ પદ્યો સુધી આની વિગતવાર ચર્ચા એ અજિતસેનની બીજી વિશેષતા છે. તેમની ત્રીજી વિશેષતા છે મહાકાવ્યના વણ્ય વિષયોમાં જૈન પ્રાકૃત સાહિત્યને આધારે નવીનતા લાવવી. પ્રાકૃત ચરિત્રકાવ્યોમાં ખાસ કરીને તીર્થકરોનાં ચરિત્રકાવ્યોમાં– જન્મકલ્યાણકનો મહોત્સવ મહાકાવ્યનું અનિવાર્ય અંગ હોય છે. આચાર્ય અજિતસેને સંસ્કૃત મહાકાવ્યના સંદર્ભમાં પણ તેને એક લક્ષણ તરીકે મૂક્યું છે. સંસ્કૃત જૈન ચરિત્રકાવ્યો પણ તેમની નજર સમક્ષ હશે જ. આપણે પ્રથમ અલંકારચિંતામણિ અનુસાર મહાકાવ્યના વણ્ય વિષયો જોઈએ.
तानि वानि कथ्यन्ते महाकाव्यादिषु स्फुटम् । कविवृन्दारकर्यानि प्रबन्धेषु बबन्धिरे ॥
તા. ૧/ર૪) હવે કવિ દેવતાઓએ જે પ્રબંધોમાં વર્ણવ્યાં છે તે વર્યો (=વર્ણવવા યોગ્ય વિષયો) મહાકાવ્ય વગેરેમાં હોય તે અમે કહીએ છીએ.”
મોટે ભાગે મહાકાવ્યનો નાયક “રાજા' હોય છે. અજિતસેન, રાજા અને રાજપત્ની એટલે કે પટ્ટરાણીને મહત્ત્વનો વણ્ય વિષય ગણે છે તે અંગે નોંધતાં પહેલાં રાજપરિવારનો સામાન્ય ખ્યાલ ૧૨૪માં આપે છે. રાજપરિવારમાં રાજા, રાજપત્ની, પુરોહિત, કુલ, શ્રેષ્ઠપુત્ર (અથવા યુવરાજ), અમાત્ય, સેનાપતિ એટલાનો સમાવેશ થાય છે. આના અનુસંધાનમાં દેશ અને ગ્રામનું સૌંદર્ય, નગર, સરોવર, ધનુષ, નદ, ઉદ્યાન, વનથી ઘેરાયેલા પર્વતો—આ બધું સ્થાવર વર્ણનમાં આવે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
Vol. II. 1997-2002
અલંકારચિંતામણિ'માં....
૧૩૯
રાજનીતિ અથવા તો યુદ્ધના સંબંધમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. મંત્ર, દૂત, પ્રયાણ (યુદ્ધ અથવા યાત્રાનું) મૃગયા =શિકાર), અશ્વ, હાથી, ઋતુ, સૂર્ય, ચંદ્ર, આશ્રમ, યુદ્ધ, શ્રી, વિવાહ, વિયોગ, સુરત, સુરાપાન અનેક પ્રકારનો ક્રીડાવિનોદ વગેરે મહાકાવ્યના વણ્ય વિષયો છે. (અનં. વિતા. ૯/૨૪)
એ પછી ત્યાં અજિતસેન પ્રાયઃ પ્રત્યેકની સૂક્ષ્મ ચર્ચા કરે છે. (૧) રાજાના વર્ણનીય ગુણો
અલંક ચિતા. ૧/૨૬ થી ૨૮માં રાજાના ગુણો વર્ણવતાં કહ્યું છે કે, કીર્તિ, પ્રતાપ, આજ્ઞાપાલન, દોનો નિગ્રહ. સંધિ-વિગ્રહ, યાન. આક્રમણ વગેરે. શસ્ત્ર વગેરેનો અભ્યાસ, નીતિનિપુણતા, ક્ષમા પર વિજય, ધર્મ પર પ્રેમ, દયાળુતા, પ્રજાવત્સલતા, જિગીષા–જીતવાની ઇચ્છા, ધર્મ, ઉદારતા, ગંભીરતા, ધર્મ, અર્થ, અને કામ પ્રત્યે અવિરોધી વર્તન, તેની પ્રાપ્તિના ઉપાયો કરવા, સામ દામ, દંડ અને ભેદ આ ચારનો રાજનીતિમાં પ્રયોગ, તદતિરિક્ત ત્યાગ, સત્ય, સદૈવ પવિત્રતા, શૂરવીરતા, ઐશ્વર્ય અને ઉદ્યમ વગેરેનું રાજાના અનુષંગે કવિએ નિરૂપણ કરવું જોઈએ. (૨) પટ્ટરાણીના વર્ણનીય ગુણો
૨૯થી ૩૨ પઘોમાં દેવી અર્થાતુ પટ્ટરાણીના ગુણોનું વર્ણન છે. જેમાં લજ્જા, નમ્રતા, વ્રતાચરણ, સુશીલતા, પ્રેમ, ચાતુર્ય, દાક્ષિણ્ય, સુંદરતા, મધુરવાણી, દયાળુતા, શૃંગાર, સૌભાગ્ય, માન, તદુપરાંત કામવિભ્રમો, પગ, તળિયું, એડી, નખ, જાંઘ, ઘૂંટણ, કટિ, ઉરુ, નિતંબ, સુંદર રામાવલી, ત્રિવલિ, નાભિ, અને દેહાંગો જેવાંકે મધ્યભાગ, વક્ષ:સ્થળ, ગળું, બાહુ, અંગુલિ, હાથ, દાંત, અધર, ગાલ, આંખ, ભ્રમર, ભાલ અને કાન તથા શિર, અને પછી વેણી, ગતિ તથા જાતિ આદિનું ટૂંકમાં નાયિકાનું નખશિખ વર્ણન કરવું. (૩) રાજપુરોહિતના ગુણો
રાજપુરોહિત નિમિત્તાદિ એટલે કે જયોતિષ, શુકન વગેરે શાસ્ત્રોનો જાણકાર હોવો જોઈએ. ઋજુ (છતાં) આપત્તિને દૂર કરવાની શક્તિવાળો, સાચાબોલો અને પવિત્રતા વગેરે ગુણોથી ભરેલો હોવો જોઈએ. (૪) રાજકુમારના ગુણો
૧૩૪માં અજિતસેન રાજકુમાર યુવરાજના ગુણો વર્ણવતાં જણાવે છે કે રાજભક્તિવાળો, સુંદર, કળાઓનો જાણકાર, બળવાન (યુદ્ધાદિમાં સામર્થ્યવાળો), નમ્ર, શસ્ત્ર અને શાસ્ત્રનો જ્ઞાતા, સુંદર બાહ્યાંગો એટલે કે સુચાર હાથ, પગ વગેરે વાળો હોવો ઘટે. (૫) રાજમંત્રી(પ્રધાન)ના ગુણો
