________________
Vol, IIT-1997-2002
‘અલંકારચિતામણિ'માં....
૧૪૧
(૧૧) સમુદ્ર
સમુદ્રમાં વિદ્રુમ-પરવાળાં, મણિ, મોતી, મોજાંઓ, હોડીઓ, જળહાથી=મગરો, નદીનો પ્રવેશ અને સંક્ષોભ ચંદ્રોદય જોઈને હર્ષ, કૃષ્ણકમળ, ગર્જન વગેરેનું વર્ણન કવિએ કરવું (અલં, ચિંતા, ૧/૪૧). (૧૨) નદી
નદીના વર્ણનમાં તેનું સાગરગમન, હંસનાં જોડા, માછલી, કમલ વગેરે પક્ષીઓનો કલરવ, તટ પર ઉગેલી લતાઓ, નલિની, કમલિની વગેરેની સ્થિતિનું વર્ણન કરવું જોઈએ (અલ. ચિતા. ૧/૪૨). (૧૩) ઉદ્યાન
અજિતસેન ૧/૪૩માં નોંધે છે કે ઉદ્યાનમાં કળીઓ, પુષ્પો, ફળો, લતાઓ, કૃત્રિમ પર્વતો (=ક્રીડાશૈલ) કોયલ, ભ્રમર, મોર, ચક્રવાક અને પથિકોની ક્રીડાનું વર્ણન કરવું જોઈએ. (૧૪) પર્વત
અજિતસેન ૧૪૪માં નોંધે છે કે પર્વતના નિરૂપણમાં શિખર, ગુફાઓ, રત્નો, વન, કિન્નરો, ઝરણાઓ, ટોચ, ગેર વગેરે ધાતુઓ, ઊંચાં શિખરો પર રહેતા મુનિઓ, વાંસ અને પુષ્પોનું આધિક્ય વર્ણવવું. (૧૫) વન
અલં, ચિંતા, ૧/૪૫ પ્રમાણે વનવર્ણનમાં સાપ, વાંદરા અથવા સિંહ, વાઘ, વરાહ, હરણો આદિ, તેમ જ વૃક્ષો, રીંછ, ઘુવડ વગેરે. કુંજ, રાફડા અને પર્વતનું વર્ણન આવશ્યક છે. (૧૬) મંત્રવર્ણન
રાજનીતિ સંબંધી આ વિભાગમાં પાંચ અંગોનું નિરૂપણ કરવું આવશ્યક છે : (૧) કાર્યારંભનો ઉપાય, (૨) પુરુષ અને દ્રવ્યની સંપત્તિ, (૩) દેશ-કાળનો વિભાગ, (૪) વિન-પ્રતીકાર, અને (૫) કાર્યસિદ્ધિ, આ ઉપરાંત સામ, દામ, દંડ અને ભેદ એ ચાર ઉપાય, પ્રભાવ, ઉત્સાહ અને મંત્ર એ ત્રણ શક્તિનું નિરૂપણ, તથા કુશળતા અને નીતિનું વર્ણન કરવું. ટૂંકમાં મંત્રશક્તિ જ્ઞાનબળ પ્રભુશક્તિ-કોશનલ અને સેનાબળ અને ઉત્સાહશક્તિ વિક્રમબળ કહેવાઈ છે. એટલે (કવિ) આ રીતે વર્ણન કરવું. (૧૭) દૂત(કાય)
દૂતમાં સ્વ-પરપક્ષનો વૈભવ, તથા દોષ અને વાણીનું કલા-કૌશલ વર્ણવવું જોઈએ (અલ. ચિંતા. ૧
૪૬).
(૧૮) પ્રયાણ=વિજયયાત્રા
અજિતસેન ૧/૪૭માં નોંધે છે કે પ્રયાણ એટલે કે યુદ્ધમાં વિજય માટે થનારી યાત્રામાં ઘોડાઓની ખરીઓમાંથી ઊડતી ધૂળ, વાજિંત્રોનો અવાજ, પતાકા ફરકવી, ધરતી ધ્રુજવી, રથ, હાથી વગેરેનો સંઘટ્ટ=સંઘર્ષ અને સેનાની ગતિનું વર્ણન કવિએ કરવું જોઈએ. (૧૯) શિકાર
૧/૪૮માં અજિતસેન શિકાર=મૃગયા વિશે નોંધ આપે છે. હરણોનો ભય, ભાગંભાગ, ખરાબ દૃષ્ટિથી જોવું વગેરે વડે જગતમાં ભય ઉત્પન્ન કરવો –આવું લોકોમાં સંસાર પ્રત્યે ભીરુતા ઉત્પન્ન થાય માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org