Book Title: Alankar Chintamani ma Nirupit Mahakavya na Varna Vishayo
Author(s): Parul Mankad
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૧૪૫ vol. II-1997-2002 અલંકારચિંતામણિ'માં.... महान्तो न सुरां दूष्यां पिबन्ति पुरुदोषतः ॥१/६४ બાકી સઘળા વિષયોનું નિરૂપણ અલંકારશાસ્ત્રને વફાદાર રહીને જ તેમણે કર્યું છે. તેમાં વિગતપ્રચુરતા તેમની વિશેષતા છે અને જે નવાસવા કવિ માટે આશીર્વાદરૂપ થઈ પડે તેવી છે. તેમણે સર્ગબદ્ધતા અને પંચસંધિઓનો નિર્દેશ કર્યો નથી. આ વિગત ખૂબ કઠે છે. ટૂંકમાં મહાકાવ્યની જે આધારશિલા છે તેનો જ ઉલ્લેખ કરવાનું અજિતસેન ચૂકી ગયા છે. મહાકાવ્યના સંદર્ભમાં અજિતસેન ઉપર ભામહ-દંડી આદિ પૂર્વાચાર્યો ઉપરાંત અન્ય જૈનાચાર્યોનો પણ પ્રભાવ છે. છતાં હેમચંદ્ર અને વાલ્મટમાં મહાકાવ્યના સ્વરૂપની આટલી વિસ્તૃત ચર્ચા જોવા મળતી નથી. કાવ્યકલ્પલતાનો અજિતસેનના ગ્રંથ પર પ્રભાવ હોવાની પૂર્ણ શક્યતા છે. એવું પણ બને કે બન્નેનું સ્રોત સમાન હોય. ગુજરાતમાં વસ્તુપાળના સમયમાં લખાયેલા કવિશિક્ષાના ગ્રંથોમાં અરિસિંહની અને અમરચંદ્રની કૃતિ કાવ્યકલ્પલતા મુખ્ય છે. મહાકાવ્યના વણ્ય વિષયોનું તુલનાત્મક અધ્યયન કરતાં જણાય છે કે અલંકારચિંતામણિ અને કાવ્યકલ્પલતામાં સમાન વિચારોનો તોટો નથી. સરખાવો–કાવ્યકલ્પલતાવૃત્તિ પ્રતાન ૧, સ્તબક ૫, પદ્ય ૪૫ થી ૯૮. આપણે વિષયોની સમાનતા નોંધીએ : નાડમાત્યપુરોહિત નૂપૂ નાડ વૈચપો ! देशग्रामपुरःसरोऽब्धिसरिदुद्यानाधरण्याश्रमाः । मन्त्रो दूतरणप्रयाणमृगयाऽश्वेभत्विनेन्ददया। વી (?) વારો વિ સ્વયંવર સુરા પુષ્પાવુના રતમ્ / ૧ /પ૪પ-૮૭ આપણે અત્રે વિશેષતા જ નોંધીશું. રાજાના ગુણમાં બન્નેમાં સમાનતા છે. માત્ર દાન એમ શબ્દશઃ કહીને અમરચંદ્ર રાજા “દાનીહોવો જોઈએ એમ કહ્યું છે. (૧/૫/૪૯) જ્યારે અજિતસેને “ઔદાર્ય' એમ વિશેષણ પ્રયોજયું છે. (અલં, ચિંતા ૧૨૭). શત્રુઓના સંદર્ભમાં અમરચંદ્ર બે વિગતો વિશેષ નોંધે છે. રાજાનો શત્રુ પર વિજય થયા પછી શત્રુઓનો પર્વત વગેરેમાં નિવાસ વર્ણવવો જોઈએ અને શત્રુઓના નગરની શૂન્યતા વર્ણવવી જોઈએ. રૂપવર્ણન વિશે અમરચંદ્ર એક વિશેષ વિગત નોંધતાં કહ્યું છે કે મનુષ્યનું વર્ણન મસ્તકથી ચરણ સુધી અને દેવતાઓનું વર્ણન ચરણથી મસ્તક સુધી કરવું. મનવા નિતો વર્ષો સેવાશ્ચરપતિ: પુનઃ ( વ્યા. ૧/૫/૪૨) અમરચંદ્ર મહામાત્ય અને મંત્રીને અલગ પાડીને બન્નેના વર્ય વિષયો નિરૂપ્યા છે. અજિતસેન રાજમંત્રીની અંતર્ગત જ આ વિગત નિરૂપે છે. અમરચંદ્રમાં ઝીણવટ વધારે છે. જેમકે, મહામાત્યમાં નય અને શાસ્ત્રની જાણકારી, ધૈર્ય, બુદ્ધિમત્તા, ગંભીરતા વગેરે ગુણો આવશ્યક છે. વળી શક્તિ, શાસ્ત્રજ્ઞાન, અલોભ (નિર્લોભીપણું), પ્રજા પ્રત્યે પ્રેમ અને વિવેક વગેરે ગુણો હોવા જોઈએ અને મંત્રીમાં ભક્તિ, ઉત્સાહ, કૃતજ્ઞતા, ધાર્મિકતા, પવિત્રતા, કર્કશરહિતતા, કુલીનતા, સ્મૃતિ(મનુ વગેરે)ની જાણકારી અને સત્યવાદિતા તથા વિનય હોવાં જોઈએ. મંત્રી સ્મૃલલક્ષી (દાની), વ્યસનરહિત, વૃદ્ધોની સેવા કરનારો હોવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11