પવિત્ર, ક્ષમાવાન, શૂરવીર, વિનમ્ર, બુદ્ધિમાન, (રાજ)ભક્તિથી યુક્ત, આન્વીક્ષિકી વગેરે વિદ્યાઓનો જ્ઞાતા (=રાજનીતિનિપુણ), વ્યવહારનિપુણ, અને સ્વદેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓના ઉદ્યોગોનું હિત જોનાર તથા ઉદ્યમશીલ વગેરે ગુણોવાળો રાજમંત્રી હોવો જોઈએ (અલ, ચિંતા૧/૩૫). (૬) સેનાપતિના વર્ણનીય ગુણ
સેનાપતિ નિર્ભય હોવો જોઈએ. વળી શસ્ત્રના અભ્યાસમાં અને પ્રયોગમાં સક્ષમ હોવો જોઈએ. તદુપરાંત રાજભક્ત અર્થાત રાજ્ય, દેશ અને રાજા પ્રત્યે ભક્તિવાળો, મુશ્કેલીથી જીતી શકાય તેવો. બુદ્ધિશાળી અને રણસંગ્રામમાં જીતનારો હોવો જોઈએ. (૧/૩૬)
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પારુલ માંકડ
Nirgrantha આમ સમગ્ર રાજપરિવાર અને તેને લગતા વિષયોનું વર્ણન પ્રસ્તુત કર્યા પછી અજિતસેન હવે દેશ, ગ્રામ વગેરેનું વર્ણન પ્રસ્તુત કરે છે. વર્ણનપ્રચુર મહાકાવ્યમાં દેશાદિ વર્ણન મહત્ત્વનું બની રહે છે. આને કારણે પ્રકૃતિનિરૂપણનો કવિને પૂરતો અવકાશ મળી રહે છે. એના પર જતાં પહેલાં એટલું નોંધીએ કે આચાર્ય અજિતસેને પૂર્વાચાર્યોના મહાકાવ્યનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને રાજા અને રાણીનું વર્ણન કવિએ કેવી રીતે કરવું એનો ઢાંચો નક્કી કરી આપ્યો છે. રાજા, મહાકાવ્યના નાયકરૂપે હોય તો, ધીરોદાત્ત જ હોય એટલે ઉદાત્ત નાયકના લગભગ સર્વ ગુણો અજિતસેને નિરૂપ્યા છે. એમની સામે રહેલાં રઘુવંશ આદિ મહાકાવ્યો અને જૈન મહાકાવ્યોમાંથી તેમણે પ્રેરણા લીધી હોય તે સ્વાભાવિક છે. એ જ રીતે ઉત્તમ નાયિકાના વર્ણનને અનુલક્ષીને જ પટ્ટરાણીને તેના ગુણોનું વર્ણન સમ્યફ રીતે થયું છે. તેના સૌંદર્યનિરૂપણમાં મનુષ્ય-નાયિકાઓ માટે જે નિયમ છે તે જ સ્વીકારીને રાણીના સૌંદર્યના નખ-શિખ વર્ણનનો નિર્દેશ તેમણે કર્યો છે. કુમારસંભવ' વગેરે મહાન કૃતિઓને આદર્શ તરીકે તેમણે સામે રાખી હોવાનો પૂરો સંભવ છે.
પુરોહિત, રાજકુમાર, મંત્રી અને સેનાપતિના ગુણોના નિર્દેશમાં રાજનીતિશાસ્ત્રના તેમના ઊંડા અભ્યાસનું પ્રમાણ મળે છે. છતાં થોડી સ્પષ્ટતા રહી ગઈ છે. જેમકે, પુરોહિત નિમિત્ત શાસ્ત્રોનો જાણકાર એટલે શુકન, જયોતિષ, સામુદ્રિક વગેરેનો સમાવેશ થઈ શકે, તે સાચું અને સ્પષ્ટ કહેનારો હોવો જોઈએ, જેથી રાજા આગત આપત્તિઓ વિશે સજ્જ થઈ શકે. મંત્રીના ગુણ-નિરૂપણમાં મહાભારત, કૌટિલ્ય (કૌટલ્યઅર્થશાસ્ત્ર) આદિ ગ્રંથોનો પ્રભાવ સ્વયંસ્પષ્ટ છે. મહત્ત્વની એવી આન્વીક્ષિકી વિદ્યાનો પણ નિર્દેશ કર્યો છે. પોતાના દેશહિત માટે ઉદ્યમી એટલે સ્વદેશી વસ્તુઓનો હિમાયતી એવો અર્થ પણ થઈ શકે. સેનાપતિના ગુણોનું નિરૂપણ પણ કૌટલ્ય-અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રને આધારે થયું છે. આમ છતાં શસ્ત્રારભંડાર, અશ્વશાળા, ગજશાળા જાસૂસ, અન્ય રાજકીય વ્યક્તિઓ વગેરે નિર્દેશો કરવામાં આવ્યા નથી, જો કે કવિશિક્ષાની દૃષ્ટિએ આ વિગત તપાસીએ તો સ્પષ્ટ જણાય છે કે અજિતસેને જ આટલી ઝીણવટભરી ચર્ચા કરી છે. પ્રત્યેક વિષયને સ્પર્શતા વર્ણનીય વિષયોનો ભૂમા પ્રવણ દૃષ્ટિથી નિર્દેશ કર્યો છે. (૭) દેશ
અજિતસેન ૧/૩૭ અલ. ચિંતામાં દેશના વર્ણનમાં કઈ વિગતો આવશ્યક છે તે દર્શાવતાં નોંધે છેપદ્મરાગ વગેરે મણિઓનું, નદી, સુવર્ણ, ધાન્ય, અન્નભંડાર, વિશાળ જમીન, ગામડું, ગઢ, લોકો, નદીઓ નહેરોનું નિરૂપણ હોવું જોઈએ. (૮) ગ્રામ
ગામમાં અન્ન, સરોવર, લતા, વૃક્ષ, ગાય, બળદ વગેરે પશુઓ અથવા તેમની ચેષ્ટાઓ, ગ્રામીણોની સરળતા, ઘટીયંત્ર, ક્યારાઓ વગેરેની શોભાનું વર્ણન હોવું જોઈએ (અલ. ચિંતા. ૧/૩૮). (૯) નગર
મહાકાવ્યમાં નગરવર્ણનો અનિવાર્ય છે. ૧૩૯માં તેની વિશેષતા દર્શાવતાં કહ્યું છે : નગરમાં કોટો, તેની ચાર દીવાલો, તેનો ગુંબજ, દુર્ગ, પ્રાચીર, અટ્ટાલિકાઓ, ખાઈ, તોરણ (=દરવાજાની કમાનો), ધ્વજ, હવેલીઓ, રાજમાર્ગો, વાવ, બગીચા, અને જિનાલયો હોવાં જોઈએ. (૧૦) સરોવર
૧/૪૦માં અજિતસેન નોંધે છે કે સરોવરમાં કમળ, તરંગ, જલપોત (નાનું વહાણ), લહેરો, હાથીની ક્રીડા, હંસ, ચક્રવાક, ભ્રમર આદિ તથા નીર અને ઉદ્યાનલતાઓનું નિરૂપણ કરવું.
