Book Title: Alankar Chintamani ma Nirupit Mahakavya na Varna Vishayo
Author(s): Parul Mankad
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 1
________________ “અલંકારચિંતામણિમાં નિરૂપિત મહાકાવ્યના વણ્ય વિષયો પારુલ માંકડ કર્ણાટકવાસી દિગંબર કર્તા અજિતસેનની અલંકારચિંતામણિ અપનામ ભરતયશસ (ઈસ્વીસનની ૧૫મી સદી) એક મહત્ત્વની કૃતિ છે. પ્રસ્તુત ગ્રંથ, વિદ્યાનાથના પ્રતાપરુદ્રન્યશોભૂષણ ગ્રંથ સાથે ઘણું સામ્ય ધરાવે છે. તે જ રીતે અમરચંદ્રની કાવ્યકલ્પલતા(ઈસ્વી ૧૩મી સદી મધ્યભાગ)નાં ઘણાં પદો અલંકારચિંતામણિ(=અલં, ચિંતા)નાં પદ્યો સાથે સામ્ય ધરાવે છે. કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ મહાકાવ્યના વિષયોમાં શું શું અપેક્ષિત હોઈ શકે તે અંગે પુષ્કળ ખેડાણ થયું છે. છતાં અત્રે આ અંગે એક જુદા જ દૃષ્ટિકોણથી વિચારણા કરવામાં આવી રહી છે. ભામહ અને દંડીમાં સર્ગબદ્ધ હોય તે મહાકાવ્ય' એવા આરંભવચન સાથે મહાકાવ્યના સ્વરૂપની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ મહાકાવ્યના વણ્ય વિષયો એક કે બે પદ્યોમાં સમાવી લેવામાં આવ્યા છે. વામને કાવ્યાંગોની ચર્ચામાં આની અછડતી ચર્ચા કરી છે. રુદ્રટમાં પણ તેના અનુલક્ષમાં મંત્ર, ઋતુ, યુદ્ધ, સૂર્યોદય, સંધ્યા વગેરે વર્ણનોનો સંક્ષેપમાં ઉલ્લેખ છે. ત્યાં અલબત્ત ભામહ અને ઠંડી કરતાં વિગતો વધારે પ્રમાણમાં છે. રાજશેખરેક કવિશિક્ષા (પ્રાયઃ ઈસ્વી ૯૦૦) અંતર્ગત (કવિસમયની ચર્ચા દરમ્યાન) કેટલાક વર્ણ વિષયોની ચર્ચા કરી છે, જેનો પ્રભાવ અજિતસેનાચાર્ય પર પડ્યો હોવાની સંભાવના છે : તદુપરાંત કાવ્યકલ્પલતાનો પ્રભાવ તો સ્વયં સ્પષ્ટ છે. આચાર્ય અજિતસેનની વિશેષતા એ છે કે તેમણે આ વિષયોની યોજના સુસ્પષ્ટ રૂપે મૂકી છે. એમણે પ્રથમ પરિચ્છેદમાં કાવ્યનું સ્વરૂપ, કાવ્યનાં પ્રયોજનો, કાવ્યકારણ, યતિ વગેરેનો નિર્દેશ અને પછી મહાકાવ્યના વચ્ચે વિષયોની દીર્ઘ ચર્ચા પ્રસ્તુત કરી છે. ૨૪ થી ૬૮ પદ્યો સુધી આની વિગતવાર ચર્ચા એ અજિતસેનની બીજી વિશેષતા છે. તેમની ત્રીજી વિશેષતા છે મહાકાવ્યના વણ્ય વિષયોમાં જૈન પ્રાકૃત સાહિત્યને આધારે નવીનતા લાવવી. પ્રાકૃત ચરિત્રકાવ્યોમાં ખાસ કરીને તીર્થકરોનાં ચરિત્રકાવ્યોમાં– જન્મકલ્યાણકનો મહોત્સવ મહાકાવ્યનું અનિવાર્ય અંગ હોય છે. આચાર્ય અજિતસેને સંસ્કૃત મહાકાવ્યના સંદર્ભમાં પણ તેને એક લક્ષણ તરીકે મૂક્યું છે. સંસ્કૃત જૈન ચરિત્રકાવ્યો પણ તેમની નજર સમક્ષ હશે જ. આપણે પ્રથમ અલંકારચિંતામણિ અનુસાર મહાકાવ્યના વણ્ય વિષયો જોઈએ. तानि वानि कथ्यन्ते महाकाव्यादिषु स्फुटम् । कविवृन्दारकर्यानि प्रबन्धेषु बबन्धिरे ॥ તા. ૧/ર૪) હવે કવિ દેવતાઓએ જે પ્રબંધોમાં વર્ણવ્યાં છે તે વર્યો (=વર્ણવવા યોગ્ય વિષયો) મહાકાવ્ય વગેરેમાં હોય તે અમે કહીએ છીએ.” મોટે ભાગે મહાકાવ્યનો નાયક “રાજા' હોય છે. અજિતસેન, રાજા અને રાજપત્ની એટલે કે પટ્ટરાણીને મહત્ત્વનો વણ્ય વિષય ગણે છે તે અંગે નોંધતાં પહેલાં રાજપરિવારનો સામાન્ય ખ્યાલ ૧૨૪માં આપે છે. રાજપરિવારમાં રાજા, રાજપત્ની, પુરોહિત, કુલ, શ્રેષ્ઠપુત્ર (અથવા યુવરાજ), અમાત્ય, સેનાપતિ એટલાનો સમાવેશ થાય છે. આના અનુસંધાનમાં દેશ અને ગ્રામનું સૌંદર્ય, નગર, સરોવર, ધનુષ, નદ, ઉદ્યાન, વનથી ઘેરાયેલા પર્વતો—આ બધું સ્થાવર વર્ણનમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11