તેની ચાર દીવાલો તેનો બજ, ક
Jain Education international
Page #4
--------------------------------------------------------------------------
________________
Vol, IIT-1997-2002
‘અલંકારચિતામણિ'માં....
૧૪૧
(૧૧) સમુદ્ર
સમુદ્રમાં વિદ્રુમ-પરવાળાં, મણિ, મોતી, મોજાંઓ, હોડીઓ, જળહાથી=મગરો, નદીનો પ્રવેશ અને સંક્ષોભ ચંદ્રોદય જોઈને હર્ષ, કૃષ્ણકમળ, ગર્જન વગેરેનું વર્ણન કવિએ કરવું (અલં, ચિંતા, ૧/૪૧). (૧૨) નદી
નદીના વર્ણનમાં તેનું સાગરગમન, હંસનાં જોડા, માછલી, કમલ વગેરે પક્ષીઓનો કલરવ, તટ પર ઉગેલી લતાઓ, નલિની, કમલિની વગેરેની સ્થિતિનું વર્ણન કરવું જોઈએ (અલ. ચિતા. ૧/૪૨). (૧૩) ઉદ્યાન
અજિતસેન ૧/૪૩માં નોંધે છે કે ઉદ્યાનમાં કળીઓ, પુષ્પો, ફળો, લતાઓ, કૃત્રિમ પર્વતો (=ક્રીડાશૈલ) કોયલ, ભ્રમર, મોર, ચક્રવાક અને પથિકોની ક્રીડાનું વર્ણન કરવું જોઈએ. (૧૪) પર્વત
અજિતસેન ૧૪૪માં નોંધે છે કે પર્વતના નિરૂપણમાં શિખર, ગુફાઓ, રત્નો, વન, કિન્નરો, ઝરણાઓ, ટોચ, ગેર વગેરે ધાતુઓ, ઊંચાં શિખરો પર રહેતા મુનિઓ, વાંસ અને પુષ્પોનું આધિક્ય વર્ણવવું. (૧૫) વન
અલં, ચિંતા, ૧/૪૫ પ્રમાણે વનવર્ણનમાં સાપ, વાંદરા અથવા સિંહ, વાઘ, વરાહ, હરણો આદિ, તેમ જ વૃક્ષો, રીંછ, ઘુવડ વગેરે. કુંજ, રાફડા અને પર્વતનું વર્ણન આવશ્યક છે. (૧૬) મંત્રવર્ણન
રાજનીતિ સંબંધી આ વિભાગમાં પાંચ અંગોનું નિરૂપણ કરવું આવશ્યક છે : (૧) કાર્યારંભનો ઉપાય, (૨) પુરુષ અને દ્રવ્યની સંપત્તિ, (૩) દેશ-કાળનો વિભાગ, (૪) વિન-પ્રતીકાર, અને (૫) કાર્યસિદ્ધિ, આ ઉપરાંત સામ, દામ, દંડ અને ભેદ એ ચાર ઉપાય, પ્રભાવ, ઉત્સાહ અને મંત્ર એ ત્રણ શક્તિનું નિરૂપણ, તથા કુશળતા અને નીતિનું વર્ણન કરવું. ટૂંકમાં મંત્રશક્તિ જ્ઞાનબળ પ્રભુશક્તિ-કોશનલ અને સેનાબળ અને ઉત્સાહશક્તિ વિક્રમબળ કહેવાઈ છે. એટલે (કવિ) આ રીતે વર્ણન કરવું. (૧૭) દૂત(કાય)
દૂતમાં સ્વ-પરપક્ષનો વૈભવ, તથા દોષ અને વાણીનું કલા-કૌશલ વર્ણવવું જોઈએ (અલ. ચિંતા. ૧
૪૬).
(૧૮) પ્રયાણ=વિજયયાત્રા
અજિતસેન ૧/૪૭માં નોંધે છે કે પ્રયાણ એટલે કે યુદ્ધમાં વિજય માટે થનારી યાત્રામાં ઘોડાઓની ખરીઓમાંથી ઊડતી ધૂળ, વાજિંત્રોનો અવાજ, પતાકા ફરકવી, ધરતી ધ્રુજવી, રથ, હાથી વગેરેનો સંઘટ્ટ=સંઘર્ષ અને સેનાની ગતિનું વર્ણન કવિએ કરવું જોઈએ. (૧૯) શિકાર
૧/૪૮માં અજિતસેન શિકાર=મૃગયા વિશે નોંધ આપે છે. હરણોનો ભય, ભાગંભાગ, ખરાબ દૃષ્ટિથી જોવું વગેરે વડે જગતમાં ભય ઉત્પન્ન કરવો –આવું લોકોમાં સંસાર પ્રત્યે ભીરુતા ઉત્પન્ન થાય માટે
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૪૨ પારુલ માંકડ
Nirgrantha વર્ણવવું એવું ક્યારેક કહેવાયું છે. આમ અજિતસેને મૃગયાવર્ણન દ્વારા હરણોનો ભય વગેરેને પ્રતીકરૂપે નિરૂપી સંસારની ભયાનકતા બતાવવાનું કવિને સૂચવ્યું છે. (૨૦) અશ્વ
અલક ચિંતા, ૧/૪૯માં અજિતસેન ઘોડાના વર્ણન વિશે સૂક્ષ્મ નિરૂપણ કરતાં કહે છે. અશ્વમાં તીવ્ર વેગ. દેવમણિ વગેરે શુભલક્ષણો, ગતિઓ (રેચક વગેરે) જાતિ, ઉચ્ચતા જાતિ (તેમાં બાલ્ટીક, કંબોજ વગેરે)નું વર્ણન અપેક્ષિત છે. (૨૧) હસ્તિ હાથી
૧/૪૯ 8માં અજિતસેન આ અંગે નોંધે છે કે હાથીનું વર્ણન કરતી વખતે તે શત્રુઓનો બૃહ તોડે છે તેવું વર્ણન કરવું. તેના કુંભસ્થળ, ગજમુક્તા, મદ અને (મદને કારણે આકષ્ટ ભ્રમરો વગેરે) મદાલય ઇત્યાદિનું નિરૂપણ આવશ્યક છે. (૨૨) મધુ એટલે કે વસંતઋતુ
વસંતઋતુમાં દોલા, પવન, ભ્રમરનો વૈભવ, ઝંકાર=ગુંજારવ અને કળીઓનું ખીલવું, સહકાર (આમ્રવૃક્ષ), પુષ્પો, મંજરીઓ અને લતાઓનું નિરૂપણ આવશ્યક છે. તેવું ૧/પ૦માં અજિતસેન નોંધે છે. (૨૩) નિદાઘ એટલે કે ગ્રીષ્મ
ગ્રીષ્મમાં મલ્લિકા, ઉષ્મા (ગરમી), સરોવર, પથિક (વટેમાર્ગ), શુષ્કતા, મૃગજળની ભ્રાંતિ, પરબો અને ત્યાં રહેલી નારીઓનું વર્ણન કરવું જોઈએ એમ ૧/૫૧માં અજિતસેન નોધ છે. (૨૪) વર્ષાઋતુ
અજિતસેન ૧/પરમાં નોંધે છે કે વર્ષાઋતુમાં મેઘ, મયૂર, વર્ષાકાલિક સૌંદર્ય, ઝંઝાવાત (વાવાઝોડું), વૃષ્ટિના કણો (ફુવારો), હંસની ગતિ, કેવડા, કદંબ વગેરેની કળીઓ વગેરેનું નિરૂપણ કરવું. (૨૫) શરદ
ચંદ્રની શ્રેત કિરણાવલીનું, હંસ અને બળદાદિની પ્રસન્નતાનું, શુભ્ર મેધોનું, સ્વચ્છ પાણીનું, કમળ, સપ્તપર્ણ અને જળાશયોનું નિરૂપણ કરવું જોઈએ એવું અત્યંત ચિંતા. ૧/૫૩માં અજિતસેન જણાવે છે. (૨૬) હેમંત
હેમંતમાં હિમથી ઠરેલી લતાઓ અને મુનિઓની તપસ્યા તેમ જ કાત્તિનું નિરૂપણ કરવું જોઈએ (અલ. ચિંતા. ૧/૫૪A). (૨૭) શિશિર
૧/૫૪ Bમાં અજિતસેન શિશિર ઋતુના વર્ણનમાં નોંધે છે કે શિશિરમાં શિરીષ અને કમળનો વિનાશ અને અતિશય ઠંડીનું નિરૂપણ કરવું જોઈએ. (૨૮) સૂર્ય
કવિએ સૂર્યનું વર્ણન કઈ રીતે કરવું એ અંગે જણાવતાં ૧/૫૫માં અજિતસેન નોંધે છે કે તેની અરણિમા, કમલનો વિકાસ, ચક્રવાકોની આંખોની પ્રસન્નતા, અંધકાર, તારા, ચંદ્ર, દીપકનું તથા કુલટાઓને
Page #6
--------------------------------------------------------------------------
________________
Vol. III . 1997-2002
‘અલંકારચિંતામણિ’માં....
૧૪૩
માટે દુઃખ, પ્રતિકૂળતા વગેરેનું નિરૂપણ કરવું. ટૂંકમાં સૂર્યોદય થતાં ચંદ્ર, તારાદિની પ્રભાવહીનતા થાય છે, તેવું નિરૂપણ આવકારદાયક છે.
(૨૯) ચંદ્રમા
અહં ચિંતા. ૧/૫૬માં અજિતસેન નોંધે છે કે ચંદ્રોદયના નિરૂપણમાં મેધ, કુલટા, ચક્રવાક, ચોર અને અંધકારનું ‘વર્ણન' અને વિયોગીઓની ગ્લાનિ=દુ:ખ, (ચાંદનીને લીધે થતી પરિસરની) ઉજ્જવલતા તથા સમુદ્ર, પોયણી અને ચંદ્રકાંતમણિની પ્રસન્નતા વર્ણવવી.
(૩૦) આશ્રમ
મહાકાવ્યમાં આશ્રમનું વર્ણન પણ મહદંશે જોવા મળે છે. તેમાં મુનિઓની સમીપમાં સિંહ, હાથી અને હરણો વગેરેની શાંતિ, પ્રત્યેક ઋતુમાં પ્રાપ્ત થતાં ફળ અને પુષ્પો વગેરેની શોભા અને ઇષ્ટદેવતાની પૂજા વગેરેનું નિરૂપણ કરવું જોઈએ (૧/૫૭).
(૩૧) યુદ્ધ
૧/૫૮માં અજિતસેન યુદ્ધના વર્ણ વિષય નોંધતાં કહે છે—નગારાં વગેરે વાદ્યોના ધ્વનિ, તલવારની ચમક, ધનુષની દોરી ખેંચવી, છત્રભંગ, કવચભેદન, હાથી, રથ અને સૈનિકોનું વર્ણન કરવું જોઈએ. (૩૨) જન્મકલ્યાણક
(તીર્થંકરોના) જન્મકલ્યાણક સંબંધમાં ગર્ભવતરણ, અભિષેક વખતે ઐરાવત, મેરુપર્વત, સમુદ્ર તથા દેવો દ્વારા જયધ્વનિ વગેરેનું નિરૂપણ કરવું એવું ૧/૫૯માં અજિતસેન નોંધે છે. (૩૩) વિવાહ
૧/૬૦માં અજિતસેન નોંધે છે કે વિવાહવર્ણનમાં સ્નાન, શુભ્ર અંગ, અલંકાર વગેરેનું ધારણ કરવું, સુંદર ગીત, વિવાહમંડપ, વેદી, નાટ્ય, નૃત્ય, વાઘનો ધ્વનિ વગેરેનું નિરૂપણ કરવું જોઈએ. (૩૪) વિરહ
વિપ્રલંભનું કેમ વર્ણન કરવું એની સ્પષ્ટતા કરતાં અજિતસેન ૧/૬૧માં નોંધે છે કે વિરહમાં ઉષ્ણ નિઃશ્વાસ, મનની ચિંતા, અંગની દુર્બળતા, શિશિરમાં ગરમી અધિક લાગવી, લાંબી રાતો, જાગરણ, અને હાસ્ય તથા પ્રસન્નતાનો અભાવ નિરૂપવો જોઈએ.
(૩૫) સુરત
૧/૬૨માં અજિતસેન નોંધે છે કે, સુરતનિરૂપણમાં સીત્કાર, નખ અને દંતક્ષત, કંદોરા, કંકણ અને નૂપુરનો અવાજ વગેરેનું નિરૂપણ કરવું.
(૩૬) સ્વયંવર
સ્વયંવરમાં સુંદર નગારાં, મંચ, મંડપ, કન્યા તથા સ્વયંવરમાં પધારેલા રાજાઓના વંશ, પ્રસિદ્ધિ, યશ, સંપત્તિ અને દેખાવ વગેરેનું વર્ણન કવિએ કરવું જોઈએ (અલં ચિંતા. ૧/૬૩.)
(૩૭) મધુપાન
અજિતસેન મદિરાપાનના વર્ણનીય વિષયો દર્શાવતાં કહે છે કે, ભ્રમરને લક્ષિત કરીને ભ્રમ, પ્રેમ વગેરે કહેવું, (પણ) મહાપુરુષો સુરા દોષરૂપ હોવાથી પીતા નથી (૧/૬૪).
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પારુલ માંકડ
Nirgrantha
(૩૮) પુષ્પાવચય
૧૬૫માં અજિતસેન જણાવે છે કે પુષ્પચયન-ફૂલ વીણવાના કાર્ય દરમ્યાન વક્રોક્તિઓ, ગાત્રઅલન, આલિંગન અને પરસ્પર જોવું વગેરે નિરૂપણ કરવું જોઈએ, (૩૯) જલક્રીડા
૧દદમાં આ અંગે અજિતસેન નોંધે છે કે, જલક્રીડાના અવસર પર, જલસંક્ષોભ, હંસ અને ચક્રવાકોનું ત્યાંથી દૂર જવું, હારાદિ અલંકારોનું સરી જવું, જલબિંદુઓનું અને જલક્રીડાથી શ્રમ વગેરેનું નિરૂપણ કરવું. અંતે અજિતસેન ઉપસંહાર કરતાં નોંધે છે કે
वर्ण्यदिङ्मात्रता प्रोक्ता यथालङ्कारतन्त्रकम् । वर्णनाकुशलश्चिन्त्यमनेकविधमस्ति तत् ॥
(૩નં. જિંતા (૬૭) અલંકારશાસ્ત્રાનુસાર મહાકાવ્યના આ વર્ય વિષયો અહીં સંક્ષેપમાં કહ્યા છે. તેના અનેક ભેદ છે. વર્ણન કરવામાં નિપુણ કવિઓએ તે સ્વયં કલ્પી લેવા જોઈએ.
એ પછી ૧૬૮માં અજિતસેન અન્ય આચાર્યો (=ભામહ-દંડી જેવા પૂર્વાચાર્યો) અનુસાર મહાકાવ્યના ૧૮ વર્ય વિષયો નોંધે છે :
(૧) ચંદ્રોદય (૨) સૂર્યોદય (૩) મંત્ર (૪) દૂત (૫) જલક્રીડા (૬) કુમારનો ઉદય (૭) ઉદ્યાન (૮) સમુદ્ર (૯) નગર (૧૦) ઋતુ (૧૧) પર્વત (૧૨) સુરત (૧૩) યુદ્ધ (૧૪) યુદ્ધ માટેનું પ્રયાણ (૧૫) મદિરાપાન (૧૬) નાયક-નાયિકાની પદવી અને (૧૭) વિયોગ અને (૧૮) વિવાહ – આ વર્ણ વિષયો પણ કેટલાક માને છે.
આમ આચાર્ય અજિતસેને વિસ્તારથી મહાકાવ્યના વર્ય વિષયો દર્શાવ્યા છે. અંતે ૧૮ વિષયો જે આપણને ભામહ-દંડીમાં મળે છે તેની પણ નોંધ લીધી છે. અલબત્ત અલંકારચિંતામણિમાં પણ અજિતસેને એ વિષયો નિર્દેશ્યા છે, પરંતુ તેનો વિસ્તાર કર્યો છે અને વિશેષ સ્પષ્ટતા કરી છે એટલી વસ્તુ વિશેષ છે.
આચાર્ય અજિતસેન જૈન મુનિ હતા એટલે પ્રાકૃત ચરિત્રકાવ્યો અથવા જૈન સંસ્કૃત ચરિત્રકાવ્યો કે મહાકાવ્યોનાં લક્ષણો પણ તેમણે ધ્યાનમાં લીધાં છે. એટલે જ તેમણે મહાકાવ્યના વણ્ય વિષયમાં જન્મકલ્યાણકનો વિષય ઉમેર્યો છે, જે ભામહાદિમાં ન હોય તે સ્વાભાવિક છે અને આ તીર્થકરોના જન્મપ્રસંગે જે વર્ણન કરવાનું હોય તેમાં જૈન પરંપરાને અનુસરીને જ વિષય-નિર્દેશ કરવામાં આવ્યો છે. બે સ્થળે તેમણે ઉપદેશાત્મક સંભાષણ પણ મૂક્યું છે. જેમકે, મૃગયાના વણ્ય વિષય નિરૂપતાં તેમણે જગતનો ભય ઉત્પન્ન કરવા માટે હરિણાનું આવું વર્ણન કરવું એવું સ્પષ્ટ કહ્યું છે. -कृतं संसारभीरुत्वजननाय वदेत् क्वचित् ।।
(અનં. વિત્તા, ૨/૪૮) વળી નગરવર્ણનમાં જિનાલયનો ઉલ્લેખ પણ ધ્યાનાર્હ છે. ૧/૩૯ મધુપાનના વર્ણન દરમ્યાન મદિરાનો આડકતરો નિષેધ પણ કરવામાં આવ્યો છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૪૫
vol. II-1997-2002
અલંકારચિંતામણિ'માં.... महान्तो न सुरां दूष्यां पिबन्ति पुरुदोषतः ॥१/६४
બાકી સઘળા વિષયોનું નિરૂપણ અલંકારશાસ્ત્રને વફાદાર રહીને જ તેમણે કર્યું છે. તેમાં વિગતપ્રચુરતા તેમની વિશેષતા છે અને જે નવાસવા કવિ માટે આશીર્વાદરૂપ થઈ પડે તેવી છે. તેમણે સર્ગબદ્ધતા અને પંચસંધિઓનો નિર્દેશ કર્યો નથી. આ વિગત ખૂબ કઠે છે. ટૂંકમાં મહાકાવ્યની જે આધારશિલા છે તેનો જ ઉલ્લેખ કરવાનું અજિતસેન ચૂકી ગયા છે.
મહાકાવ્યના સંદર્ભમાં અજિતસેન ઉપર ભામહ-દંડી આદિ પૂર્વાચાર્યો ઉપરાંત અન્ય જૈનાચાર્યોનો પણ પ્રભાવ છે. છતાં હેમચંદ્ર અને વાલ્મટમાં મહાકાવ્યના સ્વરૂપની આટલી વિસ્તૃત ચર્ચા જોવા મળતી નથી. કાવ્યકલ્પલતાનો અજિતસેનના ગ્રંથ પર પ્રભાવ હોવાની પૂર્ણ શક્યતા છે. એવું પણ બને કે બન્નેનું સ્રોત સમાન હોય.
ગુજરાતમાં વસ્તુપાળના સમયમાં લખાયેલા કવિશિક્ષાના ગ્રંથોમાં અરિસિંહની અને અમરચંદ્રની કૃતિ કાવ્યકલ્પલતા મુખ્ય છે. મહાકાવ્યના વણ્ય વિષયોનું તુલનાત્મક અધ્યયન કરતાં જણાય છે કે અલંકારચિંતામણિ અને કાવ્યકલ્પલતામાં સમાન વિચારોનો તોટો નથી. સરખાવો–કાવ્યકલ્પલતાવૃત્તિ પ્રતાન ૧, સ્તબક ૫, પદ્ય ૪૫ થી ૯૮. આપણે વિષયોની સમાનતા નોંધીએ :
નાડમાત્યપુરોહિત નૂપૂ નાડ વૈચપો ! देशग्रामपुरःसरोऽब्धिसरिदुद्यानाधरण्याश्रमाः । मन्त्रो दूतरणप्रयाणमृगयाऽश्वेभत्विनेन्ददया।
વી (?) વારો વિ સ્વયંવર સુરા પુષ્પાવુના રતમ્ / ૧ /પ૪પ-૮૭ આપણે અત્રે વિશેષતા જ નોંધીશું.
રાજાના ગુણમાં બન્નેમાં સમાનતા છે. માત્ર દાન એમ શબ્દશઃ કહીને અમરચંદ્ર રાજા “દાનીહોવો જોઈએ એમ કહ્યું છે. (૧/૫/૪૯) જ્યારે અજિતસેને “ઔદાર્ય' એમ વિશેષણ પ્રયોજયું છે. (અલં, ચિંતા ૧૨૭). શત્રુઓના સંદર્ભમાં અમરચંદ્ર બે વિગતો વિશેષ નોંધે છે.
રાજાનો શત્રુ પર વિજય થયા પછી શત્રુઓનો પર્વત વગેરેમાં નિવાસ વર્ણવવો જોઈએ અને શત્રુઓના નગરની શૂન્યતા વર્ણવવી જોઈએ.
રૂપવર્ણન વિશે અમરચંદ્ર એક વિશેષ વિગત નોંધતાં કહ્યું છે કે મનુષ્યનું વર્ણન મસ્તકથી ચરણ સુધી અને દેવતાઓનું વર્ણન ચરણથી મસ્તક સુધી કરવું.
મનવા નિતો વર્ષો સેવાશ્ચરપતિ: પુનઃ ( વ્યા. ૧/૫/૪૨)
અમરચંદ્ર મહામાત્ય અને મંત્રીને અલગ પાડીને બન્નેના વર્ય વિષયો નિરૂપ્યા છે. અજિતસેન રાજમંત્રીની અંતર્ગત જ આ વિગત નિરૂપે છે. અમરચંદ્રમાં ઝીણવટ વધારે છે. જેમકે, મહામાત્યમાં નય અને શાસ્ત્રની જાણકારી, ધૈર્ય, બુદ્ધિમત્તા, ગંભીરતા વગેરે ગુણો આવશ્યક છે. વળી શક્તિ, શાસ્ત્રજ્ઞાન, અલોભ (નિર્લોભીપણું), પ્રજા પ્રત્યે પ્રેમ અને વિવેક વગેરે ગુણો હોવા જોઈએ અને મંત્રીમાં ભક્તિ, ઉત્સાહ, કૃતજ્ઞતા, ધાર્મિકતા, પવિત્રતા, કર્કશરહિતતા, કુલીનતા, સ્મૃતિ(મનુ વગેરે)ની જાણકારી અને સત્યવાદિતા તથા વિનય હોવાં જોઈએ. મંત્રી સ્મૃલલક્ષી (દાની), વ્યસનરહિત, વૃદ્ધોની સેવા કરનારો હોવો
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પારુલ માંકડ
Nirgrantha
જોઈએ. તેનામાં અક્ષુદ્રતા, સર્વસંપન્નતા, પ્રાતા, શૂરવીરતા, ઝડપી ક્રિયાશીલતા હોવી જોઈએ. રાજા દ્વારા પરીક્ષિત ધર્મ અને કામ વડે થતી પરીક્ષાથી નહિ ડરનારો હોવો જોઈએ. રાજા, લોકો અને પોતાનું હિત વિચારનારો નિઃસ્પૃહ અને શમયુક્ત હોવો જોઈએ.
આ ઉપરાંત અમોઘવચની, નીરોગી, સંપૂર્ણપણે દર્શનનું પાલન કરનાર, સર્વત્ર પાત્રની ઉચિતતા. પ્રમાણે પદક્રમ યોજનાર, આન્વીક્ષિકી ત્રયી, વાર્તા અને દંડનીતિમાં શ્રમ કરનારો, વણિકપુત્ર મંત્રી) રાજયની વૃદ્ધિ માટે હોય છે.
સેનાપતિના ગુણોમાં અજિતસેનમાં અશ્વસવારીમાં નિપુણતા એ મહત્ત્વની વાત નોંધાઈ છે. (૧૩૬)
રાજકુમારના વણ્ય વિષયો અમરચંદ્ર વિસ્તૃત કર્યા છે જેમાં રાજકુમાર “વાહ્યાલી” અને “ખુરલી૦ એટલે કે અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં નિષ્ણાત હોવો જોઈએ. (સૈનિકના અભ્યાસમાં નિપુણ) અને વાહ્યાલી (અશ્વને દોડાવવાનીeખેલવાની જગ્યા) એટલે કે ઘોડેસવારીમાં નિપુણ હોવો જોઈએ એવો નિર્દેશ કર્યો છે. (કા. ક. ૧/પ૬૦)
દેશવર્ણનમાં અમરચંદ્ર ખાણ અને ખનિજદ્રવ્યનું નિરૂપણ વિશેષમાં ઉમેરે છે. (૧/૫/૬૨)
અમરચંદ્ર સમુદ્રવર્ણનમાં વિષ્ણુનો ઉલ્લેખ ૧૫૬૬, પર્વતવર્ણનમાં ઉપત્યકાનો (પર્વતની તળેટી), વનમાં ભીલોનો, આશ્રમમાં યજ્ઞના ધુમાડાનો અને મુનિસુતાનો તથા દ્રસેક (વૃક્ષમાંથી રસ ઝરવો ?) (૧) પ/૭૧)નો સમાવેશ કર્યો છે.
દૂતના વણ્ય વિષયોમાં પણ અમરચંદ્ર ઝીણું કાઢ્યું છે : જેમકે, સ્વસ્વામી પોતાના સ્વામીની તેજસ્વિતા, શ્રી, વિક્રમ, તથા ઉન્નતિને અનુલક્ષીને જ વાણી બોલવી. શત્રુઓને ક્ષોભ કરનારી ચેષ્ટા અને ધૃષ્ટતા, દક્ષતા તથા ભયરહિતતા હોવી જોઈએ. (
૧૩) યુદ્ધના વર્ય વિષયોની ચર્ચા કરતાં અમરચંદ્ર અજિતસેન કરતાં બે વિગતો વિશેષ નોંધી છે : (૧) લોહીની નદીઓ (૨) અમર = દેવો દ્વારા થતી પુષ્પવૃષ્ટિ. (કo ક૧/૫/૭૪)
વિવાહમાં લાજાહોમનો ઉલ્લેખ ધ્યાનાર્હ છે. ૧/૫/૮૬. બાકીનું નિરૂપણ અલંક ચિંતા જેવું જ છે, જયારે જલક્રીડા અને સુરતના વણ્ય વિષયો અમરચંદ્ર સંક્ષેપમાં દર્શાવ્યા છે. ૧૯૧.૯૨.
જૈન કવિ હોવા છતાં જન્મકલ્યાણકનો નિર્દેશ અમરચંદ્ર કરતા નથી એ સાશ્ચર્ય છે. અંતે અજિતસેનની જેમ જ અમરચંદ્ર પણ નોંધે છે કે મહાકાવ્યના વર્ય વિષયનું આ (દિમાત્ર) દિગ્દર્શન જ છે.
वर्येषु वर्ण्यभावानां दिङ्मात्रमिति कीर्तितम् ।
चिदुपैश्चिन्त्यमानानां भवत्येषामनन्तता ॥ (काव्यकल्प. १/५/९३) અમરચંદ્ર સુરાપાનના વિષયો વર્ણવતી વખતે કે ગયાનિરૂપણ વખતે ઉપદેશાત્મક વલણ અખત્યાર કર્યું નથી; જ્યારે આપણે જોયું કે અજિતસેન તેનાથી વિરત થવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે.
આમ અજિતસેન પર કાવ્યકલ્પલતાનો પ્રભાવ હોય તેવી કલ્પના થઈ શકે છે, છતાં કશું ચોક્કસ કહી શકાય નહીં.
અમરચંદ્ર પણ કાવ્યકલ્પલતામાં મહાકાવ્યનું સ્વરૂપ જોઈએ તેવું સ્પષ્ટ કરતા નથી, એટલે કે પંચસંધિઓનો નિર્દેશ તેમણે પણ કર્યો નથી.
Page #10
--------------------------------------------------------------------------
________________
Vol. II • 1997-2002
અલંકારચિંતામણિ'માં...
૧૪૭
ટૂંકમાં મહાકાવ્યના વર્ષ વિષયની વિગતપ્રચુરતા છતાં ઝીણવટતા અને કવિશિક્ષાના વિષયની અંતર્ગત તેનો સમાવેશ જે શિખાઉ કવિને માટે સહાયક છે -આ સર્વ દષ્ટિથી અજિતસેનના (અને અમરચંદ્રના પણ) મહાકાવ્યના વર્ય વિષયો' ઉલ્લેખનીય છે.
દેવેશ્વરે પણ કવિકલ્પલતા રચી છે, જે અમરચંદ્રના આધારે જ રચવામાં આવી છે. લાગે છે કે તે સમયના જૈન રચયિતાઓમાં કલ્પલતા શીર્ષકનું આકર્ષણ ખૂબ હશે".
ટિપ્પણો : १. अत्र एकाद्यङ्कक्रमेण पठिते सति अजितसेनेन कृतचिन्तामणिः भरतयशसीति गम्यते । (अलं० चिन्ता० पृ० ९४) R. "The date of Ajitasena's A. C.," Karnataka University Journal, Humanities No, Vol
IV, Dharwar 1960, and "Ajitsena's A. C. in the Upāyana" (Kannada), Mysore 1967. -આ સંદર્ભનો નિર્દેશ અલંકારચિંતામણિની અંગ્રેજી પ્રસ્તાવનામાં ડૉ. એ. એન. ઉપાધ્યએ કર્યો છે. તેમના મત પ્રમાણે અજિતસેનને ઈ. સ. ૧૪ર ૧થી વહેલા ન મૂકી શકાય. જુઓ સં. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી, અલંકારચિંતામણિ, ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી ૧૯૭૩. જો કે ત્યાં નેમિચંદ્ર શાસ્ત્રી કામિરાયને ઈ. સ. ૧૨૬૪માં મૂકે છે. જુઓ એ. એન. ઉપાધ્યની અંગ્રેજી પ્રસ્તાવના અને નેમિચંદ્ર શાસ્ત્રીની હિન્દી પ્રસ્તાવના (પૃ. ૩૦)]. હવે અલંત ચિતાની પુષ્યિકાની નોંધ પ્રમાણે પ્લવસંવત્સરમાં તેની રચના થઈ છે. -प्नवसंवत्सरे मासे शुक्ले च सुशरहतौ । आश्विने च चतुर्दश्यां युक्तायां गुरुवासरे ॥
(દ્ય-૩) એ જોતાં અલ. ચિંતા ની રચના આસો સુદ ચૌદસને ગુરુવારે થઈ હતી. ડૉ. કૃષ્ણમૂર્તિ પ્રમાણે આ સમય ૧૦
૧૦-૧૪૨૧ નિશ્ચિત થાય છે. (વિશેષ માટે જુઓ એજન, અંગ્રેજી પ્રસ્તાવના) ૩. કાવ્યાલંકાર, સંત દેવેન્દ્રનાથ શર્મા, બિહાર-રાષ્ટ્રભાષા-પરિષ, પટના ૧૯૬૨, ૧/૧૮, ૧૯ પૃ ૧૦, ૧૧. ४. सर्गबन्धो महाकाव्यमुच्यते तस्य लक्षणम् । -કાવ્યાદર્શ, સંત કે. આર. પોદાર, ભાંડારકર ઓરિયન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂણે ૧૯૭૦, ૧૧૪-૨૦, પૃ. ૧૫
૨૨. ૫. કાવ્યાલંકારસૂત્રવૃત્તિ, સંપં. કેદારનાથ શર્મા, ચૌખમ્બા અમરભારતી પ્રકાશન, વારાણસી ૧૯૭૭, ૧૩-૧ અને
૬,૭ વગેરે સૂત્રો અને તેના ઉપરની વૃત્તિ. ૬, કાવ્યાલંકાર, સંત પં. રામદેવ શુક્લ, ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી ૧૯૬૬, ૧૬પ-૧૮ પૃ. ૪૧૫-૪૧૮. ૭. કાવ્યમીમાંસા, સં. પં. કેદારનાથ શર્મા, બિહાર રાષ્ટ્રભાષા પરિષ, પટના ૧૯૫૪, અધ્યાય ૧૪ થી ૧૬ , ૮. તુલના કરો
અજિતસેન (અલ. ચિંતા) मन्त्री शुचिः क्षमी शूरोऽनुद्धतो बुद्धिर्भक्तिमान् । आन्वीक्षिक्यादिविद्दक्षस्वदेशजहितोद्यमी ॥ (१/३५) અને અમરચંદ્ર (કાવ્યકલ્પલતા) महामात्ये नयः शास्त्रं स्थैर्य बुद्धिर्गभीरता । शक्तिः शस्त्रमलोभत्वं जनरागो विवेकिता ॥
કઇ ?
Page #11
--------------------------------------------------------------------------
________________ 148 પારુલ માંકડ Nirgrantha मन्त्री भक्तो महोत्साहः कृतज्ञो धार्मिकः शुचिः / अकर्कश: कुलीनश्च स्मृतिज्ञः सत्यभाषकः / विनीतः स्थूललक्षश्चाऽव्यसनो वृद्धसेवकः / अक्षुद्रः सत्त्वसम्पन्नः प्राज्ञः शूरोऽचिरक्रियः / / राजा परीक्षितः सर्वोपधासु निजदेशजः / राजार्थस्वार्थलोकार्थकारको निस्पृहः शमी // ( વ્યø૧૦ //10-13) કાવ્યકલ્પલતાવૃત્તિ-સં. જગન્નાથ શાસ્ત્રી હોશીંગ કાશીસંસ્કૃતસીરિઝ, વારાણસી 1931, તથા કાવ્યકલ્પલતાવૃત્તિ, સં. રમેશ બેટાઈ, લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ 1997. આ આવૃત્તિમાં મંત્રી માટે પદ્ય પરમાં કૌંસમાં વાચ: શબ્દ મૂકેલો છે. (પૃ. 42) પૃ. 43 પર મકરન્દટીકામાં શૂન્નક્ષઃ પદને સમજાવતાં કહ્યું છે કે-છૂત્રનો દુદ્દે રૂત્તિ વવનાત્ दाता प्रोच्यते / 9. ઉપધા વગેરેને મકરન્દટીકા નીચે પ્રમાણે સમજાવે છેમિથા ઘર્થવશ પરીક્ષાથી તુ તોપણા વિનાત્ સર્વોપથાનું સર્વેક્ષા, થર્થના કન્નક્ષTI, I એજન, પૃ૦ 43. ૧૦.-વાદાત્રી, મર્હિત્ની:, -મકરન્દટીકા, એજન, પૃ. 44 આપે કોશ નીચે મુજબ અર્થ આપે છે. રવુતી (રવું. સર તાંતિ પૌતન યa-g+ના++હજી શસ્ત્ર તથા ધનુષ વગેરેનો સૈનિક અભ્યાસ. -આપ્ટે સંસ્કૃત-હિન્દી કોશ, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી 1973. 11. કાવ્યકલ્પલતાવૃત્તિ, સં. રમેશ બેટાઈ, "Introduction" p. 18.